Discussion Forum Teacher
25-05-2015 : શું આપે શિક્ષકોની અછત પૂરી કરવા માટે કોઈ પ્રવૃત્તિ કરેલ છે? તેની ટૂંકી વિગત જણાવો.
તારણ:
- એક શિક્ષકે લર્નિંગ મટીરીયલ તૈયાર કર્યું જે વિદ્યાર્થીઓ શિક્ષકની ગેરહાજરીમાં વાંચી અને શીખી શકે.તેમણે સી.ડી.ના ઉપયોગ દ્વારા પણ વિદ્યાર્થીઓને શિક્ષકની ગેરહાજરીમાં ભણતા રાખ્યા.જેથી તેઓ કમ્પ્યુટર દ્વારા શિક્ષણ મેળવી શકે.
- જયારે શાળામાં શિક્ષકોની અછત હોય અથવા કોઇ શિક્ષક લાંબી રજાઓ ઉપર હોય સંયુક્ત વર્ગખંડો (જોડિયા વર્ગો) લેવાના થતા હોય છે.તે સમયે શિક્ષકે બંને વર્ગને અનુરૂપ એકમ અને વિષય વસ્તુ અનુસાર જુદા જુદા ટી.એલ.એમ નિર્માણ કર્યા, વેસ્ટ વસ્તુઓના ઉપયોગથી શૈક્ષણિક સામગ્રીનુ નિર્માણ કર્યુ.જુદા જુદા વિષયોના એકમ અનુરૂપ કોમ્પ્યુટર દ્વારા એકમ અનુરૂપ પ્રેઝન્ટેશન તૈયાર કર્યા, તદૂપરાંત ઇન્ટરનેટના માધ્યમથી એકમ અનુરૂપ વિડિયો, ચિત્રો, વાર્તાઓ, કવિતાઓ તેમજ અન્ય જરૂરી શૈક્ષણિક સામગ્ર્રી ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓને બતાવી જેથી એક વર્ગનુ શૈક્ષણિક કાર્ય ચાલતુ હોય ત્યારે બીજા વર્ગના વિદ્યાર્થીઓ ઉપરોક્ત માધ્યમ દ્વારા તેમજ શૈક્ષણિક રમતો દ્વારા, મૂર્ત- અમૂર્ત વસ્તુઓના ઉપયોગથી અસરકારક શૈક્ષણિક કાર્ય કરતા.
- એક શિક્ષક દ્વારા અંગ્રેજીના સ્પેલિંગની અને વિજ્ઞાનના યુનિટમાંથી પ્રશ્ન પૂછવાની ક્વિઝ રમાડવામાં આવે છે જે વિદ્યાર્થીઓ શિક્ષકની ગેરહાજરીમાં પણ રમે છે અને તેમના સામાન્ય જ્ઞાનમાં પણ વધારો થાય છે.
- અંગ્રેજી કોર્નર વિકસાવવામાં આવ્યો જેમાં ડીક્ષનરીની મદદથી અલગ શબ્દો અને ચિત્રની મદદથી વાર્તાઓ મુકવામાં આવી જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ કરીને તેમના શબ્દ ભંડોળ માં વધારો કરી શકે છે અને આ પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓની વર્ગમાં ૧૦૦% હાજરી પણ થઇ.
- એક શિક્ષકે દરેક વિષય પ્રમાણે 100 જેટલા ટૂંકા પ્રશ્ર્નો તૈયાર કર્યા અને શિક્ષકની ગેરહાજરીમાં વિધાર્થીઓ એકબીજાને પ્રશ્ર્નોતરી દ્વારા વિષયની તૈયારી કરી શકે તે વ્યવસ્થા કરી.
- શિક્ષકની અછત પૂરી કરવામાં ગામના શિક્ષિત યુવાનોની મદદ લેવામાં આવી જેથી વિદ્યાર્થીઓ શાળામાં સમયની બરબાદી વગર ભણી શકે છે.
- શાળામાં શિક્ષકની અવેજીમાં પિયરગૃપ સિસ્ટમ અમલમાં મૂકી.આ સિસ્ટમમાં ધોરણ 6 થી 8ના બાળકોનું વર્ગ પ્રમાણે જુથ બનાવવામાં આવ્યું. એક જુથમાં 10 બાળકો એમ એક વર્ગમાં 4-5 જુથ પાડવામાં આવ્યા.દરેક ગૃપના જુથનેતા ગૃપનું સંચાલન કરે.બાળકોનું આ ગૃપ અછત શિક્ષકના વિષયનું વિષયકાર્ય કરાવે. જરુરી સુચના આયોજન શિક્ષક દ્વારા મળતું. દરેક બાળકનો પ્રોગ્રેસ રિપોર્ટ નેતા નોંધે.આ રીતે વર્ગમાં શિક્ષકની ગેરહાજરમાં કામ થતું.
- કમ્પ્યુટરમાં એન્ડ્રોઇડ ગેમ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી જેથી વિદ્યાર્થીઓ શિક્ષકની ગેરહાજરીમાં પણ રમત દ્વારા શિક્ષણ મેળવી શકે.
- શિક્ષકે અન્ય શિક્ષક ની શાળામાં ઘટ પૂરી કરવા માટે અલગ મુદ્દાનો વીડિયો "office Mix" સોફટવેરની મદદથી બનાવ્યો જેમાં ઈંટરનેટની મદદથી ચિત્રો, વિડીયો અને ઓનલાઈન ક્વીઝનો પણ સમાવેશ કર્યો. ટેબ્લેટ પેનથી તેમાં લખી પણ શકાય છે." Office Mix" એ પાવરપોઈન્ટનું Add On છે.તેની મદદથી કોઈ પણ શિક્ષક ઘણીજ સરળતાથી પોતાનો શૈક્ષણિક વીડિયો બનાવી શકે છે.
- શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી કે જેઓ પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે તેમની મદદ દ્વારા ગ્રુપ બનાવવામાં આવ્યું અને સેવાભાવે તેઓ શાળામાં શિક્ષણ પૂરું પાડે છે.
- ઉચ્ચ ધોરણના વિદ્યાર્થીઓની મદદથી અલગ વિષયના મુદ્દા પ્રમાણે ઓડિયો – વિડીયો બનાવવામાં આવ્યા જે વિદ્યાર્થીઓ શિક્ષકની ગેરહાજરીમાં સરળતાથી શીખે છે.