Discussion Forum Teacher
05-08-2015 : આપની શાળાનું પુસ્તકાલય કઈ રીતે કાર્યરત છે? આપ તેને જીવંત રાખવા માટે અને વધુમાં વધુ બાળકોને તેનો લાભ મળે તે માટે ક્યા પ્રયત્ન કર્યા છે?
તારણ:
- શાળામાંબાળકો માટે પુસ્તકો ખુલ્લા બોક્સમાં મુકવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીઓ નવરાશના સમયમાં તે વાંચે છે.
- શાળામાં પુસ્તકોને વિભાગ જેવા કે બાળ સાહિત્ય, ચિત્ર કથા, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી પ્રમાણે ગોઠવવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓને ૧૫ દિવસ માં ૧ વખત પુસ્તક બદલવાનો સમય અપાય છે.
- શાળામાં પુસ્તકોનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ થાય છે અને મોનીટર વર્ગ પ્રમાણે પુસ્તકનું રજીસ્ટર પ્રમાણે ધ્યાન રાખે છે અને વાંચેલા પુસ્તકોની પ્રાર્થનાસભામાં રજૂઆત પણ થાય છે.
- વિદ્યાર્થીઓને પુસ્તક વાંચવા માટે પોઈન્ટ મળે છે અને જે વિદ્યાર્થીએ સૌથી વધુ પુસ્તક વાંચ્યું હોય તેને પોઈન્ટ પ્રમાણે ગીફ્ટ આપવામાં આવે છે જેથી અન્ય વિદ્યાર્થીઓ પણ પુસ્તક વાંચવા પ્રેરાય છે.
- ૧૭૦૦ જેટલા પુસ્તકને કોડ આપવામાં આવ્યા અને ધોરણ પ્રમાણે ક્મ્પ્યુટરમાં નાખેલ કોડ પ્રમાણે તેઓ આસાનીથી પુસ્તક પસંદ કરી શકે છે.કોડ લાઈબ્રેરીયન ને કહેવાથી તેઓ પુસ્તક આપે છે
- ઈ-બુકને કમ્પ્યુટર લેબમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ ગમે તે સમયે કમ્પ્યુટર દ્વારા પણ પુસ્તકોનું વાંચન કરે છે.
- શાળામા ઓપન પુસ્તકાલય બનાવવામા આવ્યુ. જેમા પુસ્તકોને વર્ગખંડ, પ્રાર્થનાખંડ, શાળાની લોબીની દિવાલ પર દોરી બાંધી તે દોરી પર બાળકની કક્ષા મુજબ પુસ્તકો લટકાવવામા આવ્યા. બાળકો પોતાની જાતે પુસ્તક લઈ શકે તેવી વ્યવસ્થા કરવામા આવી. જેથી બાળકો પોતાની ઇચ્છા, રસ-રુચિ મુજબ પુસ્તક વાચતા થયા છે.
- પુસ્તકાલયમાં સુચના પેટી પણ રાખવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓ ક્યાપ્રકારના પુસ્તકો વાંચવા જોઈએ તે અંગે જણાવે છે.
- જે પુસ્તક વાંચવામાં આવે છે તેનો પરિચય લખીને બુલેટીન બોર્ડ પર મુકવામાં આવે છે
- શિક્ષક પુસ્તકમાંથી પ્રશ્ન પૂછે છે જેના જવાબ વિદ્યાર્થીઓએ બીજે દિવસ આપવાના હોય છે જેથી તેઓ પુસ્તક વાંચવા પ્રેરાય છે.
- શિક્ષક પુસ્તકમાંથી પ્રશ્ન પૂછે છે જેના જવાબ વિદ્યાર્થીઓએ બીજે દિવસ આપવાના હોય છે જેથી તેઓ પુસ્તક વાંચવા પ્રેરાય છે.
- ગ્રામ્ય કક્ષાએ પુસ્તકાલયની સુવિધા ઘણી વાર ઉપલબ્ધ ન હોવાથી શિક્ષકે શાળાના પુસ્તકાલયને ગામલોકો માટે ખુલ્લું રાખ્યું છે જેથી વાલીઓ અને એસ.એમ.સી. સભ્યો પણ તે વાંચતા થયા છે.