Discussion Forum Teacher

Discussion Forum Teacher

05-11-2015 : શું આ પ્રકારની પ્રવુતિ આપના જીલ્લામાં શરૂ થાય તેવું ઈચ્છો છો?શું આપે શાળા કક્ષા એ જવિધાર્થીઓ દ્રારા શાળાની માહિતી ગામલોકોસુધી પહોચાડવા માટે કોઈ પ્રવુતિકરેલછે?પ્રવુતિની ટૂંકમાં વિગત જણાવો.



તારણ:

  • ૯૯% શિક્ષકો ઈચ્છે છે કે આ પ્રકારની પ્રવુતિ તેમના જીલ્લામાં શરુ થાય.
  • શાળા દ્રારાપ્રકાશિત થતું સેતુ સાપ્તાહિક વિધાર્થીઓના ઘરે મોકલવામાં આવે છે.-વિનોદકુમારહિરાણી-જી.બોટાદ
  • શાળાનીથતી પ્રવુતિની જાહેરાત લોકલ ન્યુઝપેપરઅનેબ્રોસરદ્રારા ગામલોકો સુધી પહોચાડામાં આવે છે.-તુલસીભાઈ મકવાણા-શાળાનું નામ:દુધરેજપ્રાથમિક શાળા-જી.સુરેન્દ્રનગર,કૌમિકકુમાર પટેલ-જી.મહેસાણા,રમેશચંદ્ર પટેલ-જી.ભરૂચ,અશોકભાઈ પરમાર-જી.કચ્છ,રોહિતકુમાર રાવળ-જી.મહેસાણા,દેવાંગીબેન બારૈયા-જી.જામનગર
  • બાળકના જન્મદિવસે ગુલાબના બદલે શાળામાં થતી પ્રવુતિઓની માહિતી વાળુ કાર્ડ આપવામાં આવે છે.આ કાર્ડ ગામલોકોને બતાવે છે.-દિનેશભાઈ પટેલ-જી.મહેસાણા,લાલજીભાઈ પંચાલ-જી.અમદાવાદ
  • શાળામાં થતી પ્રવુતિઓની માહિતી સાથે રેલી ગામમાં યોજી શાળાની પ્રવુતિની ગામલોકોનેજાણ કરવામાં આવે છે.- મુનીબા શૈખ - જી.અમદાવાદ,મનાલીબેન દેસાઈ-જી.સુરત
  • શાળામાં થતી પ્રવુતિના ફોટો અને વિડીયોની સી.ડી.બનાવી,લોકલ ટી.વી.કેબલમાંઅને ગામમાં બેનરો લગાવીને શાળામાં થતી પ્રવુતિના માહિતી ગામલોકોને આપવામાં આવે છે.-લહેરીકાંત ગરવા-જી.કચ્છ,અમિતકુમારસોની-જી.મહેસાણા,દિપકકુમાર પંચાલ-જી.પાટણ
  • શાળાના દરેક વિધાર્થીને વ્યક્તિગત ફાઈલ આપેલ છે જેમા તેમણે કરેલી કૃતિ પર તેમનાવાલીની સહી લેવાય છે આ રીતે ગામલોકોને માહીતગાર કરવામાં આવે છે.-જયદેવસિંહ ડોડિયા-જી.બોટાદ,રતિલાલ કણઝરિયા-જી.સુરેન્દ્રનગર
  • શાળામાં થતી પ્રવૃત્તિનો વીડિયો વિદ્યાર્થીઓ ઉતારે છે અનેતેનેશાળાની Youtube ચેનલ પર અપલોડ કરવામાં આવે છે. આશરે૩૦૦ થી વધુ વીડિયો Youtube ચેનલ મુકેલ છે આ રીતે ગામલોકો ને શાળાની પ્રવુતિ જાણકારી આપવામાં આવે છે..-લક્ષ્મણભાઈચૌધરી-જી.પાટણલિંક:http://www.youtube.com/watch?v=xy6yl3oW8pY
  • દર રવિવારે શાળાની પ્રવુતિની માહિતી પ્રોજેકટર દ્રારા ગામલોકોને બતાવવામાં આવે છે.-જીજ્ઞેશકુમાર-જી.અમદાવાદ