Discussion Forum Teacher
15-11-2015 : શું આપ પણ ઈચ્છો છો કે આપના જીલ્લા આ પ્રકારની ક્વીઝનું આયોજનકરવામાં આવે?શુંઆપની શાળાના બાળકો માટે જીલ્લા ,તાલુકા કે શાળા કક્ષાએ આ પ્રકારનીકોઈ સ્પર્ધાત્મક પ્રવુતિ /પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે?ટૂંકમાં જાણકારીઆપો.
તારણ:
- ૯9 % શિક્ષકો ઈચ્છે છે કે તેમના જીલ્લામાં ક્વીઝનું આયોજનકરવામાં આવે.
- શાળામાં “વન્ડરશેરક્વીઝ ક્રિએટર” નામના પ્રોગ્રામની મદદથીધોરણ ૬ થી ૮ નાબાળકો માટે વિષય અનુસાર કે.બી.સી. જેવીક્વીઝ બનાવવામાંઆવી છે અનેશાળામાંસ્પર્ધાપણગોઠવવામાં આવે છે-નિલેશભાઈ રાજગોર –જી.કચ્છ,અલ્પેશકુમાર દવે-જી.ખેડા,અમિતભાઈ મોરી-જી.સુરેન્દ્રનગર
- શાળા કક્ષાએ વિશેષ દિન(વિજ્ઞાન-ગણિત, જ્ઞાન સપ્તાહ જેવા દિવસ), મહાપુરુષની જન્મ જયંતિ જેવા દિવસને અંર્તગત કવીઝનુ આયોજન કરવામા આવે છે.-રૂષિતકુમારધુલશીયા-જી.જુનાગઢ,મનોજભાઈ પટેલ-જી.વલસાડ
- ગોકરણ પ્રે.સેન્ટર ની તમામ શાળાઓ વચ્ચે સામાન્ય જ્ઞાન અને ધોરણ ૬ થી ૮ ના સંપૂર્ણ અભ્યાસક્રમનીક્વીઝસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.વિધાર્થીઓ ખુબ ઉત્સાહ સાથે સ્પર્ધામાં ભાગ લીધો.વિજેતાટીમનંબર ૧,૨ અને ૩ ને સી.આર.સી. અને આચાર્ય દ્રારા પ્રોત્સાહિત કર્યા.-અરવિંદભાઈ ભેડા-જી.પોરબંદર
- શાળાના બુલેટીનબોર્ડ પર દર શુક્રવારે ૧૦૦ પ્રશ્ન મુકવામાં આવે છે.અને બીજા દિવસે શાળામાં૧૦૦ પ્રશ્નમાંથી૧૦ પ્રશ્ન પુછવામાં આવે છે-પ્રવિણભાઈ વણકર-જી.અમદાવાદ
- શાળામાં દરોરજ વિષય અનુસાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.સ્પર્ધામાં ભાગ લેનાર વિધાર્થીઓનેવિજ્ઞાન મન,જૈવિકવિજ્ઞાન મન,ગણિત મન અને ભાષા મન નામના કાર્ડ પહેરાવવામાં આવે છે.-અશોકભાઈ જાટીયા-જી.કચ્છ
- શાળામાં દરોરજ વિષય અનુસાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.સ્પર્ધામાં ભાગ લેનાર વિધાર્થીઓનેવિજ્ઞાન મન,જૈવિકવિજ્ઞાન મન,ગણિત મન અને ભાષા મન નામના કાર્ડ પહેરાવવામાં આવે છે.-અશોકભાઈ જાટીયા-જી.કચ્છ
- અમારી શાળામાં અઠવાડીયામાં એક વખત સાંજના દરેક બાળક વારાફરતી એકએક પ્રશ્ન પુછે બાકીના બાળકો જવાબ આપે.-બાબુભાઈ મોર-જી.કચ્છ
- શિક્ષકે મહુવા તાલુકા કક્ષાએ પર્યાવરણ બચાવો,ભષ્ટ્રાચાર હટાવો,બેટી બચાવો અનેરક્તદાન જેવામુદાઓનો સમાવેશ કરી પોસ્ટર સ્પર્ધા યોજી હતી.સ્પર્ધામાંએકઠા થયેલા ૪૨૪ પોસ્ટરનું પ્રદશન પણ ગોઠવવામાં આવ્યું.-રમેશભાઈ સેંતા-જી.ભાવનગર
- શાળાની કમ્પ્યુટર લેબમાં દરેક કમ્પ્યુટરમાં Ubuntu Operating system દ્રારાKword Quiz નામના સોફ્ટવેર મદદથી વિષય અનુસાર ક્વીઝ બનાવેલ છે અને વિદ્યાર્થીઓને જયારે ફ્રી તાસ હોય ત્યારે વિધાર્થીઓ ક્વીઝ રમે છે. –લક્ષ્મણભાઈ ચૌધરી-જી.પાટણ