Discussion Forum Teacher
25-07-2015 : શુંઅન્યશાળાની રૂબરૂ મુલાકાત દ્વારા તેમના નવતર પ્રયોગ વિષે જાણકારી મેળવી પોતાની શાળામાં તેને અપનાવવાની પદ્ધતિથી ગુણવતા લક્ષી શિક્ષણ મેળવી શકાય છે? આપ અન્ય શાળાના નવીન કાર્ય જાણવા અને અપનાવવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો?
તારણ:
- શિક્ષકોએ બનાવેલ વિવિધ બ્લોગ અને વેબસાઈટ પરથી શૈક્ષણિક માહિતી મેળવી વિવિધ પ્રયોગો કરવામાં આવે છે.
- સી. આર.સી. કક્ષાએ અનેશિક્ષકોના તાલીમ વર્ગમાં નવીન પ્રયોગોની ચર્ચા કરવામાં આવે છે.
- તાલુકા અને જીલ્લા કક્ષાના વોટ્સ એપ ગ્રુપ દ્વારા વિવિધ શાળાના નવતર પ્રયોગોની ચર્ચા અને ફોટા મોકલવામાં આવે છે.
- શિક્ષક દ્વારા શાળામાં થતી નવતર પ્રવૃતિઓના ફોટા અને વિડિયો લીધા બાદ તે પેન ડ્રાઈવમાં લઈને અન્ય શિક્ષકોનેતે બતાવવામાંઆવે છે.
- શિક્ષકો વિવિધ શાળાની મુલાકાત લઇ તે નવતર પ્રયોગ પોતાની શાળામાં અપનાવીને તેના ફોટા ફેસબુક અને વોટ્સ એપમાં શેર કરે છે જેથી અન્ય શિક્ષકો પણ તેના વિષે જાણી શકે.
- શાળામાં અન્ય શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા થયેલ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન યોજી સૌ ગામલોકોને આમંત્રિત કરાય છે.
- વાલી મીટીંગ દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેના પ્રયત્નો અંગે ચર્ચા કરવામાં આવે છે.
- શાળાનામુખપત્રદ્વારાપણનવીનતમપ્રવુત્તિજાણીનેતેમુજબવિદ્યાર્થીઓ માટે તે નવતર પ્રવૃત્તિ હાથ ધરાય છે.
- શિક્ષકે બ્લોગ બનાવેલ છે અને તેમાં ઇનોવેશન નામ નો એક વિભાગ બનાવેલ છે જેમાં જેણે નવતર પ્રયોગ કરેલ હોય તેની વિગત મૂકી શકે છે.અને શિક્ષક તે પ્રયોગને શાળામાં ઉપયોગમાં લેવાપ્રયત્ન કરે છે.
- ક્લસ્ટર ની શાળાઓના તમામ વિદ્યાર્થીઓને પ્રાર્થના ખંડમા www.arvindguptatoys.comનામનીવેબ સાઈટ પર આપેલ પ્રયોગો બતાવવામાં આવ્યા અને ત્યાર બાદ તમામ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળામાં તે પ્રયોગોનું પ્રદર્શન કર્યું હતું.
- શિક્ષક દ્વારા મોબાઈલમાં નવતર પ્રવૃત્તિ અંગે વિડીયોરેકોર્ડ કરીને શાળાના અન્ય શિક્ષકોને બતાવવામાં આવે છે.
- ગામમાં શિક્ષણ સાથે સંકળાયેલ વ્યક્તિને બોલાવવામાં આવે છેઅને તેને શાળાની પ્રગતી અને પડતી મુશ્કેલી અંગે જણાવવામાં આવે છે જેથી તેઓ ગામલોકોને શાળાના કાર્ય અંગે જણાવે અને સાથે જ તેમાં આવતી મુશ્કેલીઓ હલ કરવા મદદ પણ લઇ શકે.