Discussion Forum Teacher
04-02-2016 : આપે આપની શાળાના બાળકોના વાલીઓ સાથે સંપર્ક બનાવી રાખવા જો કોઈ પ્રવૃત્તિ કરી હોય તો ટૂંકમાં જણાવો.
તારણ:
શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનંં નામ પણ આપેલ છે.
- શાળામાં લેવાતી પ્રકરણ પ્રમાણેની કસોટીના માર્ક્સ(ગુણ) fullonsms.com નામની SMS WABSITE નો ઉપયોગ કરીને બાળકે મેળવેલ ગુણનો મેસેજ વાલીના મોબાઈલમાં મોકલવામાં આવે છે.(ડોબરિયા શીતલબેન-સાવરકુંડલા)
- શાળામાં સમયાંતરે બાળકોના વાલીસાથે સરળતાથી સંપર્ક કરવા માટે શાળામાં બાળકોના વાલીઓના મોબાઈલ નંબરની ચોપડી(ડીક્ષનરી) બનાવવામાં આવી છે ,જેના થકી શાળામાં ગેરહાજર રહેતા વિદ્યાર્થીની વાલી ને જાણકાર કરવામાં આવે છે અને તેને હાજર કરવામાં આવે છે તથા શાળાનું પરિણામ મેસેજ દ્વારા દ્વારા જાણ કરવામાં આવે છે.(બોડા સંદિપભાઈ-કચ્છ,રાવલ અલ્પેશભાઈ-સુરેન્દ્રનગર)
- શાળામાં દર ૧૫ દિવસે એક વાર વાલી મીટીંગ બોલાવવામાં આવે છે જેમાં તેમના બાળકે ૧૫ દિવસ દરમિયાન કરેલી પ્રગતિની જાણ કરવામાં આવે છે તથા પ્રગતિકાર્ડ માં વાલીના હસ્તાક્ષર લેવામાં આવે છે.(રીયાજલી ફેજલી-દાહોદ)
- શાળામાં ધોરણ પ્રમાણે બાળકોના વાલીઓના મોબાઈલ નંબરની ચોપડી જે તે ધોરણના શિક્ષકને આપેલ છે જે બાળક ગેરહાજર હોય તેના વાલીને તે ધોરણના શિક્ષક ફોન કરીને કારણ જાણે છે જો તે બાળક વગર કારણ ગેરહાજર રહ્યો હોય તો તેને શાળાએ હાજર કરવામાં આવે છે.(અરદેશણા બીપીનભાઈ-જુનાગઢ)
- શાળામાં એસ.એમ.સી.સભ્યોને ફળિયા પ્રમાણે ગેરહાજર રહેતા બાળકોને શાળામાં હાજર કરવા માટે ની જવાબદારી આપવામાં આવી છે.શાળામાં જે બાળક ગેરહાજર રહ્યા હોય તેની જાણ શિક્ષક ફોન દ્વારા એસ.એમ.સી.સભ્યને કરે છે અને એસ.એમ.સી.સભ્ય ગેરહાજર રહેનાર ના ઘરે જઈને તપાસ કરે છે અને બાળકને શાળાએ મોકલે છે.(સોની અમિતભાઈ-મહેસાણા)