Discussion Forum SMC

Discussion Forum SMC

25-05-2016 : જો આપની એસ.એમ.સી.દ્રારા શાળામાંઆર્થિક રીતે નબળા બાળકો પોતાનો અભ્યાસ પૂરો કરી શકે તે માટે કોઈ પ્રવુતિ કરી હોય તો તેની ટૂંકમાં માહિતી જણાવો.


15-05-2016 : જો આપે શાળાનું વાતાવરણ શિસ્તમય અને આનંદમય બની રેહ તે માટે કોઈ પ્રવુતિ કરી હોય તો ટૂંકમાં જણાવો.


05-05-2016 : શુંએસ.એમ.સી.સભ્યો દ્રારા વિધાર્થીઓને મુલ્ય શિક્ષણ મળી રહે તેમાટે કોઈ પ્રવુતિ કરવામાં આવે છે? ટૂંકમાંવિગત જણાવો.


25-04-2016 : એક એસ.એમ.સી.સભ્ય તરીકે આપે આપની શાળા માટે શાળા મૈત્રી-વિચારો અને પ્રવૃતીનું આદાન-પ્રદાન બીજી શાળાની મુલાકાત દ્વારા થાય તેવું આયોજન કરેલ છે? જો હા તો ટૂંકમાં જણાવો.


25-04-2016 : આ પ્રવૃત્તિના કરતા હોય તો આવી પ્રવૃત્તિ શાળામાં શરુ કરવા માટે તમે કેવા પ્રકારનું આયોજન કર્યું છે. ટૂંકમાં જણાવો.


15-04-2016 : મજુરીકામ માટે ૬ થી ૭ મહિના માટે ગામ બહારથી આવતા કુટુંબના બાળકોના અભ્યાસ માટે એસ.એમ.સી.સભ્યો દ્વારા કોઈ નવીન પ્રવૃત્તિ કરવામાં આવેલ છે ?


05-04-2016 : શાળામાંકન્યાઓનું ડ્રોપઆઉટ અટકાવવા માટે કોઈ નવીન પ્રવૃત્તિ કરેલ છે ?ટૂંકમાં જણાવો.


25-03-2016 : શાળા મિટીંગમાં એસ.એસ.સી.સભ્યો ની હાજરી ઓછી જોવા મળે છે.શાળા મિટિંગમાં એસ.એમ.સી.સભ્યો નિયમિત રીતે હાજર રહે તે માટે શું કરવું જોઈએ.


15-03-2016 : શાળામાં તમે વર્ગખંડનો મહત્તમ ઉપયોગ કરીને વિષય વસ્તુ સમજાવવા માટે કોઈ નવીન પ્રવૃત્તિ કરી હોય તો ટૂંકમાં જણાવો.


05-03-2016 : શાળામાંકોઈ સમસ્યાના સમાધાનના રૂપે પ્રોજેક્ટના રૂપમાં બાળકો પાસે કોઈ કાર્યકરાવેલ છે?ટૂંકમાં માહિતી આપો.


25-02-2016 : આપની શાળાના વિદ્યાર્થીઓ જયારે ઉચ્ચ અભ્યાસ કરવા માટે શાળા છોડીને જતા હોય છે ત્યારે વિદ્યાર્થી દ્વારા શાળામાં આપવામાં આવતી “સ્મૃતિ ભેટ” માટે તમે કોઈ નવીન પ્રવૃત્તિ કરવામાં આવે છે? ટૂંકમાં જણાવો?એસ.એમ.સી સભ્યની તેમાં શું ભાગીદારી રહે છે?


15-02-2016 : શું આપ પણ એક એસ.એમ.સી.સભ્ય તરીકે શાળાના શિક્ષકો દ્વારા જે નવીન પ્રવુતિ કરવામાં આવે છે તેની જાણકારી રાખો છો?શિક્ષક દ્વારા કરવામાં આવતા નવીન પ્રવુતિમાં આપ કઈ રીતે મદદ કરો છો ટૂંકમાં જણાવો.


04-02-2016 : આપે આપની શાળાના બાળકોના વાલીઓ સાથે સંપર્ક બનાવી રાખવા જો કોઈ પ્રવૃત્તિ કરી હોય તો ટૂંકમાં જણાવો.


25-01-2016 : શું તમારી શાળામાં એસ.એમ.સી.એ શિક્ષણની દિશામાં પ્રથમપગલુંલેતાબાળક માટે રમતની સાથે શિક્ષણ આપવા માટેકોઈ નવીન પ્રવૃત્તિકરેલ હોય તો તેની માહિતી ટૂંકમાં આપો.


15-01-2016 : આપે આપની શાળાને સ્વચ્છ રાખવા માટે કોઈ પગલા લીધેલ હોય તો તે ટૂંકમાં જણાવો.


05-01-2016 : આપની શાળાની એસ.એમ.સી. લોકભાગીદારી દ્રારા વિધાર્થીઓનેસામાન્યજ્ઞાન પૂરું પાડવા માટે કોઈ પ્રવુતિ કરી હોય તો તેની ટૂંકી વિગતજણાવો.


25-12-2015 : આઈ.આઈ.એમ.તરફી મળતા પત્રો શાળાની કોઈ પ્રવુતિમાં ઉપયોગી થયા હોય તો તેની ટૂંકમાં માહિતી આપો.


15-12-2015 : લાંબા સમયથી બાળકોનેજરૂરીસહાય મળે તેમજકોઈ અડચણ વગર તેઓ પોતાનોઅભ્યાસચાલુ રાખી શકે તે માટે શિક્ષક દ્રારા કરેલ પ્રવુતિની ટૂંકમાં માહિતી આપો.


05-12-2015 : આપે શાળાની ભૌતિક સુવિધાઓમાં સુધારા કરવા માટે કોઈ પ્રવુતિ/મદદકરેલ હોય તો તેની ટૂંકમાં જાણકારી આપો.


25-11-2015 : એક શાળાની એસ.એમ.સી.દ્રારા તથા શાળાના શિક્ષકોની મદદથી શાળાના વિધાર્થીઓને ગુણવતાલક્ષી શિક્ષણ ઘરે પણ મળી રહે અને શાળાનું ગૃહકાર્ય કરવામાં પણ મદદ મળી રહે તે માટે શેરી શિક્ષણ ચાલુ કરવામાં આવ્યું.શેરી શિક્ષણમાં ગામના શિક્ષિત યુવાનો બાળકોને મદદ કરે છે.આ કાર્ય કરવા માટે એસ.એમ.સી.સભ્યોના ઘરના આંગણામાં કે ઘરમાંજ શિક્ષા આપાય છે. શું આ પ્રકારની પ્રવુતિઓ દરેક શાળાની એસ.એમ.સી.દ્રારા થવી જોઈએ?શું આ પ્રકારની પ્રવુતિ કરેલ હોય તો તેની ટૂંક માં જાણકારી આપો.


15-11-2015 : એક શાળાના એસ.એમ.સી સભ્યો દ્રારાબીજી શાળાઓ કે જેની એસ.એમ.સી કાર્યરત અને સક્રિય હોય તેની મુલાકાત લેવામાં આવે છે અને પછી પોતાની શાળામાં અન્ય શાળાઓના એસ.એમ.સી.દ્રારા થતી પ્રવુતિ કરવામાં આવે છે .આ પ્રકારની પ્રવુતિથી શાળાની એસ.એમ.સી ને નવા વિચારો જાણવા મળે છે.જેનું પોતાની શાળામાં પણ અમલીકરણ થાય છે અને સારા પરિણામો મળે છે. આપના દ્રારા પણ આ રીતે અન્ય શાળાની મુલાકાત કરવામાં આવે છે?આ મુલાકાત થકી આપને શું નવું જાણવા મળ્યું?આપની શાળાને તે જાણકારીકઈ રીતે મદદરૂપ થઇ?


05-11-2015 : શાળાના શિક્ષકોઆરીતેસરળતાથી બાળક શીખી જાય તે માટેઅલગ-અલગ પ્રવુતિઓ કરતા હોય છે.શું આપે શિક્ષકોની આવી કોઈ પ્રવુતિ ધ્યાનમાં લીધીછે?ટૂંકમાં જણાવો.


25-10-2015 : શું આપને શાળા વ્યવસ્થાપન સમિતિની ભૂમિકા અને જવાબદારી અંગેનીતાલીમ મળેલ છે?તાલીમ કોના દ્વારા આપવા માં આવી હતી? તાલીમ માં કયા મુદ્દાઓ પરચર્ચા કરવામાં આવી હતી?શું આ તાલીમ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની કામગીરીમાં મદદરૂપ થઇછે?


15-10-2015 : આપ મહિલા એસ.એમ.સી. સભ્યો અને વાલીઓને શાળા અને શૈક્ષણિક બાબત અંગે જાગૃત કરવા કઈ પ્રવૃતિ કરો છો? ટૂંકમાં જણાવો.


07-10-2015 : એક શાળામાં એસ.એમ.સી. સભ્યોરાત્રે મીટીંગ રાખે છે જેથી ઘરકામ કરતી મહિલા સભ્યો પણ તેમાં સક્રિય રીતે ભાગ લઇ શકે.


25-09-2015 : આપે આપની શાળાની કઈ પ્રવૃતિમાં ફાળો આપ્યો છે? ટૂંકમાં વિગત જણાવો.


15-09-2015 : શું આપે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ કૃતિઓ અથવા નવતર પ્રવૃતિઓનું પ્રદર્શન ગોઠવેલ છે અથવા તે માટે શિક્ષકોને સહાય કરેલ છે? તે વિષે ટૂંકમાં જણાવો.


05-09-2015 : શું આપની શાળા માં કન્યાઓની હાજરી વધારવા માટે અથવા હાજરીને નિયમિત કરવા માટે કોઈ ખાસ પ્રયત્નો કરવામાં આવે છે ?જો હા, તો કયા પ્રકારના પ્રયત્ન કરેલ છે ?તેનું શું પરિણામ આવ્યું?


25-08-2015 : એક એસ.એમ.સી. સભ્ય તરીકે આપે આપના શિક્ષકોને શાળામાં નવતર પ્રવૃતિઓ કરવા માટે કઈ રીતે પ્રોત્સાહિત કર્યા છે? ટૂંકમાં જણાવો.


15-08-2015 : શાળામાંજો આંગણવાડી વર્કરને ફરજીયાત પણે સભ્ય બનાવવાની નિમણુક કરવામાં આવે તો શુંતેનાથી એસ.એમ.સીમાં અને ખાસ કરીને મહિલા સભ્યોની શાળા વિકાસની કામગીરીમાં સુધારો જોવા મળશે?


05-08-2015 : આપના વિદ્યાર્થીઓને આપ સ્થાનિક જ્ઞાન (ઉ.દા. કાંટા દ્વારા ગાણિતિક ખુણાની માહિતી સમજાવવી) દ્વારા પાઠના મુદ્દા સમજાવો છો?


25-07-2015 : આપ આપની શાળાના નવીન કાર્ય બીજી શાળાઓ સુધી પહોચાડવા અને અન્ય શાળાની પ્રવૃતિઓ વિષે જાણકારી લેવા શું પ્રવૃત્તિ કરશો?


15-07-2015 : એક શાળામાં ધોરણ ૧ માં કન્યા કરતા કુમારનું નામાંકરણ વધુ થાય છે અને કન્યાઓની હાજરી અનિયમિત રહે છે. ધોરણ 6 થી ૮ માં ભણતી કન્યાઓ અધવચેથી અભ્યાસ છોડી દે છે. આપઆ સંજોગોમાં કન્યાઓનાનામાંકરણ અને હાજરી વધારવા ક્યા પગલા લેશો?


05-07-2015 : શું આપની શાળાની એસ.એમ.સી. એકોઈ વાલી મીટીંગ નું આયોજન કર્યું છે? મીટીંગમાં શું ચર્ચા કરવામાં આવી?


25-06-2015 : આપની શાળાના એસ.એમ.સી. સભ્યોએ શાળાના શિક્ષકોને કન્યા શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા જેવી નવીન પ્રવૃતિમાં મદદ કરેલ છે? કઈ રીતે?


15-06-2015 : આપની શાળામાં એસ.એમ.સી. મીટીંગ નું આયોજન કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? દરેક મીટીંગ અને તેના નિર્ણયોની નોંધ આપ કેવી રીતે રાખો છો?


05-06-2015 : ગામના બાળકોનો શાળામાં પ્રવેશ કરાવવા માટે આપની શાળા વ્યવસ્થાપન સમિતિ ક્યા કર્યો કરે છે? તેની ટૂંકી વિગત જણાવો.


25-05-2015 : આપ ક્યા પ્રકારના સરકારી ઠરાવ/પરિપત્ર ની જાણકારી રાખો છો અને શાળામાં તેનો અમલ કરવા માટે આપ ક્યા પગલા લ્યો છો?


15-05-2015 : શું આપે આપની શાળામાં ગામ ફાળો એકઠો કરી પ્રોજેક્ટર રૂમ બનાવવા જેવી કોઈ પ્રવૃત્તિ કરેલ છે? તેની ટૂંકી વિગત જણાવો.


25-04-2015 : DISE ફોર્મમાં આપ કઈ વિગત જણાવો છો?


15-04-2015 : આપે ક્યાં બાળ અધિકાર વિષે વાલીને જાગૃત કર્યા છે અને તેના શું પરિણામ પ્રાપ્ત થયેલ છે?


22-03-2015 : આપ સર્વ શિક્ષા અભિયાન દ્વારા આપવામાં આવતી કઈ કઈ ગ્રાન્ટ થી વાકેફ છો અને તેનો ઉપયોગ કઈ રીતે કરો છો?


12-03-2015 : એક ગામની શાળાના શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોએ શાળાના સ્થાપના દિન નિમિત્તે ગામના લોકોને આમંત્રિત કર્યા અને તે જ દિવસે શાળા વિકાસ માટે ગામ લોકોએ શાળાની પ્રવૃત્તિઓ જોઈ ને ૪,૦૦,૦૦૦ જેવી મોટી રકમ દાનમાં આપી. શું આપની શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિએ શાળાના વિકાસ માટે આવી કોઈ પ્રવૃત્તિ કરેલ છે? કઈ?


02-03-2015 : શું આપની શાળાની SMC એ બાળકોને શાળામાં ટેકનોલોજીની મદદથી ભણવવા માટે કોઈ પ્રયત્ન કરેલ છે? કયા પ્રયત્નો કરવામાં આવેલ છે? જો કોઈ પ્રયત્ન નથી કરેલ તો કારણ જણાવો.


20-02-2015 : શાળા વિકાસ માટે શિક્ષકોએ નીચેનામાંથી કઈ પ્રવૃતિઓ કરેલ છે?


20-01-2015 : કન્યા શિક્ષણને પ્રાધાન્ય આપવા અને કન્યાઓની હાજરી વધારવા માટે શાળા વ્યવસ્થાપન સમિતિએ કઈ કઈ પ્રવૃત્તિ કરેલ છે? અને તેનું શું પરિણામ શું આવ્યું?


11-01-2015 : શાળા વ્યવસ્થાપન સમિતિની માસિક બેઠકમાં મુદ્દાઓ પર કરવામાં આવેલી ચર્ચા પર પોતાની સમજ કેવી રીતે બનાવો છો?


21-12-2014 : શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્ય તરીકે આપણી પસંદગી કઈ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે? અને જો આપ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્ય નથી તો આપણી શાળામાં શાળા વ્યવસ્થાન સમિતિના સભ્યોની પસંદગી કઈ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે?


11-12-2014 : આપણી શાળામાં અહી જણાવવામાં આવેલ પૈકી કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે?


01-12-2014 : શાળા નિયમિત રીતે ચાલે છે કે નહી તે બાબતનું ધ્યાન રાખવા માટે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોએ ક્યાં ક્યાં મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ?


21-11-2014 : શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો મધ્યાહન ભોજન માટે નીચેનામાંથી કઈ બાબતો ધ્યાનમાં લે છે?


11-11-2014 : આપ શાળામાં શિક્ષકોની નિયમિતતાથી કેટલા સંતુષ્ટ છો?


30-10-2014 : નાણાકીય વ્યવહાર માટે શાળા વ્યવસ્થાપન સમિતિ ( એસએમસી ) પાસે સત્તાઓ છે?


21-10-2014 : શાળા વ્યવસ્થાપન સમિતિની મીટીંગ ની કાર્ય પદ્ધત્તિ થી આપને સંતોષ છે કે કેમ? આપે કોઈ બાબત અંગે રચનાત્મક સૂચનો કરેલ છે?


11-10-2014 : તમારા ગામની શાળા વધારે સારું કાર્ય કરે તે માટે શું કરવાની જરૂર છે? તેની નોંધ કરો.


01-10-2014 : આપની SMC (શાળા વ્યવસ્થાપન સમિતિ) બાળકો ના નામાંકન માટે કેવા કાર્યક્રમો હાથ ધરે છે?


20-09-2014 : ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણના અધિકાર મુજબની સુવિધાઓ છે કે નહી તેની ચકાસણી કરવા માટે શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા કઈ બાબતો ધ્યાન માં લેવામાં આવે છે?


12-09-2014 : શાળા વ્યવસ્થાપન સમિતિની મીટીંગ ની કાર્ય પદ્ધત્તિ થી આપને સંતોષ છે કે કેમ? આપે કોઈ બાબત અંગે રચનાત્મક સૂચનો કરેલ છે?


01-09-2014 : કન્યા શિક્ષણ સંદર્ભે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ની નક્કર ભૂમિકા કેવા પ્રકારની હોવી જોઈએ?


20-08-2014 : શાળા અને બાળકોના વિકાસ માટે SMC ના સભ્યોની ભૂમિકા કયા પ્રકારની હોવી જોઈએ?


22-05-2014 : બાળકોના શબ્દભંડોળ વધારવા માટે શું શું પ્રયત્ન કરવા જોઈએ ?