Discussion Forum SMC
02-03-2015 : શું આપની શાળાની SMC એ બાળકોને શાળામાં ટેકનોલોજીની મદદથી ભણવવા માટે કોઈ પ્રયત્ન કરેલ છે? કયા પ્રયત્નો કરવામાં આવેલ છે? જો કોઈ પ્રયત્ન નથી કરેલ તો કારણ જણાવો.
તારણ:
- સભ્યોએ ૫૧૦૦૦ આપી શાળામાં પ્રોજેક્ટરવસાવ્યું.
- કોમ્પ્યુટર લેબ બનાવડાવી.
- ધોરણ ૧ થી 8 નો તમામ પાઠ્યક્રમ "લેર્નીંગ ડી લાઈટ" નામના સોફ્ટવેરની મદદથી શીખવાડવામાં આવે છે.
- સભ્યો દ્વારા એક TV આપવામાં આવ્યું છે. જેના દ્વારા BISAGના કાર્યક્રમો બતાવવામાં આવે છે.
- લોકસહકારથીકમ્પ્યુટરખરીદીનેશિક્ષણમાંઉપયોગ, ઈ-પુસ્તકાલયની સુવિધા પૂરી પાડવામાં આવી.
- સભ્યોએ પ્રિન્ટર આપેલ છે.
- સભ્યોએ ગામફાળો એકઠો કરાવ્યો અને શાળામાં કોમ્પ્યુટર અને લેઝર પ્રિન્ટર વસાવી આપ્યું.
- અંતરીયાળ તાલુકામાં એસ.એમ.સી કમીટી અને ગામના સહયોગથી મલ્ટીમીડીયા રૂમ઼ જેમાં પ્રોજેક્ટરની મદદથી કોમ્પ્યુટર દ્વારા તેમને ગુજરાત શિક્ષણવિભાગના બાયસેગના પ્રોગ્રામ મોટી સ્કીન પર બતાવવામા આવે છે.
- ટેકનોલોજીનો ઉપયોગ ભણાવવામાં કઈ રીતે થાય તે વિશે સભ્યો અને ગામલોકો અજાણ છે.
- ગ્રાન્ટ નથી આર્થીક રીતે ગામ સધ્ધર નથી.
- સભ્યો જાગૃત નથી અને ગામ ફાળો મેળવવામાં નિષ્ફળતા.
- સભ્યો સરકારની જવાબદારી સમજે છે.
- બાળકોના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવામાં આવે છે શાળા ખુબ જ પછાત અને ગરીબ વિસ્તારમાં આવેલ છે.