Discussion Forum SMC

Discussion Forum SMC

15-03-2016 : શાળામાં તમે વર્ગખંડનો મહત્તમ ઉપયોગ કરીને વિષય વસ્તુ સમજાવવા માટે કોઈ નવીન પ્રવૃત્તિ કરી હોય તો ટૂંકમાં જણાવો.



તારણ:

  • એસ.એમ.સી.સભ્યએ આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબની સાથે, જવાબ આપનાર એસ.એમ.સી.સભ્યનું નામ પણ આપેલ છે.
  • 60શાળા પૈકી ૨૨ શાળાના વર્ગખંડમાં વિષયવસ્તુ ને અનુરૂપ ટી.અએલ.એમ. ,ચાર્ટ , વિવિધ રાજ્યના તથા દેશના નકશાઓ ,પક્ષીના ચિત્ર ,ઋતુ અને હવામાન અંગે જાણકારી ,માણસના વિવિધ અંગ,ચારેય દિશા અને ખૂણાનું ચિત્ર ,વિવિધ ફૂલો તથાશાકભાજીના ચિત્ર,વિવિધ દેશના નામ સાથે રાષ્ટ્રધ્વજ ,ભૂમિતિના આકારો ,કાર્ટૂન ચિત્ર , વાર અને મહિનાની સમજ આપતા પોસ્ટર વગેરે લગાડવામાં આવે છે.
  • વર્ગખંડની દીવાલ સુશોભિત કરવા અને બાળકોને વાર તથા મહિનાના નામ સરળતાથી યાદ રહે તે હેતુથી દીવાલ પર ગુજરાતી,હિન્દી અને અગ્રેજી એમ ત્રણ વિષયમાં મહિનાના તથા વારના નામના તોરણ બનાવીને લટકાવવામાં આવ્યા છે.બાળકો સતત આ તોરમ જોતા હોવાથી સરળતાથી યાદ રાખતા થયા છે.(પટેલ રસિકભાઈ-અમદાવાદ)
  • બાળકો ગમ્મ્ત સાથે અંગ્રેજી માં મહિનાના નામ શીખે તે હેતુથી શાળાના પગથીયા પર લખવામાં આવ્યું છે જેથી બાળક શાળાએ આવે ત્યારે અને ઘરે જાય ત્યારે સતત આ શબ્દ જોવે અને શીખે.આ ઉપરાંત વર્ગખંડમાં બાળકને ગુજરાતી,અંગ્રેજી,હિન્દી તથા સંસ્કૃત વિષય અવળે તે માટે વર્ગખંડની વસ્તુ પર આ ચાર ભાષામાં તેમનું નામ લખવામાં આવ્યું છે.જેથી બાળકો પોતાના રોજીંદા વ્યવહારમાં પણ તે શબ્દનો ઉપયોગ કરી શકે.(ધરાવિયા દિપકભાઈ-જામનગર)
  • બાળકો વાંચનમાં રૂચી કેળવે અને સાથે તેમનો જનરલ નોલેજ વધે તે હેતુથી “ઓપન લાયબ્રેરી”નામનો પ્રોજેક્ટ એક શાળાએ હાથ ધર્યો છે.આલાયબ્રેરીમાં કૂલ ૩૯૮ પુસ્તક છે આ પુસ્તક જનરલ નોલેજ,મહાનપુરુષોના જીવનચરિત્ર અને વાર્તા વિષે છે બાળકો આ પુસ્તક વાંચે છે અને શિક્ષક અઠવાડિયાના છેલ્લા દિવસે એટલેકે શનિવારે એક સવાલ-જવાબની સભા કરીને તેમાં ચર્ચાવિચારણા કરે છે.તદપરાંત શાળા લાયબ્રેરી માં પણ ૧૩૫૦ જેટલા પુસ્તકો છે.આ પુસ્તક એસ.એમ.સી.સભ્ય પણ વાંચવા લઈ જાય છે.(કનાડીયા જીતેશભાઈ-આણંદ)