Discussion Forum SMC
15-12-2015 : લાંબા સમયથી બાળકોનેજરૂરીસહાય મળે તેમજકોઈ અડચણ વગર તેઓ પોતાનોઅભ્યાસચાલુ રાખી શકે તે માટે શિક્ષક દ્રારા કરેલ પ્રવુતિની ટૂંકમાં માહિતી આપો.
તારણ:
- એસ.એમ.સી સભ્યોએ આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબની સાથે જવાબ આપનાર એસ.એમ.સી સભ્યોનું નામ પણ આપેલ છે.
- બીમાર બાળક શાળામાં લાંબા સમયથી ગેરહાજર રહેતા કે શાળામાં અનિયમિત આવતા વિધાર્થીઓ ની જાણ એસ.એમ.સી સભ્યોને કરવામાં આવેછે અને શાળા ના શિક્ષક અને સભ્યો સાથે મળીને વાલીને જાણ કરી તેની સારવારમાં મદદરૂપ બને છે- મેહુલકુમાર પ્રજાપતિ,જી.મહેસાણા
- શિક્ષકે બીમાર બાળકો શિક્ષણ સાથે જોડાયેલા રહે તે માટેશાળાના હોશિયાર વિધાર્થીને તેની જવાબદારી સોપી અને શિક્ષકની મદદથી બાળકને અભ્યાસ કરવામાં આવતો.-ત્રિલોકભાઈ ગોહિલ,જી.જુનાગઢ
- બીમાર બાળકના ઘરે શાળાનાશિક્ષક તે વિસ્તારના એસ.એમ.સી સભ્ય સાથેબાળકનાવાલી તેમજ બાળકની મુલાકાત લે છે.શાળામાંથી બાળકને મળતી જરૂરી સહાય સત્વરે બાળકના એકાઊન્ટમાં જમા થાય છે.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા કરમસદ મેડિકલ હોસ્પિટલ દ્વારા મદદ મળે તે માટે શાળા દ્વારા પ્રયત્ન થાય છે.
- શાળાનીએક બાળકીને લાંબા સમયથી વાલની બીમારી હતી.તેને સરકારશ્રીના શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ઓપરેશન સુધીની સારવાર અપાવવામાં સફળતા મેળવી છે.-ભગવાનજી કટેશીયા,જી-જામનગર