Discussion Forum SMC

Discussion Forum SMC

20-08-2014 : શાળા અને બાળકોના વિકાસ માટે SMC ના સભ્યોની ભૂમિકા કયા પ્રકારની હોવી જોઈએ?



તારણ:

  • SMC સભ્યો શાળાની કામગીરીમાં ભાગ લેવા માટે સક્રિય હોવા જોઈએ. સમયાંતરે શાળાની મુલાકાત લઇ શાળાની સમસ્યાઓ જાણી તેને દૂર કરવાના પ્રયત્નો કરવા માટે તૈયાર હોવા જોઈએ.
  • હમેશા સ્કૂલ મીટીંગમાં હાજર રહેવા જોઈએ.
  • બાળકો શાળાએ નિયમિત આવે તે માટે વાલી સંપર્ક કરવો જોઈએ.
  • શાળાનું લાંબાગાળાનું અને ટૂંકાગાળાનું આયોજન કરાવવું જોઈએ.
  • શાળાના વિકાસ માટે લોકફાળો એકઠો કરવો જોઈએ.
  • શાળાના વિકાસ માટે શિક્ષકોને માર્ગદર્શન આપવું અને સહકાર આપવો જોઈએ.ગામના અન્ય પ્રસંગો,ગ્રામસભા કે મહોત્સવો સમયે શિક્ષણના અધિકારોની ચર્ચા કરવી જોઈએ.
  • સરકાર તરફ થી આવતા કાર્યક્રમોથી વાકેફ હોવા જોઈએ.