Discussion Forum SMC
22-03-2015 : આપ સર્વ શિક્ષા અભિયાન દ્વારા આપવામાં આવતી કઈ કઈ ગ્રાન્ટ થી વાકેફ છો અને તેનો ઉપયોગ કઈ રીતે કરો છો?
તારણ:
- એસ. એમ, સી. સભ્યો ના ઉત્તર અનુસાર તેઓ નીચે મુજબ ની ગ્રાન્ટ નોવધુ પ્રમાણ માં ઉપયોગ કરે છે તથા તેના અમલીકરણ માટે તેઓ સભ્યોની મિટિંગ માં ઠરાવ પસાર કરે છે: એસ.એમ. સી. તાલીમ માટેની ગ્રાન્ટ , પુસ્તક માટે લાઈબ્રેરી ગ્રાન્ટ, શાળા ગ્રાન્ટ-શાળામાં ભૌતિક સુવિધાઓ અને શૈક્ષણિક સાધન સામગ્રી ઉભી કરવા માટે, શાળા રીપેરીંગ ગ્રાન્ટ- શાળા માં ફર્નીચર અથવા બાંધકામ માં મરમ્મત કરાવવા માટે, બાળમેળા ગ્રાન્ટ, પ્રજ્ઞા અભિગમ અંતર્ગત સપ્તરંગી અને અન્ય પ્રવૃત્તિઓ માટે ગ્રાન્ટ, વાલી મિટિંગ ગ્રાન્ટ, સ્વચ્છતા ગ્રાન્ટ, ગણિત વિજ્ઞાન માટેની ગ્રાન્ટ.
- આ ઉપરાંત, એસ.એમ. સી. સભ્યોને નીચે મુજબ ની ગ્રાન્ટની જાણકારી ઓછી અથવા નહીવત હોવાનું જણાય છે: રમત માટેની ગ્રાન્ટ, ઈકો ક્લબ ગ્રાન્ટ, ટ્રાન્સપોર્ટેશન ગ્રાન્ટ, એસ્કોર્ટ એલાઉન્સ- વિશિષ્ટ જરૂરિયાત વાળા બાળકોને શૈક્ષણિક કાર્ય માટે પ્રોત્સાહિત કરવા માટેની ગ્રાન્ટ , ટી.એલ.ઈ ગ્રાન્ટ (ટીચિંગ લર્નિંગ ઈક્વિપમેન્ટ)– બાળકો ને જરૂરી અધ્યયન સામગ્રી પૂરી પાડવા માટે, પ્રવેશોત્સવ ગ્રાન્ટ , મેડિકલ ગ્રાન્ટ , સેનિટેશન ગ્રાન્ટ, એસ.ટી.પી. પ્રવૃત્તિ –જેના અંતર્ગત બાળકોને સ્પેશીયલ ટ્રેનીંગ આપવામાં આવે જેથી સામાન્ય શાળા માં મેઈન સ્ટ્રીમ થાય, સીઝનલ હોસ્ટેલ ગ્રાન્ટ - જેમાં ભોજન, હેલ્થકીટ, રૂમરેંટ નો સમાવેશ થાય છે.