Discussion Forum SMC
30-10-2014 : નાણાકીય વ્યવહાર માટે શાળા વ્યવસ્થાપન સમિતિ ( એસએમસી ) પાસે સત્તાઓ છે?
તારણ:
- શાળાને સરકારશ્રી તરફથી મળતી વિવિધ નાણાકિય સહાય (ગ્રાન્ટ) જે તે સહાયની શરતોને આધીન રહીને કેવી રીતે વાપરવી તે નક્કી કરશે.
- જે હેતુ માટે ગ્રાન્ટ મળી હોય તે જ હેતુ માટે વપરાય એની ખાતરી કરશે.
- આ ઉપરાંત બીજી નાણાંકીય જવાબદારી જેવી કે દરેક બાળકને પાઠ્યપુસ્તકો, ગણવેશ મળવા જોઈએ, તેમજ આ કાયદાથી શાળાને સોંપવામાં આવેલી અન્ય જવાબદારીઓ પૂરી કરવા માટે આવશ્યક નાણાંકીય જરૂરિયાતોની નોંધ લઈને તેનો અંદાજ તૈયાર કરીને શાળા વિકાસ યોજનામાં સમાવેશ કરાવશે.