Discussion Forum SMC
15-09-2015 : શું આપે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ કૃતિઓ અથવા નવતર પ્રવૃતિઓનું પ્રદર્શન ગોઠવેલ છે અથવા તે માટે શિક્ષકોને સહાય કરેલ છે? તે વિષે ટૂંકમાં જણાવો.
તારણ:
- એસ.એમ.સી.સભ્યોશિક્ષકોનેશાળાના ડિસ્પ્લે બોર્ડ પર વિદ્યાર્થીઓની કૃતિઓ તેમજ કવિતા, ટુચકા, સુવિચારમુકીનેતેમને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છેતેમજ સારા નમૂનાઓની ફાઈલ પણ બનાવવામાં આવે છે.
- શાળામાં વિજ્ઞાનમેળો,બાળમેળો,ચિત્રસ્પર્ધા,નિબંધ સ્પર્ધા, પેપર કટિંગ, માટીકામ, તથા નવતર પ્રયોગો વગેરે વિવિધ સ્પર્ધાઓનું પ્રદર્શન એસ.એમ.સી. સભ્યોનીમદદથી ગોઠવેલ છે.વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કામ કરે છે.એસ.એમ.સી સભ્યો,ગામના આગેવાનો તથા વાલીઓ અને નજીકની બીજી શાળાઓ આ પ્રદર્શન નિહાળવા ભાગ લે છે.
- એસ.એમ.સી.સભ્યોએબાળ આનંદ મેલા માટે ભૂકંપ, ગ્લોબલ વોર્મિંગ, હાઈડ્રોલિક પંપ, હૃદય મોડેલ વગેરેનું પ્રદર્શન શિક્ષકો સાથે મળીને ગોઠવ્યું હતું.
- શાળામાં ધોરણ-૬ થી ૮ ના સામાજિક વિજ્ઞાનના વિષયના એકમ અનુરૂપ વિદ્યાર્થીઓદ્વારા બનાવેલ વિવિધ સર્જનાત્મક ટી.એલ.એમ નું શાળા કક્ષાએ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું જેમા શાળાના તમામ એસ.એમ.સી સભ્યોને શાળાના આચાર્યશ્રી સાથે આ પ્રદર્શન બતાવવામાં આવ્યુ. આ પ્રદર્શન એસ.એમ.સી સભ્યોએ ધ્યાનથી રસ પૂર્વક નિહાળ્યુ અને આ પ્રકારના જુદા જુદા અભ્યાસિક વિષયોને અનુરૂપ પ્રદર્શનો પણ શાળામાં ગોઠવાય તે માટેના સૂચનો એસ.એમ.સી સભ્યો દ્વારા કરવામાં આવ્યા.
- એસ.એમ.સી. સભ્યોએ શિક્ષકો સાથે મળીને જુલો બનાવ્યો છે જેમાં સર્કીટ ફીટ કરીને એવું નિર્માણ કર્યું છે કે જુલો ચાલે અને બોરમાંથી પાણી નીકળે.