Discussion Forum SMC

Discussion Forum SMC

15-11-2015 : એક શાળાના એસ.એમ.સી સભ્યો દ્રારાબીજી શાળાઓ કે જેની એસ.એમ.સી કાર્યરત અને સક્રિય હોય તેની મુલાકાત લેવામાં આવે છે અને પછી પોતાની શાળામાં અન્ય શાળાઓના એસ.એમ.સી.દ્રારા થતી પ્રવુતિ કરવામાં આવે છે .આ પ્રકારની પ્રવુતિથી શાળાની એસ.એમ.સી ને નવા વિચારો જાણવા મળે છે.જેનું પોતાની શાળામાં પણ અમલીકરણ થાય છે અને સારા પરિણામો મળે છે. આપના દ્રારા પણ આ રીતે અન્ય શાળાની મુલાકાત કરવામાં આવે છે?આ મુલાકાત થકી આપને શું નવું જાણવા મળ્યું?આપની શાળાને તે જાણકારીકઈ રીતે મદદરૂપ થઇ?



તારણ:

  • ૯૨ % એસ.એમ.સી સભ્યો દ્રારા અન્ય શાળાની મુલાકાત કરવામાં આવી છે.
  • બીજીશાળાની મુલાકાત બાદતે શાળા માંથીપ્રેરણા લઈ શાળામાં ભૌતિક સગવડ વધારવા માટે ગામ લોકો પાસેથી ફાળો એકઠો કરવામાં આવ્યો.
  • બીજી શાળાની મુલાકાત દરમિયાન તેશાળાને વ્યવસ્થામાંપડતી મુશ્કેલી કેવી રીતે દુર કરે તેનું માર્ગદર્શન મેળવ્યું.
  • ધોરણ ૬ થી ૮ ના વિધાર્થીઓને લાઈબ્રેરીના ઉપયોગ,મહત્વ અને તેના સંચાલન વિશે માહિતગાર કરવામાં આવ્યા.
  • જયારે કોઈ વ્યક્તિ વિશેષદિન હોય ત્યારે તેને લગતી કવીઝનું આયોજન શાળામાં કરવામાં આવે છે.તેમાહિતી બીજી શાળાની મુલાકાત દરમિયાન જાણવા મળી.
  • વિધાર્થીમાં સ્પર્ધાત્મક પરીક્ષા પ્રત્યેનોડર દુર થાય તે માટે OMR સીટના ઉપયોગ દ્રારા શાળામાં ધોરણ ૬ થી ૮ ના વિધાર્થીઓ માટે સંપૂર્ણ અભ્યાસઆવરી લઈને પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું.