Discussion Forum SMC

Discussion Forum SMC

25-07-2015 : આપ આપની શાળાના નવીન કાર્ય બીજી શાળાઓ સુધી પહોચાડવા અને અન્ય શાળાની પ્રવૃતિઓ વિષે જાણકારી લેવા શું પ્રવૃત્તિ કરશો?



તારણ:

  • જવાબ આપનાર સભ્યોમાંથી સૌથી વધુ પસંદ કરવામાં આવેલ પ્રવૃત્તિ નીચેની છે જે કરવા માટે ૪૫% સભ્યો સહમત થાય છે.
  • બ્લોગ, વેબ સાઈટ, ફેસબુક પેજ અને વોટ્સએપ ગ્રુપ જેવા માધ્યમથી સતત શાળાઓના સંપર્કમાં રહી તેમની સાથે નવીન પ્રવૃત્તિ અને સમસ્યા અંગે ચર્ચા કરી સમાધાન મેળવવા.
  • શિક્ષક રાકેશ પટેલ, નવાનદીસર પ્રાથમિક શાળા પોતાની શાળામાં દરેક વિષયમાં અને શીખવા શીખવવાની પ્રવૃતિઓમાં નવતર પ્રયોગ કરે છે. આનાથી તેમણે શિક્ષણની ગુણવત્તા સુધારવામાં અને બાળકોનું શૈક્ષણિક સ્તર ઊંચું લાવવામાં ખુબજ સફળતા મળી છે. શિક્ષક પોતાની શાળાની પ્રવૃત્તિઓ બીજી શાળાઓ સુધી પહોચાડી શકે તે માટે તેમણે શાળાનો બ્લોગ- nvndsr.blogspot.inતથા ફેસબુક પેજ-NavanadisarPrimarySchool બનાવેલ છે. આના દ્વારા તે પોતાની શાળાની દરેક માહિતી ફોટા અને વિડીયો સહીત અન્ય શાળાઓ સુધી પહોચાડે છે.
  • અત્યારે તેમના ફેસબુક પેજ પર ૫૩૦૦ થી વધુ લાઇક છે.
  • પ્રિય સભ્યો, આપ પણ આપની શાળાની પ્રવૃતિઓ ગામના લોકો તથા અન્ય શાળાઓ સુધી પહોચાડવા માટે આ પ્રકારની પ્રવૃત્તિ કરી શકો છો. આ પ્રવૃતિનું સંચાલન શાળાના કોઈ એવા શિક્ષકને સોપી શકાય જે ટેકનોલોજી ના જાણકાર હોય. આનાથી શાળાની પ્રવૃત્તિઓને વેગ મળે છે. અને શાળામાં થતી પ્રવૃત્તિઓ બીજી શાળાઓ સુધી પહોચે છે તેથી તેની સમસ્યાઓનું સમાધાન પણ તેમને આપની નવતર પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા મળી રહે છે.