Discussion Forum SMC
25-08-2015 : એક એસ.એમ.સી. સભ્ય તરીકે આપે આપના શિક્ષકોને શાળામાં નવતર પ્રવૃતિઓ કરવા માટે કઈ રીતે પ્રોત્સાહિત કર્યા છે? ટૂંકમાં જણાવો.
તારણ:
- બીજી શાળામાં થતી પ્રવૃતિઓ વિષે જણાવી વિદ્યાર્થીઓ પર કેવો પ્રતિભાવ પડશે તે વિષે જણાવી તે પ્રવૃતિઓ પોતાની શાળામાં થાય તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
- સભ્યો દ્વારા નવીન પ્રવૃતિઓ કરતા શિક્ષકોને ૧૫ ઓગસ્ટ, ૨૬ જાન્યુઆરી, ગ્રામ સભા જેવા પ્રસંગોમાં ગામ લોકો સમક્ષ શિક્ષકે કરેલ નવીન પ્રવૃતિઓની માહિતી આપીને તેમણે બિરદાવવામાં આવે છે.
- વિદ્યાર્થીઓની સર્જનાત્મક પ્રવૃતિઓના પ્રદર્શન માટે બુલેટીન બોર્ડ લગાવવામાં શિક્ષકોની મદદ કરવામાં આવી. આ ઉપરાંત વાલી જાગૃતિ માટે શેરી બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું.
- સભ્યો દ્વારા શિક્ષકોને નવીન પ્રવૃતિઓ કરવા માટે સાધન સામગ્રી પૂરી પાડવામાં અવે છે અને તે માટેની નાણાકીય જોગવાઈ ગ્રામ ફાળામાંથી થાય છે.
- શિક્ષકો રવિવારે મીટીંગ કરે છે અને પ્રવૃતિઓ માટે જરૂરી સાધન સામગ્રીની ચર્ચા કરવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓની માહિતી એસ.એમ.એસ. દ્વારા મેળવે છે અને તે માટે સભ્યોની મદદ લેવામાં આવે છે.
- એક સી.આર.સી.કો.ઓર્ડીનેટરે ક્લસ્ટરમાં સમાવિષ્ટ આઠ શાળાઓના એસ.એમ.સી. સભ્યોને શાળાઓમાં જઇને શિક્ષકોને કઇ રીતે પ્રોત્સાહિત કરવા એની જાત માહિતી આપેલ છે. આ ઉપરાંત આઠમાંથી ત્રણ એસ.એમ.સી. સભ્યોની મદદથી શાળાઓના દરેક વર્ગખંડમાં ટી.વી. સેટ ઉપલ્બ્ધ કરાવ્યા છે. આના કારણે બાયોસેગનું પ્રસારણ દરેક વર્ગમાં અલાયદું જોવા મળી શકે.
- શિક્ષકોની જરૂરિયાત જાણીને સમજી પંચાયત તથા આગેવાનોને સમજાવી શિક્ષકોને સહકાર આપવા એસ.એમ.સી. સભ્યોએ તૈયાર કર્યા. તેમની પાસેથી જરૂરી મદદ પણ લેવામાં આવી.
- શિક્ષકે એસ.એમ.સી સભ્યોનો સહકાર લઈ ને શૈક્ષણિક કાર્ય ને વધુ અસરકારક બનાવવા પ્રોજેક્ટર ની મદદથી શૈક્ષણિક કાર્ય કરાવવાનું સુચન કર્યુ અને શરૂઆત પણ શિક્ષકે રૂ 2500 તે શાળામા પ્રોજેક્ટરલાવવા માટે આપ્યા પછી તો એસ.એમ.સી સભ્યો અને ગ્રામજનોની મદદથી 35000 હજાર જેટલી રકમ શિક્ષકે એકત્રિત કરી અને શાળામાં મલ્ટીમિડિયા વર્ગખંડ તૈયાર કર્યો જેનો લાભ બાળકો શૈક્ષણિક કાર્યમાં મળે છે.