Discussion Forum Teacher

Discussion Forum Teacher

15-03-2016 : શાળામાં તમે વર્ગખંડનો મહત્તમ ઉપયોગ કરીને વિષય વસ્તુ સમજાવવા માટે કોઈ નવીન પ્રવૃત્તિ કરી હોય તો ટૂંકમાં જણાવો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ પણ આપેલ છે.

    • ૨૯૧ શાળા પૈકી ૨૨૦ શાળાના વર્ગખંડમાં વિષયવસ્તુ ને અનુરૂપ ટી.અએલ.એમ. ,ચાર્ટ , વિવિધ રાજ્યના તથા દેશના નકશાઓ ,પક્ષીના ચિત્ર ,ઋતુ અને હવામાન અંગે જાણકારી ,માણસના વિવિધ અંગ,ચારેય દિશા અને ખૂણા નું ચિત્ર ,વિવિધ ફૂલો તથાશાકભાજીના ચિત્ર,વિવિધ દેશના નામ સાથે રાષ્ટ્રધ્વજ ,ભૂમિતિના આકારો ,કાર્ટૂન ચિત્ર , વાર અને મહિનાની સમજ આપતા પોસ્ટર વગેરે લગાડવામાં આવે છે.

    • એક શાળામાં પ્રજ્ઞાવર્ગ ધોરણ ૧ અને ૨ ના બાળકો પોતાની ચોપડી સરળતાથી ઓળખી શકે તે હેતુથી વર્ગખંડની અંદર જ એક નાનો કબાટ બનાવેલ છે જેમાં બાળકોની ચોપડીઓ પર જે બાળકની ચોપડી હોય તેનો કોમ્પુટરમાં બનાવેલ ફોટો લગાવવામાં આવ્યો છે,જેથી બાળક પોતાની જાતે ફોટો ઓળખીને પોતાની ચોપડી લે છે અને ઉપયોગ કાર્ય પછી પોતાની જાતે કબાટમાં મુકે છે.(દરજી કિરણભાઈ-કચ્છ)

    • ધોરણ ૧ થી ૪ બાળકો અંગ્રેજીના સ્પેલિંગ સરળતાથી શીખે તે હેતુથી શાળાના વર્ગખંડમાં આવેલી જેટલી પણ વસ્તુ છે તેની બાજુમાં તેનો સ્પેલિંગ , ઉચ્ચારણ અને તેનો અર્થ લખવામાં આવ્યો છે . બાળક સતત આ સ્પેલિંગ , ઉચ્ચાર અને અર્થ જોતો હોવાથી સરળતાથી યાદ રાખતા થયા છે.(નાયી નીરજકુમાર-સાબરકાંઠા,સેવક્ભાઈ ચૌધરી-વડોદરા)

    • બાળકોને કાર્ટૂન બહુ ગમતા હોય છે આથી એક શાળામાં કાર્ટુન થીમ સાથે લગાવેલ ચાર્ટ ક્રાફ્ટમાં મૂળાક્ષરો ,અંકો ,ગાણિતિક સુત્રો ,અંગ્રેજીના સ્પેલિંગ વગેરે લખવામાં આવે છે અને બાળકો દ્વારા સતત આ પુનરાવર્તન થવાથી સરળતાથી યાદ રાખતા થયા છે .(સુતરીયા નિધીબેન-અમરેલી,પટેલ ગૌરવભાઈ-રાજુલા,વ્યાસ કિરણભાઈ-મોરબી)

    • સુરતની એક શાળામાં બાળકો ટેકનોલોજીનો વાંચનમાં ભરપુર ઉપયોગ કરે તે હેતુથી શિક્ષકે લાયબ્રેરીની ડીજિટલ સ્વરૂપ આપ્યું છે. બાળકોને જરૂરી એવું વાંચન મટીરીઅલ જેમ કે સફારી ,બાળવાર્તા , પાઠ્યપુસ્તકો , પ્રેરણાત્મક પુસ્તકો ,જાણવા જેવું વગેરેનું પી.ડી.એફ. ફોર્મેટ તથા નોટપેડ અને વર્ડપેડ ફોર્મેટમાં રૂપાંતરિત કરીને કોમ્પુટરમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે.શાળામાં રીસેશના સમયે તથા દર શાળા સમય સિવાયના ફ્રી સમયમાં તેનો ઉપયોગ કરે છે.(રાખોલિયા હિતેશભાઈ-સુરત)

    • બાળકોમાં વાંચન ક્ષમતા વિકસે તે હેતુ થી એક શાળામાં વર્ગખંડોમાં જ ભાષાકોર્નર બનાવી દીધો.આ કોર્નેરમાં બાળકોને આકર્ષિત કરતા વાર્તાની ચોપડીઓ તથા કાર્ટૂનની ચોપડીઓ અંગ્રેજી ,ગુજરાતી અને હિન્દી ભાષામાં મુકવામાં આવી બાળકો આ કોર્નરમાંથી પોતાની જાતે જ જે પુસ્તક જોઇતું હોય તે લઈને વાંચતા હતા .આમ લાયબ્રેરીનો ઉપયોગ વર્ગખંડ માં થવા લાગ્યો અને બાળકો વાંચનમાં રૂચી દાખવવા લાગ્યા.(જાની નીતિનભાઈ-અમરેલી,પાવની વિઠ્ઠલદાસ-કચ્છ)