Discussion Forum Teacher
15-04-2016 : મજુરીકામ માટે ૬ થી ૭ મહિના માટે ગામ બહારથી આવતા કુટુંબના બાળકોના અભ્યાસ માટે આપની શાળા દ્વારા કોઈ નવીન પ્રવૃત્તિ કરવામાં આવેલ છે?તેની ટૂંકમાં માહિતી આપો.
તારણ:
- કુલ ૨૪૨ શિક્ષકે જવાબ આપેલ જેમાંથી ૧૮૫ શિક્ષક દ્વારા મજૂરીકામ માટે ૬ થી ૭ મહિના માટે બહાર ગામથી આવતા કુટુંબના બાળકોના અભ્યાસ માટે કંઇક ને કંઇક પ્રવૃત્તિ કરેલ છે.આ પ્રવૃતિનીચે મુજબ છે.
- શિક્ષક દ્વારા બહારગામથી મજૂરીકામ માટે આવેલ કુટુંબની વ્યક્તિગત મુલાકાત કરવામાં આવે છે અને તેમના બાળકનું નામ શાળામાં અભ્યાસ માટે નોંધણી કરવા આવે છે.
- માતા-પિતા મજૂરીકામ માટે ઘરે થી સવારના ગયા હોય તેથી ઘરની જવાબદારી અને ઘરકામ વિદ્યાર્થીની ઉપર આવે. આવી વિદ્યાર્થીનીઓને શાળાના શિક્ષક વ્યક્તિગત મુલાકાત લઈને તેમને શાળાએ થોડું મોડું થાય તો પણ શાળા એ આવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.જેથી ઘરકામ પણ પૂર્ણ થઈ જાય અને વિદ્યાર્થીનીનો અભ્યાસ અધુરો ના રહે.
- મંજૂર કુટુંબમાંથી આવતા બાળકના માતા-પિતા પાસે આર્થિક સ્થિતિ સારી ના હોવાથી તેઓ બાળકને શાળાએ જોઇતી વસ્તુ જેવી કે બેગ, ચોપડા, પેન, પેન્સિલ અને કપડા વગેરે આપી શકતા નથી.આ બાળકને શાળા પરિવાર તથા દાતા તરફથી તમામ સુવિધા આપવામાં આવે છે જેથી બાળક પોતાનો અભ્યાસ શરુ રાખી શકે.
- અમુક કુટુંબ ૬ થી ૭ મહિના અથવા તેના કરતા ઓછા સમય માટે મજૂરીકામ થી આવતા હોય છે, કામ પતી ગયા બાદ કોઈ બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે.આ પરિસ્થિતિમાં બાળકનો અભ્યાસ ગુંચવાય ના જાય તે હેતુથી શાળાના શિક્ષક દ્વારા જ બાળકને “માઈગ્રેશન સર્ટિફીકેટ” આપવામાં આવે છે તથા તે કુટુંબ જે ગામ જઈ રહ્યું છે, તે ગામની શાળાના શિક્ષકનો સંપર્ક કરીને બાળકનો શાળામાં પ્રવેશ કરાવી આપે છે.