Discussion Forum Teacher
15-05-2016 : જો આપે શાળાનું વાતાવરણ શિસ્તમય અને આનંદમય બની રેહ તે માટે કોઈ પ્રવુતિ કરી હોય તો ટૂંકમાં જણાવો.
તારણ:
- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર પણ આપેલ છે.
- “વિકાસ પેટી” અંતર્ગતબાળકોને શાળામાં કઈ વસ્તુની જરૂરિયાત છે અને તે વસ્તુ કઈ રીતે મેળવી શકાય.બીજુંશાળામાં કઈ સમસ્યા છે અને તેને કઈ રીતે દુર કરી શકાય તેની વિગત લખી ચીઠી વિકાસ પેટીમાં નાખવામાં આવે છે.નક્કી કરેલા સમયે વિકાસ પેટી ખોલીબાળકોની સમસ્યાનું સમાધાન અનેજરૂરિયાતનો વિચાર કરવામાં આવે છે.(પ્રવિણભાઈ વણકર-અમદાવાદ-9925483938)
- “વિષય મંડળ” અંતર્ગત શાળામાં દરેક વિષયના મંડળ બનાવવામાં આવ્યા છે.તેમાં શાળાના દરેક બાળકે કરેલ વિષય અનુસાર પ્રવુતિ વિષય મંડળમાં ફોટા સાથે મુકવામાં આવે છે.(જીતેન્દ્રભાઈ વાજા-ભાવનગર-9909398636)
- “દત્તક વૃક્ષ” અંતર્ગતશાળાના બાળકોના ગ્રુપમાં વૃક્ષની સારસંભાળની જવાબદારી સોપવામાં આવે છે.(તેજસભાઈ મહેતા-ગીર સોમનાથ-9429321524,કેતનકુમાર જોશી-વડોદરા-9909533950)
- “વિચારવૃક્ષ” કાર્યક્રમ અંતર્ગત શાળામાં બાળક અભિવ્યક્ત થાય એ હેતુથીબાળકના જીવનના કોઇપણ સારા નરસા અનુભવ થોડા શબ્દોમાં લખીને વિચારવૃક્ષ પર લગાડે છે.(જયદેવસિંહ ડોડિયા-બોટાદ-9879796545)
- “મારી શાળા સુંદર શાળા” પ્રોજેક્ટ અંતર્ગત બાળકો પોતાના બુટ-ચંપલ વર્ગની બહાર વ્યવસ્થિત મુકેઅને શાળાનું વાતાવરણ શિસ્તમય અને આનંદમય બની રહે તે માટે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. (અરવિંદભાઈ ભેડા-પોરબંદર-9725625147)
- શાળાના દરેક વર્ગમાં ફરિયાદ પેટી(ફરિયાદ સમિતિ) મુકવામાં આવી છે.દર શનિવારે બાળકોએ કરેલ ફરિયાદ ઉકેલવામાં આવે છે.(હિમાંશુભાઈ પોરિયા-પોરબંદર-9909954454,ખ્યાતિબેન રાવળ-ગાંધીનગર-9904480702)
- શાળાના મેદાનમાં નાના બાળકોને લઇજઈ બાળકોની સંખ્યા પ્રમાણેના ગ્રુપ બનાવીત્યારબાદ ગ્રુપમાં રહેલા દરેક બાળકોનેમેદાનમાં પડેલા નાના પત્થર કે કાંકરા વીણી લાવાનું કહેવું.મેદાનમાં જ મોટાઅક્ષરે અંકો કે મૂળાક્ષરો લખી આપવા.દરેક બાળકોના ગ્રુપ લખેલા એક એક મૂળાંક્ષરોકે અંકો પાસે બેસી જશે ને પોતે વીણેલા કાંકરા કે પથ્થરો તેના પર ગોઠવશે. આ રીતે બાળકો ગ્રુપમાં અને શિસ્તમયરીતે કામ કરતાં શીખે છે.( નિધિબેન સુતરીય-અમરેલી-9825542629)
- શાળામાંફુટબોલની રમતની જેમ બાળક જયારે ભુલ કરે ત્યારે યેલ્લો કે રેડ કાર્ડઆપી તેના આધારે તેને હકારાત્મક સજા કરવામાં આવે.(વિક્રમભાઈ ગઢવી-પોરબંદર-9723867000)