Discussion Forum Teacher
15-12-2015 : લાંબા સમયથી બાળકોનેજરૂરીસહાય મળે તેમજકોઈ અડચણ વગર તેઓ પોતાનોઅભ્યાસચાલુ રાખી શકે તે માટે શિક્ષક દ્રારા કરેલ પ્રવુતિની ટૂંકમાં માહિતી આપો.
તારણ:
- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ પણ આપેલ છે.
- શાળામાં આરોગ્ય કોર્નર રાખવામાં આવ્યું છે તેના દ્રારાબીમાર બાળકોની સારવાર કરવામાં આવે છે.-આંનદકુમાર ભુવા,જી.મોરબી
- બીમાર અને કુપોષિત બાળકોની શાળામાં નિયમિત તપાસ થાય છે.-વિનોદકુમાર હિરાણી,જી.બોટાદ
- આરોગ્યશાખામાં બાળકો અને વાલીઓનો સંપર્ક કરાવી બીમાર બાળકોની સારવાર કરવામાં આવે છે.સારવાર બાદ બીમાર બાળકોના અભ્યાસ માટે તે વિસ્તારના એસ.એમ.સી.સભ્યો દ્રારા તે વિસ્તારના ભણેલા યુવક કે યુવતી દ્રારા અભ્યાસ કરવામાં આવે છે.જૈલેશકુમાર સથવારા,જી.પાટણ
- શિક્ષકે બીમાર બાળકો શિક્ષણ સાથે જોડાયેલા રહે તે માટે શિક્ષણને લગતું ઓડીયો મટીરીયલ તૈયાર કર્યું છે.અને શાળાના હોશિયાર વિધાર્થીઓનું ગ્રુપ પણ બનાવેલ છે જે બીમાર બાળકને તેમના ઘરે જઈ ભણતરમાં મદદ કરે છે.-હિરલબેન ઠાકર,જી.ભાવનગર
- શિક્ષકે બીમાર બાળકો શિક્ષણ સાથે જોડાયેલા રહે તે માટેશાળાના હોશિયાર વિધાર્થીને તેની જવાબદારી સોપી અને શિક્ષકની મદદથી બાળકને અભ્યાસ કરવામાં આવતો.-નરેન્દ્રભાઈ ઠાકર,જી.ડાંગ
- શાળામાં બાળકોની નિયમિત આરોગ્ય ની ચકાસણી કરવામાં આવે છે.આયનની ગોળીઓ અઠવાડિયે એકવાર આપવામાં આવે છેતેમજ આખના નંબર ની તપાસ કરવામાં આવે છે.-વર્ષાબેન સોલંકી,જી.ખેડા
- વાલીસંપર્ક દ્રારા બાળકની ખબર સમયાંતરે મેળવવી.પાઠયપુસ્તક, શિષ્યવૃત્તિ, તેમજ અન્ય સરકારી સહાય આપવી.શાળા આરોગ્ય કાર્યક્રમમાં બાળકની તપાસ તથા મળવા પાત્ર સહાય અપાવવામાં સહાય કરવામાંઆવે છે.-સંદીપ પંડયા,જી.વડોદરા
- બીમાર બાળક શાળામાં લાંબા સમયથીગેરહાજર રહેતા કે શાળામાં અનિયમિત આવતા વિધાર્થીઓ ની જાણ એસ.એમ.સી સભ્યોને કરવામાંઆવેછે અને શાળા ના શિક્ષક અને સભ્યો સાથે મળીને વાલીને જાણ કરી તેની સારવારમાં મદદરૂપબને છે- મેહુલકુમાર પ્રજાપતિ,જી.મહેસાણા
- શિક્ષકે બીમાર બાળકો શિક્ષણ સાથે જોડાયેલા રહે તે માટે શાળાના હોશિયાર વિધાર્થીને તેની જવાબદારી સોપી અને શિક્ષકની મદદથી બાળકને અભ્યાસ કરવામાં આવતો.-ત્રિલોકભાઈ ગોહિલ,જી.જુનાગઢ
- બીમાર બાળકના ઘરે શાળાના શિક્ષકતે વિસ્તારના એસ.એમ.સી સભ્યસાથે બાળકના વાલી તેમજ બાળકનીમુલાકાત લે છે.શાળામાંથી બાળકને મળતી જરૂરી સહાય સત્વરે બાળકના એકાઊન્ટમાં જમા થાયછે.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા કરમસદ મેડિકલ હોસ્પિટલ દ્વારા મદદ મળે તે માટેશાળા દ્વારા પ્રયત્ન થાય છે.
- શાળાની એક બાળકીને લાંબા સમયથીવાલની બીમારી હતી.તેને સરકારશ્રીના શાળાઆરોગ્યકાર્યક્રમઅંતર્ગત ઓપરેશન સુધીની સારવાર અપાવવામાં સફળતા મેળવીછે.- ભગવાનજી કટેશીયા,જી-જામનગર