Discussion Forum Teacher

Discussion Forum Teacher

25-01-2016 : શુંતમે તમારી શાળામાં,શિક્ષણની દિશામાં પ્રથમ પગલી લેતા બાળક માટે રમતની સાથે શિક્ષણ આપવા માટે રમતની સાથે શિક્ષણ આપવા માટે કોઈ નવીન પ્રવૃત્તિ કરેલ હોય તો તેની ટૂંકમાં માહિતી આપો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ પણ આપેલ છે.
  • એકશિક્ષકે બાળકોને અંગ્રેજી વિષય શીખવવા માટે તેઓએ લાકડાના નાના ટુકડાકર્યા અને તેની ઉપર અંગ્રેજીના મૂળાક્ષરો કેપિટલ અને સ્મોલમાં લખવામાં આવ્યા વર્ગમાં શિક્ષક જે મૂળાક્ષર બ્લેકબોર્ડપર લખે અને બોલે તે બાળકો લાકડાના ટુકડા માંથી શોધે અને બોલીબતાવે.આ પ્રવૃત્તિ દ્વારા શિક્ષક બારાક્ષરી અને સ્પેલિંગ ની ગેમ પણ શીખવાડી.( વિનોદભાઈહીરાણી-બોટાદ)
  • ૧-૨ ધોરણમાં બાળકોનેગાણિતિક સંખ્યા સરળતાથી આવડે તે હેતુથી બાળકોને શાળાના મેદાનમાં વૃક્ષ નીચે લખોટી,પથ્થર,બંગડીનાતૂટેલા કાચ,કચૂકા અને સરોઠીના બી ની મદદ લઇ બાળકોને જૂથ બનાવવાનું શીખવાડીને બાળકોને સંખ્યા સરળતાથી શીખવાડી શક્યા.(ભરતભાઈ જોષી-રાણાવાવ)
  • બાળકોને દિશા વિશે માહિતગાર થાય તે હેતુથી એક શિક્ષકે ઓરડાનાઆઠે દિશાના ખૂણામાં કઇંક ને કઇંક વસ્તુ છુપાવી તે ગોતવાની રમત બાળકોને રમાડી .આ રમતમાં બાળકોને ખાલી દિશાના નામઆપી વસ્તુગોતવાનું કહેવામાં આવ્યું અને બાળકો દિશા પ્રમાણે વસ્તુ ગોતીને શિક્ષકને આપે છે અને દિશા વિશે માહિતગાર થાય છે(નિશિતાબેનભટ્ટ-કચ્છ)
  • એકશિક્ષકેધોરણ-૧ ના બાળકોને અંક સંખ્યા શીખવાડવા માટે અંકના કાર્ડ બનાવ્યા આ કાર્ડ બાળકો પોતાના ગાળામાં આખો દિવસ પહેરી રાખે છે ,શિક્ષક બાળકોને જે કાર્ડ આપે છે તેનાથી બાળકો ક્રમશ બેસવા,રમત રમવા,પાણી પીવા અને રિશેષમાં રજા મેળવવા બાબત સુધી ઉપયોગ કરે છે તથા આ કાર્ડ બીજા દિવસે બીજા બાળક સાથે બદલી નાખવામાં આવે છે.(ઘનશ્યામભાઈપટેલ-સુરેન્દ્રનગર, જીગ્નેશભાઈશ્રીમાળી-અમદાવાદ)
  • શાળામાંનવા આવતા બાળકોને સરળતાથી શાળાના વાતાવરણમાંહળીભળી શકે અને સાથે સાથે ગણિત વિષયમાં અંક શીખવાડવા માટે એક શિક્ષક દ્વારા પ્રવૃત્તિ કરી જેમાં જે બાળકને જેટલા અંક આવડે એટલા હીંચકાખાવાના.આપ્રવૃતિથી વધુ હીંચકા ખાવાનામોહમાં બાળકો વધુ ઝડપથી અંક શીખ્યા.(સુનીલભાઈ બારોટ-નડિયાદ)
  • ધોરણ ૧ અને ૨ના નવા બાળકોને શાળામાં રસપૂર્વક આવતા થાય તે માટે શિક્ષક દ્વારા બાળકોને ગમતી રમતો જેવીકે સાપસીડી, ગીલીદંડો,પકડદાવ, બરફ-પાણી જેવી રમતો તથા બાળકોને ગમતા બાળગીતો જુથમાં ગવડાવે છે જેથી બાળકો ગીત દ્વારા શબ્દનો ઉચ્ચારણ બરાબર કરી શકે.( ચંદુલાલરાઠોડ-જામખંભાળીયા)
  • બાળકોનેઆકારઆવડેતેમાટેવર્ગખંડના ફ્લોર પર ચોરસ,લંબચોરસ,ત્રિકોણ,ગોળ સર્કલ વગેરે આકાર દોરવામાં આવ્યા છે , બાળકોને નાના નાના રંગીન પથ્થર આપીને આકાર દોર્યો હોય એ પ્રમાણેગોઠવવા માટે કહેવામાં આવે છે રંગીન પથ્થર હોવાથી બાળકો હોશભેર પથ્થર ગોઠવવાનીઆ પ્રવૃત્તિ કરે છે.(જયેશભાઈ માંડવીયા-અમરેલી)