Discussion Forum Teacher

Discussion Forum Teacher

25-02-2016 : આપની શાળાના વિદ્યાર્થીઓ જયારે ઉચ્ચ અભ્યાસ કરવા માટે શાળા છોડીને જતા હોય છે ત્યારે વિદ્યાર્થી દ્વારા શાળામાં આપવામાં આવતી “સ્મૃતિ ભેટ” માટે તમે કોઈ નવીન પ્રવૃત્તિ કરવામાં આવે છે? ટૂંકમાં જણાવો?



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ પણ આપેલ છે.
  • એક શાળામાં ધોરણ ૮ ના બાળકો વિદાય લેતી સમયે બાળકોના હાથે વૃક્ષારોપણ કરવામાં આવે છે.આ પ્રવૃત્તિમાં એક બાળક દીઠ એક વૃક્ષ શાળાના મેદાનમાં તથા ગામની આસપાસ રોપવામાં આવે છે અને તેની પછીના નાના ધોરણ ના બાળકો તે વૃક્ષનું જતન કરવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે.( અમિતભાઈ સોની -મહેસાણા, મુકેશભાઈ ચૌધરી -ડાંગ)
  • ધોરણ ૮ ના વિદાય સંભારંભ વખતે બાળકો વર્ગખંડ માંથી શાળા માટે ફંડ ભેગો કરીને શાળાને વિજ્ઞાનની કીટ, મ્યુઝીક ની કીટ, ટેબલ, તિજોરી વગેરે ભેટ આપે છે. (રજનીકાંતભાઈ પટેલ –બનાસકાંઠા, હરિસિંહ ચાવડા -ખેડા)
  • એક શાળામાં નાના ધોરણમાં અભ્યાસ કરતાઆર્થિકસ્થિતિ સારી ના હોય તેવા વિદ્યાર્થીને અભ્યાસમાં મદદરૂપ થવા માટે શાળામાંથી વિદાય લેતા વિદ્યાર્થીઓ ફંડ ભેગો કરીને તેમાંથી નોટબૂક,પેન્સિલ,રબર,કંપાસ વગેરે લઇને નબળી સ્થિતિવાળા વિદ્યાર્થીને આપવામાં આવે છે.( ૠષિતકુમાર ધુલશિયા-જુનાગઢ, ભાવેશભાઈ પંડ્યા મહેસાણા)
  • એક શાળામાં ત્રણ પેટી મુકવામાં આવી છે જેમાં અ)મારે કંઇક કહેવું છે. બ) મારે કંઇક જોઈએ છે. ક)મારે કંઇક આપવું છે. આમ જે વિદ્યાર્થીની જે પ્રમાણેની જરૂરિયાત હોય અથવાતો આપવાની ઈચ્છા હોય તે વિદ્યાર્થી ચિઠ્ઠીમાં લખીને પેટીમાં નાખી દે અને દર શનિવારે આ પેટી ખોલવા આવે અને જે વિદ્યાર્થીની જે જરૂરિયાત હોય એ સંતોષવામાં આવે. આ ઉપરાંત ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેમને પોતાના ચોપડા, પાઠ્યપુસ્તક તથા પોતાનો ડ્રેસ આપવાનો હોય તે શાળામાં જમા કરાવે અને આ વસ્તુ શાળામાં જે વિદ્યાર્થી નબળી આર્થિકપરિસ્થિતિમાં થી આવતો હોય તેને આપવામાં આવે છે.(લક્ષ્મણભાઈ ચૌહાણ –પાટણ)
  • એક શાળામાં ધોરણ ૮ માંથી ઉચ્ચ અભ્યાસ બીજી શાળામાં કરતા હોય પણ ગામમાં જ રહીને કરતા હોય તેવા વિદ્યાર્થીઓ નાના ધોરણના અભ્યાસમાં નબળા બાળકોને દત્તક લે છે અને તેમને શાળા સમયબાદ અભ્યાસ કરાવે છે.( કમલેશભાઈ લીલા -રાજકોટ)