Discussion Forum Teacher
01-12-2014 : વિદ્યાર્થીઓની સામેલગીરી વધારીને શાળાના પુસ્તકાલયને પુનઃજીવીત કરવું.
તારણ:
- શાળામાં વાંચન માટેના વાતાવરણનું નિર્માણ કરવા વાંચનને અન્ય અભ્યાસિક પ્રવૃતિઓ સાથે જોડો અને બાળકોને એવી પ્રવૃતિઓ અને પ્રોજેક્ટ આપો જેમાં તેમને પુસ્તકાલય માંથી સાહિત્યનો ઉપયોગ કરવાની જરૂર પડે.
- વિદ્યાર્થીઓને વાંચનનું મહત્વ સમજાવો અને સમાચારપત્રો.લઘુકથાઓ, કોમિક્સ, નવલકથાઓ વગેરે જેવી વાંચન સામગ્રીથી તેમને વાકેફ કરો.
- પ્રાર્થનાસભા દરમ્યાન વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ તથ્યો કહેવા પુસ્તકાલયના પુસ્તકોનો ઉપયોગ કરો.
- થોડા સમય પછી આ પ્રવૃતી ચાલુ રાખવા માટે વિધાર્થીઓને આ જવાબદારી સોપી દ્યો. જરૂરી માહિતી એકઠી કરવા માટે ચોપડીઓ, સામયિકો, વર્તમાનપત્રોનો કેવી રીતે ઉપયોગ કરવો તે વિષે માર્ગદર્શન આપો.
- વિજ્ઞાન અને ગણિતના વિષય માટે અલગ પુસ્તકાલય બનાવવા મુખ્ય પુસ્તકાલય માંથી ગણિત અને વિજ્ઞાન વિષયના પુસ્તકો અલગ તારવવા માટે વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરો .
- કક્ષા ૮ ના વિદ્યાર્થીઓ માંથી એક જૂથ તૈયાર કરો અને તેને પુસ્તકાલયનું વ્યવસ્થાપન સોંપો.
- પુસ્તક વાંચીને પુસ્તક વિશેની વિવિધ વિગતો જેવી કે તેનું નામ, લેખકનું નામ અને પુસ્તક વિશે નો ટૂંકસાર લખવાનું વિધાર્થીઓને કહો.
- વિધાર્થીઓને સહુથી વધારે ગમતા ૧૦ પુસ્તકોની યાદી તેમની નોટબુકમાં તૈયાર કરવાનું કહો.
- વિધાર્થીઓને વિવિધ પ્રાણીઓ અને સજીવો પર જાણકારો એકત્ર કરવાનો અન્ય પ્રોજેક્ટ સોંપો.