Discussion Forum Teacher

Discussion Forum Teacher

05-06-2016 : શુંઆપેઆપની શાળામાં બાળકોનીશૈક્ષણિક ગુણવતા મુલ્યાંકન માટે કોઈ નવીનપ્રવુતિ કરેલ છે. જોહા, તો તે નવીનપ્રવુતિની વિગત અને એનું પરિણામ શું જોવા મળ્યું તે ટૂંકમાં જણાવો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનંં નામ અને મોબાઈલ નંબર પણ આપેલ છે.
  • ૩૦૪શિક્ષકે આપેલા જવાબ માંથી ૨૩૭ શિક્ષકે શાળામાં બાળકોનીશૈક્ષણિક ગુણવતા મુલ્યાંકન માટે નવીનપ્રવુતિ કરેલ છે. બાકીના શિક્ષકે શાળામાં બાળકોનીશૈક્ષણિક ગુણવતા મુલ્યાંકન માટે કોઈ નવીનપ્રવુતિ કરેલ નથી.
  • " ચાણક્ય ઇનોવેશન એકેડમી" એવુંગ્રૂપ બનાવ્યું જે અંતર્ગત બધા શિક્ષકો સાથે મળી સમસ્યાઓના સમાધાન મેળવીએ છીએસતત મૂલ્યાંકન કરવાથી શાળાના બાળકોની ગુણવતામા સુધારો જોવા મળે છે. વર્ષ દરમિયાન એકમટેસ્ટ લેવામાં આવે છે અને તમામ ટેસ્ટનો સંગ્રહ કરી તેના પર ચર્ચા કરવામાં આવે છે. (દેવાંગીબેન બારૈયા-જામનગર-9429272564)
  • શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યના મૂલ્યાંકન માટે અમુકવિષયના સમગ્ર એકમના તમામ મુદ્દાઓને આવરી લેતી મલ્ટિમિડિયા ફ્લેશ યુનિટ ક્વિઝનુંનિર્માણ કરાયુ છે, જેથી બાળકો રિસેષના સમય દરમિયાન કમ્પ્યુટર પર બેસીને પોતાની મેળે અભ્યાસ, મૂલ્યાંકન તેમજ ઉપચારાત્મક એમ ત્રણેય કાર્ય એકસાથે કરેછે. (પંકજભાઈ પરમાર-જામનગર-9978457656)
  • ન્યુઝપેપર અથવા મેગેઝીનમાંઆવતી શૈક્ષણિક માહિતીનેએકમ સંદર્ભે પૂરક સાહિત્યતરીકે ઉપયોગ કરવાની સમજ આપાવામાં આવી તેથી બાળકો એકમ સંદર્ભે પૂરક સાહિત્ય જાતે શોધતા થયા. (મનિષકુમાર સુથાર-ખેડા-9099172177)
  • કોઈ પણ વિષયનાઅઘરા મુદા સમજાવવા માટે પ્રશ્નોત્તરીને સાપ-સીડી સ્વરૂપે બનાવવી બીજા અને એકમને ઊભી-આડી ચાવીમાં ગોઠવવી...જેવી રમતો બનવાની વર્ગમાં રમાડવામાં આવે છે.તેથી બાળક સરળતાથી અને થોડા સમયમાં સમજાવી શકાય છે.(પ્રણાલીબેનમહેશ્વરી-અમદાવાદ-9429606070),(ચેતનાબેન પટેલ-અમદાવાદ-9998967213)
  • શાળામાંદર મહીને એસ.એમ.સી. સભ્ય અનેવાલીની હાજરીમાં ધોરણ પ્રમાણે અને જનરલ નોલેજના આધારે ઓનલાઈન-ઓફલાઈનકવીઝનું ત્રણ સ્તરે આયોજન કરવામાં આવે છે. આના પરિણામે બાળકો અને વાલીઓ શિક્ષણ પ્રત્યે જાગૃત થયા. (વિજયસિંહ રાઠોડ-કચ્છ-9427384547),(પ્રવિણભાઈ ઠાકોર-પાટણ-9016933048)
  • શાળામાં એકમ શીખવ્યા બાદ ચર્ચા અને એકમ અનુરૂપ લેખન કરાવવામાં આવે છે.બીજા દિવસે બાળકોની મૌખિક કસોટીનું આયોજન કરવામાં આવે છે.તેથી બાળકો લાંબો સમય યાદ રાખતાથયા અને બાળકોના અક્ષરો પણ સુધર્યા. (ચિરાગકુમાર પટેલ-પંચમહાલ-9427657144)