Discussion Forum Teacher
05-07-2016 : તારીખ ૨૫ જૂન ૨૦૧૬ ના રોજ શાળાને લગતી સમસ્યાઓનો પ્રશ્ન પુછવામાં આવેલ હતો. તે અંતર્ગત શિક્ષકો દ્વારા જણાવવામાં આવેલ સમસ્યાઓમાંથી મુખ્ય અને સૌથી વધુ શાળામાં જોવા મળતી સમસ્યા છે કેશાળાના ઘણા પ્રયત્નો છતાં મોટા પ્રમાણમાં બાળકોની શાળામાં અનિયમિત રહે છે.
તારણ:
- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર પણ આપેલ છે.
- “વાલી સેતુ પત્ર” અંતર્ગત વાલીઓ શાળામાં નિયમિત મુલાકાત લે છે અને નિયમિત શાળાએ આવનાર વિધાર્થીને પ્રોત્સાહન આપવામાં આવે છે.(તેજાભાઈ પ્રજાપતિ-બનાસકાંઠા-9898901845)
- “કલાસ રત્ન પ્રોજેક્ટ”,”ગોલ્ડન કલાસ ઓફ ધ સ્કુલ” અંતર્ગત એક મહિનામાં નિયમિત આવનાર વિધાર્થીનું શાળા,એસ.એમ.સી. અને ગામલોકોની હાજરીમાં સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવે છે.(ચિરાલબેન સુથાર-સાબરકાંઠા-9909526137),(વિજયભાઈ બંભાણીયા-ભાવનગર-9913992930)
- શાળામાં વર્ષ દરમિયાન નિયમિત રહેનાર વિધાર્થીને “સ્ટુડન્ટ ઓફ ધ યર” જાહેર કરી પ્રમાણપત્ર આપવામાં આવે છે.(અશ્વિનકુમાર પટેલ-બનાસકાંઠા-9925318410),(પરેશભાઈ ઠાકોર-અમદાવાદ-8347741969)(કેયુરભાઈ ડોડીયા-રાજકોટ-9725319802)
- " મારી હાજરી મારા હાથે " અંતર્ગત બાળકો અલાયદા ફોરમેટમાં પોતાની દૈનિક હાજરી પૂરે અને માસને અંતે ૧૦૦% હાજરી આપનાર બાળકને પ્રાર્થનાસભામાં ઈનામ આપી સન્માન કરવામાં આવે છે.(રમેશચંદ્રભાઈ પટેલ-ભરૂચ-9426859056)
- “વર્ગ એજ સ્વર્ગ” અંતર્ગત વર્ગખંડ શૈક્ષણિક અને ભૌતિક સુવિધા યુકત બનાવવામાં આવ્યો તેથી બાળકોનો ગમતો વર્ગખંડ બનવાથી તેવો શાળામાં નિયમિત થયા. (મુકેશકુમાર પઢીયાર-બોટાદ-9601288601)
- “અધુરી વાર્તા” અંતર્ગત શાળામાં દર બે દિવસે મુલ્યશિક્ષણનો સમાવેશ કરી એક વાર્તા કહેવામાં આવે છે.પહેલા દિવસની અધુરી વાર્તા બીજા દિવસે પૂરી કરવામાં આવે છે.બાળકો રસપ્રદ વાર્તા સાંભળવા માટે નિયમિત શાળાએ આવતા થયા.(ભાવિકભાઈ ગુરુબક્ષાણી-ગાંધીનગર-8511047846)
- “પ્રવૃતિ મંચ”, “પપેટ શો” કાર્યક્રમ અંતર્ગત જેમા પ્રાર્થના કાર્યક્રમથી માંડીને શાળા સમય પૂરો થાય ત્યાં સુધી કંઇ કંઇ પ્રવૃતિ કરાવી શકાય તેનુ આયોજન કરેલ છે.તેમાં ગણિતમાં ચતૂષ્કોણનાં પ્રકારો,સ્થાનકિંમત વગેરે મેદાની રમતથી,વ્યાજનાં દાખલા બેંક મુલાકાત દ્રારા,નફો-ખોટ રામહાટ દ્રારા,સાપસીડીની રમતથી સરવાળા બાદબાકી શીખવાડાય છે.સામાજિક વિજ્ઞાન e -news દ્રારા,વિજ્ઞાન ટેકનોલોજી પ્રયોગો દ્રારા,પ્રજ્ઞાની વિવિધ સપ્તરંગી પ્રવૃતિ art n craft કોર્નર દ્રારા તેમજ વિવિધ બાલરમતો રમાડવામાં આવે છે.આ કારણે બાળકો શાળા નિયમિત થયા.(ગૌરવભાઈ પટેલ-અમરેલી-9727571009),(નિધિબેન સુતરીયા-અમરેલી-9825542629), .(અનિતાબેન પટેલ-પાટણ -9925010752)