Discussion Forum Teacher
15-06-2016 : આપતથાઆપની શાળાનાએસ.એમ.સી સભ્યોએ શાળામાં લોકભાગીદારી અને લોકોની શિક્ષણ પ્રત્યેની જાગૃતિ માટે કેવા પ્રયત્નો કરેલ છે? તેનું શું પરિણામ જોવા મળ્યું.
તારણ:
- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનંં નામ અને મોબાઈલ નંબર પણ આપેલ છે.
- “લક્ષ્મી બાલિકા મંડળ” અંતર્ગત લોકભાગીદારી દ્વારાનાણા એકઠા કરી આર્થિકરીતે નબળા બાળકોનેપ્રાથમિક પછી આગળ અભ્યાસ કરવા માટે આર્થિક સહાય કરવામાં આવે છે.(વિનોદભાઈ હિરાણી-બોટાદ-9879242828)
- “શેરી પ્રાર્થના" અંતર્ગત ગેરહાજર અથવા અનિયમિત વિધાર્થીના ફળિયા અથવા શેરીમાં પ્રાર્થનાનું આયોજન કરવામાં આવે છે.વાલીઓને પણ પ્રાર્થનામાં આમંત્રણ આપી ગેરહાજર અથવા અનિયમિત વિધાર્થી ની સમસ્યાનું લોકભાગીદારી દ્વારાસમાધાન કરવામાં આવે છે. (મુકુંદભાઈઠાકર-અમરેલી-9429223303)
- “વાંચે ગુજરાત” અંતર્ગત 3000 પુસ્તકોનો ઝોલા પુસ્તકાલય દ્રારા શાળા સમય બાદ બે-મોટા થેલામાં વિવિધ વિષયોને લગતા પુસ્તકો ભરીને ગામ વચ્ચેપાથરણું પાથરી તેમાં પુસ્તકો પાથરી અને લોકોને રસ પડે તે વિષયનું પુસ્તક ગામલોકોને વિના મૂલ્યેવાંચવા આપવામાં આવેછે.વાંચકનું નામ ટેલિફોન નંબરની નોંધ કરી બીજા અઠવાડીએ તે વાચકના ઘરે પહોંચીવાંચવા આપેલું પુસ્તક પરત મેળવી અને બીજું પુસ્તક વાંચવા જોઇતું હોય તો તેઆપવામાં આવે છે. આ પ્રવુતિ દ્રારા ગામલોકોની શિક્ષણઅને શાળા પ્રત્યે જાગૃતતામાં વધારો થયો. (અતુલકુમાર રામાનુજ-સુરેન્દ્રનગર-9979497014)
- " આજ આનંદ મારે આંગણે રે લોલ" અંતર્ગત જે બાળક ના ઘરેઆનંદ નો પ્રસંગ આવ્યો હોય ત્યારે તેમના વાલીને શાળામાં પ્રાર્થના સભામાં બોલવા માટે આમંત્રિત કરવામાં આવે છે.વાલી પોતાના અનુભવ અને આર્થિક યોગદાન આપી શાળામાં પોતાની ભાગીદારી નોધાવે. (લખનભાઈ જોશી-ભાવનગર-9428182365)
- બાળ સૈનિક દળ,ગામના યુવાનો માટે યુવાકેન્દ્ર અને બાળકો માટે બાળકેન્દ્ર જેવી વિવિધ પ્રવુતિ દ્રારા ગામ લોકોની શાળામાં ભાગીદારી વધારી શાળા અને ગામમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા વધારી. (વિનોદસિંહ ચૌહાણ-ભાવનગર-9586103995)
- લોકભાગીદારીદ્રારા શાળાના બાળકો માટે પ્રવાસ ફંડ અને રમતગમત ફંડ મેળવી બાળકોને શૈક્ષણિક પ્રવાસ અને બાળકો રમતગમત ક્ષેત્રેઆગળ વધે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.(મનસુખભાઈ પ્રજાપતિ-આંણદ-8128689504)
- શાળામાં મહિનામાં એક દિવસ વાલીઓને બોલાવી તેમના બાળકોની શૈક્ષણિક પ્રગતિ અનેશાળામાંથયેલપ્રવુતિમાંબાળકોની ભાગીદારી જણાવી વાલીઓના અભિપ્રાય લેવામાં આવે છે.(કૌમિકકુમાર પટેલ-મહેસાણા-9427546775)