Discussion Forum Teacher

Discussion Forum Teacher

15-07-2016 : તારીખ ૨૫ જૂન ૨૦૧૬ ના રોજ શાળાને લગતી સમસ્યાઓનો પ્રશ્ન પુછવામાં આવેલ હતો. તે અંતર્ગત શિક્ષકો દ્વારા જણાવવામાં આવેલ સમસ્યાઓમાંથી મુખ્ય અને સૌથી વધુ શાળામાં જોવા મળતી સમસ્યા છે કે, બાળકોની શિક્ષણ પ્રત્યે અરૂચી,ગૃહકાર્યમાં અનિયમિતતા અને અઘરા મુદ્દા લાંબા સમય સુધી યાદ રાખવામાં મુશ્કેલી અનુભવે છે.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર પણ આપેલ છે.
  • વિધાર્થીના ગ્રુપ બનાવી શૈક્ષણિક મુદ્દા પર ચર્ચા-વિચારણા કરવાથી બાળકોને લાંબા સમય સુધી યાદ રહે અને શિક્ષણ પ્રત્યે રૂચીજળવાય રહે છે.(અલ્પેશભાઈચોહાણ-ભાવનગર-9714885579),(કિશોરભાઈ શેલડીયા-રાજકોટ-9429043627)
  • “સહાયજૂથ” અંતર્ગત વર્ગનાશૈક્ષણિક આધાર પર હોશિયાર અને નબળા સહાયજૂથોની રચના કરી. હોશિયાર બાળકોને નબળા બાળકોની જવાબદારી સોપી બાળકોની શિક્ષણ પ્રત્યે અરૂચી દુર કરી.(જયેશભાઈ પટેલ-અરવલ્લી-9638649495)
  • “બાળકોને ઓછુ લખો પણ સારું લખો” અંતર્ગતથોડુ ગૃહકાર્ય આપવામાં આવતુ હોવાથી બાળકો હોંશભેર ગૃહકાર્ય લાવતા.અને સારુ લખાણ લખનારની બુકમાં ખુબ સરસ, સરસ,સારું લખીઅને હસતો ડાગલો દોરી આપતા હોવાથી તેમાં પણ સ્પર્ધા જોવા મળે છે.( વિજયભાઈ ગોંડલીયા-અમરેલી-9725571955),(નિધિ મહેશભાઈ સુતરીયા-અમરેલી-9825542629)
  • શાળામાં બાળકોની શૈક્ષણિક ક્ષમતાને આધારે A,B,C ગ્રેડ આપ્યા. રોજ બાળકો ને ગ્રેડ ની ક્ષમતાને આધારે ગૃહકાર્ય આપવાની શરૂઆત કરી તેથીમોટાભાગના બાળકો ગૃહકાર્ય લાવતા થયા.(લખનભાઈજોષી-ભાવનગર-9428182365),(રાજેન્દ્રકુમાર પંડ્યા-ભાવનગર-9427560503)
  • શાળામાં શિક્ષક દ્વારાભણાવતી વખતે સ્થાનિક ઉદાહરણો આવરીનેતેનું મહત્વ સમજાવ્યું. સ્થાનિક વિસ્તારનાં ઉદાહરણો બળકોએ જાતે જોઇ અનુભવેલાં હોવાથી વધુ અસરકારક નિવડે છે.(હાર્દિકભાઈ શર્મા-ખેડા-8140745121)
  • શાળામાંકાર્ડ પેપર ઉપર દરેક વિધાર્થીના નામ,તારીખ અને વાર મુજબ ખાના પાડી લેશનનો ચાર્ટ બનાવાવવામાં આવ્યો.ગૃહકાર્ય લાવનાર વિધાર્થીના ચાર્ટ પર લાલ ચાંદલો લગાડવામાં આવતો. જે બાળક ને વધું ચાંદલા થયા હોય તેમને હસતા બાળકનો મોટો બિલ્લો શર્ટ પર લગાવી તેમનું સન્માન કરવામાં આવતું.બાળકો વચ્ચે સ્પર્ધા થઇ અને નિયમિત ગૃહકાર્ય લાવતા થયા.(અતુલકુમાર રામાનુજ-સુરેન્દ્રનગર-9979497014)
  • “મારીનોંધ” અંતર્ગત શૈક્ષણિક મુદ્દા આવરીને સુપર સેવન પોઈન્ટ બાળકોને લખાવવામાં આવે છે.આ પોઈન્ટ ના આધારે દર અઠવાડિયે કસોટી લેવામાં આવે છે.નંબરલાવનાર વિધાર્થીને પ્રોત્સાહિત કરવામાં આવે છે.બાળકો વચ્ચે સ્પર્ધા થતા બાળકો શિક્ષણ પ્રત્યે રસ લેતા થયા.(પારસભાઈ દવે-કચ્છ-9099926324)