Discussion Forum Teacher
05-10-2016 : તારીખ ૨૫ જૂન ૨૦૧૬ ના રોજ શાળાને લગતી સમસ્યાઓનો પ્રશ્ન પુછવામાં આવેલ હતો. તે અંતર્ગત શિક્ષકો દ્વારા જણાવવામાં આવેલ સમસ્યાઓમાંથીનવમાં(અ) ક્રમનીમુખ્ય અને સૌથી વધુ શાળામાં જોવા મળતી સમસ્યા છે કે, શાળામાં બાળકોને ગણિત અથવાગણિત વિષયના અમુક મુદ્દા સમજવા અઘરા પડે છે.
તારણ:
- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર પણ આપેલ છે.
- ધોરણ ૬ ના બાળકોને નોફો-ખોટ શીખવવા માટે શાળામાં “સબ્જીમંડી” બનાવવામાં આવી હતી.દરેક બાળકો નક્કી થયા પ્રમાણે વેપારી અને ગ્રાહક બની નફો-ખોટ શીખ્યા.(બકીમચંદ્રભાઈ ભટ્ટ-જામનગર-9824115206)
- “ભૌમિતિક લેપટોપ” શાળામાં રૂ.૮૫૦ ના ખર્ચે ભૌમિતિક લેપટોપ બનાવવામાં આવ્યું છે.તેમાં ધોરણ ૩ થી ૮ ના બાળકોશિક્ષકની હાજરી અથવા ગેરહાજરીમા સરળતાથી ભૂમિતિશીખી શકે છે.ભૌમિતિક લેપટોપમાં રેડિયો પણ બાળકો સંભાળી શકે છે.(સેવકભાઈ ચૌધરી-વડોદરા-7874063646)
- “ગણિત કોર્નર” ધોરણ-3 થી જ એ પદ્ધતિ અપનાવી જેમાં બાળકોને શાળામાં અથવા તો નવરાશના સમયમાં એકમ અનુસંધાને રકમ અંગેના બોક્ષ તૈયાર કર્યાં જેમાં બાળકોને ન આવડતું શીખવી વધુ મહાવરા માટે જાતે જ એ એકમના બોક્ષમાંથી અનેક રકમની નાની-નાની ચિઠ્ઠી લઇ જાતે જ એની રફનોટમાં રકમ નોંધી વધુ મહાવરો કરી અઘરાં મુદ્દાને સરળ જાતે જ બનાવી શકે છે.(પટેલ ગૌરવભાઈ-અમરેલી-9727571009)
- શાળાના બાળકોને સંખ્યાજ્ઞાન, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર શીખવવા માટે ૪૯ પેજનુંGunotsav Math Practice Material વિકસાવાયું. જેમાં સ્ટેપ બાય સ્ટેપ વિદ્યાર્થીને જેટલું આવડતું હોય, તેનાથી આગળનાં પેજ આપીને સરળતાથી મહાવરો કરાવાતો.(પંકજભાઈ પરમાર-જામનગર-99784 57656) લિંક:www.pankajsid34.blogspot.com
- અમારી શાળામાં બાળકોને વદીવાળા દાખલા શિખવવામાં તકલીફ પડતી કે વદી કયાંથી લેવાની ને શા માટે લેવાની ? તેના જવાબમાં અમે ૧-૧રૂપિયાના સિક્કા લઈદાખલામાં જે રકમ આપી હોય તેટલા સિક્કાના જૂથો બનાવ્યા.એક જુથમાં ૧0 સિક્કા રાખ્યા. પછી એક છોકરાને વસ્તુ લેવા માટે ઉભો કર્યો તેને જે વસ્તુ ખરીદવી હતી તેની કિંમત કરતા તેની પાસે રૂપિયા ઓછા હતા માટે પાડોશી પાસે ઊછીના લેવા માટે સમજાવ્યું, તે વિદ્યાર્થી પાડોશી પાસે ઊછીના લેવા જાય છે પણ તેને ૧0 સિક્કાનુ આખુ જૂથ મળે છે ને મૂળ રકમમાં ભેળવી દેવાનુ કહેવામાં આવે છે,હવે પાડોશી પાસે એક રૂપિયો ઓછો નથી થતો પરંતુ ૧૦રૂપિયાનું એક જુથ ઓછું થાય છે એ સમજાવ્યું.(મકવાણા ભરતભાઈ-કચ્છ-94292 81448)
- ગણિતના અઘરા મુદાને સમજાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ અથવા(વિડીયોબતાવીને)બાળકો વચ્ચે ગણિત ગમ્મત ની સ્પર્ધા દ્વારા ગણિત શીખવાડી શકાય.(પ્રવિણકુમાર ભેસાણીયા-જુનાગઢ-9426775635)(રાવળ શ્રધાબેન-ભાવનગર-9638304001),(પ્રજ્ઞાબેન જોશી-પોરબંદર-9737904660)