Discussion Forum Teacher
15-10-2016 : તારીખ ૨૫ જૂન ૨૦૧૬ ના રોજ શાળાને લગતી સમસ્યાઓનો પ્રશ્ન પુછવામાં આવેલ હતો. તે અંતર્ગત શિક્ષકો દ્વારા જણાવવામાં આવેલ સમસ્યાઓમાંથીનવમાં(બ) ક્રમની મુખ્ય અને સૌથી વધુ શાળામાં જોવા મળતી સમસ્યા છે કે, શાળામાં બાળકોને વિજ્ઞાન અથવા વિજ્ઞાન વિષયના અમુક મુદ્દા સમજવા અઘરા પડે છે.
તારણ:
- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબનીસાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર પણ આપેલ છે.
- શાળાના ધોરણ ૬ થી ૮ ના બાળકોને વિજ્ઞાન વિષય શીખવવા માટે વિજ્ઞાન વિષયના દરેક મુદા પ્રમાણે પ્રયોગ કરી વિડિયોનું નિર્માણ કરવામાં આવ્યું. વિજ્ઞાન વિષયના દરેક પ્રકરણ સાથે એક યુનિટ ટેસ્ટ પીડીએફ અને એમપી૩ ફોરમેટમાં તૈયાર કરવામાં આવી છે.(ચંદનભાઈ રાઠોડ-દેવભૂમિ દ્વારકા-9998190662) youTube channel-www.youtube.com/c/VIGYANVISHWA1
- શાળામાં ગયા વર્ષે " વિજ્ઞાન વર્ષ "તરીકે ઉજવણી કરવામાં આવી તેમાં દર શનિવારે "સાયન્સ કલબ"માં બાળકોની જુદી જુદી ટીમ મારફત એકપ્રયોગ રજુ કરવામાં આવતો જેના પરીણામ સ્વરૂપ બાળકો ખુબ જ સરળતાથી વિજ્ઞાન વિષયના અઘરામુદાપ્રવુતિ દ્વારા શીખી શક્યા.(ભગવાનજી કટેશીયા-જામનગર-9925891560)
- વિજ્ઞાન વિષયમાં રુધિરાભિસરણ તંત્ર વિશે બાળકો સરળતાથી તેની રચનાઅને કાર્યને સમજી શકે તે માટે રુધિરાભિસરણ તંત્રનો વિડીયોનું નિદર્શન અનેરુધિરાભિસરણ તંત્ર ના વિવિધ અંગો હૃદય, ધમની, શિરા,ક્ષેપક, કરણક વિશેબાળકોની પાસે ચાર્ટ પેપર અને હૃદય નું મોડેલ તૈયાર કરી પ્રાર્થના સભામાં તેનાકાર્ય વિશે બોલવા માટેની તક આપવામાં આવી.(હરિસિંહ ચાવડા-ખેડા-9824701629)
- “ગણિત-વિજ્ઞાન મંડળ” ઉમરાળા તથા વલભીપુર તાલુકા શિક્ષકોએ મળીને ગણિત-વિજ્ઞાન મંડળબનાવાવાવમાં આવ્યું છે.. આ મંડળમાં દર મહિનાના પહેલા રવિવારે વિજ્ઞાનના બધા પ્રયોગો અને પ્રવૃતિકરાવવામાં આવી. તથા વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેન્ક બનાવી રસમય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે.(જિતેન્દ્રભાઈ કનેજિયા-ભાવનગર-9879356515)
- શાળામાં દર શનિવારે પ્રાર્થનાસભામાં બાળકોનેમુશ્કેલ લાગતા ધોરણ ૬ થી ૮ માંથી ૩ પ્રશ્નો અને ધોરણ ૪ અને ૫ માંથી ૨ પ્રશ્નોની શિક્ષકો અને બાળકો વચ્ચે ચર્ચા કરવામાં આવે છે. આ ચર્ચામાં ઉકેલાયેલા પ્રશ્નઅને જવાબ બાળકો નોંધે અને બાળકોને મુશ્કેલ લાગતા પ્રશ્નોનોનું નિરાકરણ મેળવે છે.(રમેશચંદ્ર પટેલ-ભરૂચ-9426859056)
- વર્ગ ખંડ માં અભ્યાસ દરમિયાન પ્રકરણ ૩ મા એસિડ,બેઇજ અને ક્ષાર માંવિદ્યાર્થીઓને એસીડ બેઇજ અને ક્ષારને ઓળખવામાં અને વર્ગીકરણમાં સમસ્યા હતી તેના માટે બાળકોનેલીટમસ પેપર, અમુક પદાર્થો ના સ્વાદ અને સ્પર્શ દ્વારા બાળકોને એસિડ,બેઇજ અને ક્ષારની માહિતી આપવામાં આવી.(અશ્વિનભાઈ પ્રજાપતિ-ગાંધીનગર-9724089181)