Discussion Forum Teacher
25-11-2016 : ઉમેદપુરા પ્રાથમિક શાળા, તાલુકો-વાવ, જીલ્લો-બનાસકાંઠા માં શાળા એમોડા આવનાર બાળકને કડવા લીમડાના બે થી ત્રણ પાન ખવડાવવાની સજા આપવામાં આવે છે.એક અઠવાડિયામાં જ સરસ પરિણામ જોવા મળ્યું, ૮૦% બાળકો નિયમિત આવતા થઇ ગયા.આ રીતેબાળકોના સ્વાસ્થયનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આપ શિક્ષક દ્વારા બાળકોનુંસ્વાસ્થયસારું રહે તે માટે કરેલ પ્રવુતિ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.
તારણ:
- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબની સાથે શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર પણ આપેલ છે.
- મારું સ્વાસ્થ્ય એ પરિવારની ખુશી અંતર્ગત બાળકોને પ્રાર્થનાસભામાં કોઈ એક ઔષધિ કે ઘરગથ્થું ઉપચાર સંદર્ભે શિક્ષકો દ્વારા અને બાળકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. બાળકોને શાળામાં આરોગ્ય અંતર્ગત માર્ગદર્શન આપવાથી તેમના પરિવારમાં કોઈ બીમાર પડે તો એ તાત્કાલિક ઘરગથ્થુ ઉપચાર કરી શકે છે(ગૌરવભાઈપટેલ-અમરેલી-9727571009)
- “તનતંદુરસ્તતો મન તંદુરસ્ત” પ્રોજેક્ટ અંતર્ગત શાળાના જ શિક્ષક દ્વારા ધોરણ ૨ થી ૮ ના દરેક બાળકને વર્ષ દરમિયાન શરીરની તંદુરસ્તી જળવાયતે માટે આઠ આસનોશીખવામાં આવે છે.આ બાળકધોરણ ૨ થી ૮ ભણી શાળામાં જય ત્યાં સુધી તેમને ૫૬ જેટલા આસનો શીખી જાયઅને બાળક તંદુરસ્ત રહે છે.(રાકેશભાઈ પટેલ-અમદાવાદ-9974853984)
- “દત્તકબાળક”અંતર્ગત શાળાના શિક્ષક દ્વારાઆર્થિક રીતે નબળા અસ્વસ્થ બાળકને દત્તક લઈ શિક્ષક દ્વારાઅથવા લોકસહકાર મેળવી બાળકની સારવાર કરાવવામાં આવે છે.(દીપિકાબેન વ્યાસ-ગાંધીનગર-9429061430)
- “એક ગ્લાસ દૂધ” પ્રોજેક્ટ અંતર્ગત તોરડા પ્રાથમિક શાળાના બાળકોને લોકસહયોગથી એક ગ્લાસ દુધ આપવામાં આવે છે. જેથી બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે છે.(જયેશભાઈપટેલ-અરવલ્લી-9638649495)
- હડમતીયા સી.આર.સી.ની પાંચ શાળાઓમાં બાળકોના સ્વાસ્થ્ય માટે ઋતુપ્રમાણે એક આયૉજન બનાવીશાળાના દરેક આચાર્ય શ્રી ને આપવામા આવ્યુ છે.જેમાં જુદા જુદા પર્ણ,કંદમૂળ,કઠોળ,ફ્ળ,શાકભાજી સી.આર.સી દ્વારા વાલી સમુદાય,એસ.એમ.સી પરિવાર કે કોઈ દાતાના સહયોગ દ્વારા આપવામાં આવે છે.(ગૌતમભાઈઇંદ્રોડીયા-રાજકોટ-9426516945)
- “આજ નો ડોક્ટર” અંતર્ગતશાળામાંનક્કી કરેલા દિવસે શાળાના બાળકો માંથી કોઈ એકનેબાળડોક્ટર બનાવવામાં આવે છે.આબાળ ડોક્ટરશિક્ષકોના સહકારથી સ્વસ્થ રેહવા માટે કેવો ખોરાક,કેટલો ખોરાક,કસરત,સુટેવો વગેરેની માહિતી આપી બાળકોને સ્વાથ્ય પ્રત્યે જાગૃત કરાય છે.(મયુરભાઈ આહીર-અમદાવાદ-9879200499)
- શાળામાં ધોરણ 5 થી 8 ના બાળકોને ઘરે ઘરે કચરા પેટી મુકાવી છેઅને તેનો ઉપયોગ બાળકો અને પરિવારના સભ્યો કરે તે માટે બાળકોને સમજાવવામાંઆવે છે.(ભાવિનકુમાર કાનજીભાઇ-પોરબંદર-9586620719)