Discussion Forum Teacher

Discussion Forum Teacher

15-02-2017 : પ્રશ્ન:- શાળા માટે આર્થિક સહાય મેળવવા અને શાળાની ભૌતિક સંપતિની જાળવણી માટે કરેલ પ્રવૃત્તિ અને પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબ આપવાની સાથે જવાબ આપનારનું નામ અને મોબાઈલ નંબર પણ આપેલ છે.
  • આર્થિક સહાય મેળવવા માટે
  • લોક સહયોગથી ફંડ એકત્ર કરી ને ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તક તેમજ અભ્યાસીક સહાય કરાય છે તેમજ દર વર્ષે વાર્ષિકોત્સવ મા અલગ અલગ સ્પધૉના વિજેતા ખેલાડીઓ ને ટેબલેટ થી માંડીને સાઇકલ જેવા ઘણા બધા ઇનામો આપવામાં આવે છે.(સતીષભાઈ પરમાર-રાજકોટ-૯૫૫૮૫૫૪૫૬૦,વકતાભાઇ હડીયલ-બનાસકાંઠા-૯૮૨૫૨૭૭૧૮૯)
  • શાળામાં થતા શૈક્ષણિક પ્રવાસ તેમજ અન્ય જોઈતી આર્થિક સહાય મળી રહે તે હેતુથી શાળા દ્વારા ગામના લોકો જે શહેરમાં અથવાતો એન.આર.આઈ હોય તેમનો સંપર્ક સાધીને શાળાની જરૂરિયાત વિષે જાણકારી આપવામાં આવે છે અને આમ દાતા દ્વારા જોઈતી મદદ સમયસર મળી રહે છે.(કમલેશભાઈ ભટ્ટ-ભાવનગર-૮૧૪૧૬૭૧૭૭૮, મુકેશભાઈ ઉપાધ્યાય-વડોદરા-૯૯૨૫૭૯૯૮૪૬, સાયરાબેન-કચ્છ-૯૮૨૫૪૬૭૨૨૩)
  • શાળાના વિદ્યાર્થીઓને પીવાના પાણીની સમસ્યા હતી.આ સમસ્યાની વાત ગામના લોકો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીને કરવામાં આવી, વાત કાર્ય બાદ કોઈક શાળામાં અમુક વિદ્યાર્થી તરફથી દાન એકઠું કરીને અથવાતો ગામના સદ્ધર લોકો તેમજ ગામના લોકોનો ફાળો કરીને શાળામાં પીવાના પાણીની ટાંકી, આર.ઓ.પ્લાન્ટ અને વોટર કુલર મુકવામાં આવ્યું છે.(મયંકભાઈ ગોસાઈ-ભાવનગર-૯૫૧૨૯૫૧૫૧૫,કેતન ઢોલરીયા-સુરત-૯૯૧૩૦૦૬૯૮૩,સુભાષભાઈ વાળા-જુનાગઢ-૭૪૦૫૩૫૨૬૬૭)
  • શાળાની નજીકમાં રહેતા મોટા દાતા તેમજ કંપનીમાં શાળાની જરૂરિયાતની વાત કરી, વાત કાર્ય બાદ પરિણામ રૂપે મોટી રકમ દાન સ્વરૂપે મળી આ રકમ બેંકમાં ફીક્ષડ ડીપોઝીટ(FD) કરાવી અને તેમના વ્યાજમાંથી બાળકોને બૂટ-મોજા,પેન-પેન્સિલ , નોટબૂક ,ગણવેશ અને પ્રોત્સાહકરૂપે ઇનામ આપવામાં આવે છે.(ઉર્વીબેન દવે-અમદાવાદ-૯૫૭૪૦૦૦૯૩૪, હસમુખભાઈ પ્રજાપતિ-આણંદ-૮૧૨૮૬૮૯૫૦૪)
  • જે શિક્ષક મિત્રોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે તે પૈકી ૮૦% શિક્ષકો શાળામાં આર્થિક મદદ મળી રહે તે માટે ૨૬મી જાન્યુઆરી,૧૫મી ઓગસ્ટ,વાર્ષિકોત્સવ, તથા બીજા શૈક્ષણિક કાર્યક્રમમાં ગામ લોકો,એસ.એમ.સી.સભ્યો, મોટા અધિકારીઓ, તેમજ અન્ય દાતાઓ ને કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બનાવીને શાળાની જરૂરિયાત વિષે અવગત કરીને દાન લેવામાં આવે છે.
  • શાળાની ભૌતિક સંપતિ જાળવણી માટે
  • શાળાની ભૌતિક સંપતિની જાળવણી માટે પ્રાર્થનામાં વિદ્યાર્થીઓને સમજ આપી તેમજ વિદ્યાર્થીઓને જુદા જુદા સાધનોનું/મિલકતોની સારસંભાળનું સંચાલન સોંપ્યું.તેમજ એસ.એમ.સી.સભ્યો,ભૂતપૂર્વ વિદ્યાર્થી,શાળાની આજુબાજુ રહેતી મહિલાઓ અને ગામલોકોને પણ વારાફરતી શાળાની જાળવણી અંગે જવાબદારી સોપીને શાળાની જાળવણીમાં યોગદાન પૂરું પાડ્યું. (દુષ્યંતભાઈ મેહતા-ગીરસોમનાથ-૯૦૩૩૨૩૧૨૦૨, શિવાંગી શાસ્ત્રી-દાહોદ-૯૪૦૯૧૬૩૮૬૦, અમિતભાઈ સોની-મહેસાણા-૯૫૧૦૨૦૯૬૧૬, લવભાઈ પટેલ-અમદાવાદ-૯૯૯૮૬૬૧૬૬૫)
  • લોકસહયોગથી શાળાનું ગાર્ડન તેમજ અન્ય ભૌતિક સાધનોની બરાબર જાળવણી તે હેતુથી શાળામાં આધુનિક CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.(પ્રજ્ઞેશભાઈ પટેલ-નવસારી-૯૮૭૯૬૨૦૪૬૦, કરશનભાઈ સોની-ભાવનગર-૯૭૩૭૮૦૭૬૨૧)