Discussion Forum Teacher
25-06-2017 : પ્રશ્ન:- વહીવટી કાર્ય ઓછામાં ઓછા સમયમાં કરી વધુમાં વધુ સમય વર્ગખંડમાં ફાળવી શકાય તે માટે આપે કરેલ નવતર પ્રવૃત્તિ જણાવો અને તેનાથી થયેલ ફાયદા ટૂંકમાં જણાવો.
તારણ:
- તારણ:-શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
- કુલ જવાબ આપેલ શિક્ષકમાંથી ઘણી બધી શાળામાં હવે શાળાકીય કામગીરી તેમજ પરિપત્રો અને જરૂરી માહિતી કોમ્પ્યુટરરાઈસ કરવામાં આવે છે જેથી કરીને શિક્ષક વધારે સમય પોતાના કલાસમાં કાઢી શકે અને ફ્રી તાસમાં બાળકોને ઈત્તર પ્રવૃત્તિ કરાવે છે. તદુપરાંત જયારે પણ ગમેતે માહિતી ગમે તે શાખામાં જોઈતી હોય તેમને થોડા જ સમયમાં પહોચાડવામાં આવે છે.
- શાળાના કોઈ પણ વિદ્યાર્થીની માહિતી ફક્ત એક રજીસ્ટર નંબર નાખવાથી આવી જાય અને જયારે પણ શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાના હોય, જન્મ તારીખનો દાખલો કાઢવાનો હોય,બેંક ડીટેલ તેમજ આધાર કાર્ડ નંબરની જરૂર હોય કે બીજી શૈક્ષણિક સ્પર્ધાત્મક પરીક્ષાના ફોર્મ ભરવા હોય ત્યારે આ માહિતી ઝડપથી મળે તે હેતુથી શાળાના વિદ્યાર્થીનો તમામ ડેટા કોમ્પ્યુટરમાં નાખવામાં આવ્યો છે, શરૂઆતમાં થોડા સમય ડેટા નાખતા સમય લાગ્યો પરંતુ ફળ સ્વરૂપે ગમે તે શાખામાં મોકલવાની માહિતી બહુ ઓછા સમયમાં મોકલવામાં આવે છે.(કેતનભાઈ ઢોલરીયા-સુરત- 9913006983,ચતુરભાઈ ઝાપડિયા-બોટાદ- 9898574295,વિમલભાઈ પટેલ-ભરૂચ- 9824325044,સચીનભાઈ-સુરેન્દ્રનગર- 9879307356)
- પહેલાં શાળાકીય વહીવટી કાર્ય હાથ વડે લખીને અને રૂબરૂમાં ટપાલ કે પરિપત્ર અને પત્રકો પહોંચાડી ને કરવામાં આવતું હતું અને આ બધામાં સમય વધુ વેડફાતો હતો. આથી શાળા દ્વારા પે સેન્ટર શાળા ,સી.આર.સી.સેન્ટર અને બી.આર.સી.ભવન સાથે પત્રકો અને પરિપત્રો ની આપ લે ઈ-મેઈલ તેમજ વોટ્સએપ દ્વારા કરવામાં આવે છે.(પ્રજ્ઞેશભાઈ પટેલ-નવસારી- 9879620460, ભાવેશભાઈ પંડ્યા-મહેસાણા- 9824613969)
- શાળાની હાજરી, મધ્યાહન ભોજનની સંખ્યા કોમ્પ્યુટરમાં MS Excel માં નાખી ફોર્મુલા અપ્લાય કરીને તેની એવરેજ તેમજ માસિક પરિપત્ર બનાવવામાં સરળતા રહે છે.(શૈલેષકુમાર દુધાત્રા-રાજકોટ- 9409165913)
- સરકાર તરફથી જે પત્રકો મંગાવવામાં આવે છે તેની પહેલેથી જ એક સમયપત્રક મુજબ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવે છે કે કયા મહિનામાં કયો પત્રક મોકલવાનો થશે? જેથી કરીને જયારે પત્રકો આપવાના થાય ત્યારે તેમાં જરૂરી સુધારા કરીને સરકારી શાખામાં મોકલી આપવામાં આવે છે.(મીનેશકુમાર પટેલ-સુરત- 9428845675, નીમેશકુમાર પટેલ-વડોદરા- 9427056305, સુરેશકુમાર નાગલા-અમરેલી- 9925943358,રાયસિંહ પરમાર-ગીર-સોમનાથ- 9275117976,કિરિટભાઈ પટેલ-ખેડા- 9974012198, નિધીબેન સુતરીયા-અમરેલી- 9825542629)
- પ્રાથમિક શાળના વહીવટી કાર્યમા સુગમતા માટે એસ.એમ.સી. ને વિશ્વાસમા લઈ તમામ પ્રકારના વહીવટી કાર્ય માટે, શાળાને મળતી વહીવટી ગ્રાન્ટ માથી એક ક્લાર્ક(કોમ્પ્યુટર) ની હંગામી નિમણુક કરી તેને તમામ પ્રકારનુ કાર્ય કરાવી,શિક્ષકોને તેમાથી મુક્તિ અપાવી,તે સમયનો શૈક્ષણિક કાર્યપાછળ ઊપયોગ કરવામાં આવે છે.(પંકજકુમાર દરજી-પંચમહાલ- 9624256037)
- ગામના લોકોને જન્મનો દાખલો તેમજ વિદ્યાર્થીના એલ.સી. કાઢવાના હોય ત્યારે બહુ સમય લાગતો પણ કોમ્પ્યુટરમાં બધો ડેટા એક વાર નાખ્યા બાદ ઝડપથી કામ થવા લાગ્યું, જયારે લાઈટ ના હોય અથવા શિક્ષક શાળાએ ના હોય તેવા સમયમાં જો આવા ડોકયુમેન્ટની જરૂર હોય ત્યારે શિક્ષક પોતાના મોબાઈલમાં રાખેલ શાળાના ડેટા માંથી મોકલી આપે છે.(વિજયભાઈ કણઝારીયા-બોટાદ- 9924036038,યુવરાજભાઈ વાઘેલા-ભાવનગર- 9825590790,રાકેશભાઈ પટેલ-સુરત- 9879860601)