Discussion Forum Teacher
05-08-2017 : પ્રશ્ન:- શ્રી વંડી પ્રાથમિક શાળાના શિક્ષક કૈલાશકુમાર નાટડાએ E-Class નવતર પ્રયોગ દ્વારા ગેરહાજરીનું પ્રમાણ ઘટાડ્યું. આપ શિક્ષક દ્વારા E-Classનવતર પ્રયોગ કરેલ છે.જો હા તે તેની વિગત અને પરિણામ ટૂંકમાં જણાવો.
તારણ:
- તારણ:- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
- ધોરણ ૬ થી ૮ ના બાળકો ગુજરાતી,અંગ્રેજી અને હિન્દીમાં વાર્તાથી રસ લેતા થાય તે હેતુથી શાળામાં એક જુનો ફોન રાખવામાં આવ્યો છે જેના મેમરીકાર્ડમાં ઓડિયો વાર્તા(E-story) રાખવામાં આવી છે બાળકો જયારે પણ ફ્રી હોય ત્યારે સાંભળે છે.આ વર્ષથી બાળક પોતાના ઘરે પણ આ ઓડિયો વાર્તા(E-story) પોતાના ઘરે ફોનમાં સાભળે તે હેતુથી વિદ્યાર્થી પાસે મેમરીકાર્ડ મંગાવવામાં આવશે અને તેમાં શિક્ષક તરફથી ડેટા નાખી દેવામાં આવશે. (ધવલભાઈ ભગત-અમદાવાદ-9879811712)
- જે શાળામાં E-class નથી એવી શાળામાં શિક્ષક દ્વારા લેપટોપ, કોમ્પ્યુટર, સ્માર્ટફોન, પ્રોજેક્ટર, TV જેવા દ્રશ્યશ્રાવ્ય માધ્યમમાં DVD , CD તેમજ યુટ્યુબના સહારે શૈક્ષણીક વીડિઓ તેમજ ઓડિયો-વીડિઓ સાહિત્ય ડાઉનલોડ કરીને બાળકોને તેમાંથી અભ્યાસ કરાવવામાં આવે છે.આ પદ્ધતિથી શાળામાં હાજરી, બાળકોની વર્ગખંડમાં એકાગ્રતા વધે છે. (સતીશભાઈ પરમાર-રાજકોટ-9558554560, પ્રિયંકાબેન મહેતા-પોરબંદર-7575834793, મુકેશભાઈ ઉપાધ્યાય-વડોદરા-9925799846,ધર્મેશકુમાર પરમાર-આણંદ-9824379606, અશ્વિનભાઈ પટેલ-સુરેન્દ્રનગર-9427665972, તપનકુમાર-ગીરસોમનાથ-8866162565, શ્રદ્ધાબેન રાવલ-ભાવનગર-9106609899, મહેમદસોહેબ સોઢા-કચ્છ-9979522899, રમેશચંદ્ર પટેલ-ભરૂચ-9426859056,ગીરીશભાઈ ચૌધરી-દાહોદ-9726765229, પ્રતિકભાઈ દરજી-દાહોદ-9909215144, વિરલભાઈ શર્મા-આણંદ-9979230760)
- બાળકોને પુસ્તકમાંથી અભ્યાસ કરવામાં ક્યારેક કંટાળો આવતો હોય છે, આ પ્રકારના પ્રકરણને પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન (PPT) બનાવીને અભ્યાસ કરાવવામાં આવે છે. (જ્યોતિબેન ઓઝા-જુનાગઢ-9408949439, મિતુલકુમાર પટેલ-પાટણ-9724641090)
- બાળકોને લેખિત ટેસ્ટ આપવામાં કંટાળો આવે છે , આ સમસ્યાના હલ માટે આ કોમ્પ્યુટર પર ટેસ્ટ લેવાની ચાલુ કરી તેમજ તેમાં સાઉન્ડની પણ ઈફેક્ટ આપી જેથી બાળકોને ગમે સાથે સાથે બાળકોને ગૂગલ 3D મેપ નો ઉપયોગ પણ શીખવાડ્યો. આ સાથે આ પ્રવૃતિથી બાળકો નિયમિત રૂપે ટેસ્ટ આપતા થયા સાથે સાથે બાળકોનો ટેસ્ટ પ્રત્યે જે ડર હતો તે દુર થયો તેમજ ગૂગલ મેપ નો ઉપયોગ કરતા થયા. (મિહિરભાઈ સોલંકી-મહેસાણા-9510137377, નીરવભાઈ ચૌહાણ-ભાવનગર-9586116776)
- ધોરણ ૧ ના બાળકો શરૂઆતના દિવસોમાં શાળામાં આવતા ડરતા હતા આ ડર દુર કરવા માટે તેમને મનગમતી વાર્તાની ઓડિયો-વીડિઓ કલીપ બતાવવામાં આવે છે અને તેમનો ડર દુર કરવામાં આવે છે. તેમજ પ્રજ્ઞા ક્લાસના બીજા કામમાં આ પ્રવૃત્તિથી કરવામાં આવે છે.(શાંતીબેન પરમાર-જુનાગઢ-9825193809)