Discussion Forum Teacher
25-08-2017 : પ્રશ્ન:- શાળા અને શાળાની આસપાસ રહેતા વિસ્તારના દિવ્યાંગ બાળકોને શાળાએ આવે અને શિક્ષણ લઇ શકે તે માટે કરેલ નવતર પ્રવૃત્તિ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.
તારણ:
- તારણ:- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
- શાળામાં ગોહિલ હિતેષ ધીરૂભાઈ નામના એક વિદ્યાર્થી maskular disorder રોગથી અપંગ થયો હતો. જેમાં તે શાળામાં ચાલીને આવી શકતો નહોતો. શાળાના જ શિક્ષક દ્વારા આ બાળકને શાળામાં લઈ આવતા અને મૂકી આવતા હતા. (પ્રવીણભાઈ મકવાણા-ભાવનગર- 9428619809)
- દિવ્યાંગ બાળક ઠાકોર ખોડાજીને પગે અપંગ હતા, આ બાળકને શિક્ષક દ્વારા સિવિલ હોસ્પિટલ લઇ જઈને ઓપરેશન કરાવી કેલીપ્રેડ અને ટ્રાઈસીકલ આપવી સાથે સાથે ફિઝીયોથેરાપીના જાણકારને બોલાવીને બાળકને મદદ કરવામાં આવી. (જગદીશભાઈ રાણોદર-પાટણ- 9427395745)
- સન ૨૦૧૩માં આંગણવાડીમાં પટેલ પ્રણવ કરીને બાળક હતું આ બાળક નું નામ આંગણવાડીના રજીસ્ટરમાં બોલતું હતું પણ આવતું નહોતું, તેના ઘરે જાણે પૂછતા ખબર પડી તે MR છે અને તેના પપ્પા પણ તેને મોકલવા તૈયાર નહોતા, તેને ટોઇલેટ જવા સુધ્ધા ખબર નહોતી. પણ શિક્ષકે તેમની વાત નકારી અને શાળાના શિક્ષકને આ બાળકની અલગ અલગ કામ વહેચી લીધું કે કોણ તેને જમાડશે, કોણ તેને મૂકી આવશે, કોણ તેને ટોઇલેટ લઇ જશે.આ બાળક આજે ધો. ૬ માં અભ્યાસ કરે છે. (છાયાબેન ગોસ્વામી-ગાંધીનગર- 9408009897)
- સને.2005 ની આસપાસ એક બહેરી મૂંગી દીકરીને ધોરણ 1માં તેની મમ્મી પપ્પાની ના હોવા છતાં એને પ્રવેશ આપ્યો. પ્રવેશ આપ્યો તે પહેલાં તેને તેની દૈનિક ક્રિયાઓનું પણ ભાન નહોતું તેમજ ચાલુ વર્ગમાં તે બીજા વિદ્યાર્થીઓ ને હેરાન પરેશાન કરતી હતી. પણ થોડા સમય પછી ધીમે ધીમે તેનામાં સુધારો આવ્યો અને બીજા બાળકો સાથે હળીમળીને રહેવા લાગી. બે વર્ષ સુધી મેં મારી શાળામાં રાખી પછી નજીકના બહેરા મૂંગા ની શાળામાં પ્રવેશ અપાવ્યો અને આજે એ સારું શિક્ષણ મેળવી રહી છે. મને એનો આનંદ છે.(મહેશકુમાર પંચાલ-ખેડા- 9898131097)
- ગામમાં એક બાળકને cerebalpalsi નામનો રોગ છે જેના કારણે તે પોતાની જાતે ચાલી શકતો ન હતો. કોઈ ની મદદ વગર બેસી પણ શકતો ન હતો, જેનાં કારણે તેને ગામની શાળામાં ૫ ધોરણ સુધી અભ્યાસ કર્યો પરંતુ આગળ અભ્યાસ કરવા બીજા ગામ જવાનું હોવાથી તેને અભ્યાસ બંધ કરી દીધો. આ વાત જાણ્યા પછી મેં THE PHISYCALLY HANDYCAP સંસ્થા ના સહયોગથી તેને ટ્રાયસિકલ અને ગરગડી વાળા પાટલા ની સહાય પણ અપાવી જેની મદદથી તે બાજુની શાળામાં જાતે આવતો-જતો થયો. (ગાયત્રીબેન શાહ-વડોદરા- 9429825026)
- દિવ્યાંગ બાળકને ઘરેથી શાળાએ અને શાળાથી ઘરે લાવવા-મુકવાની જવાબદારી તેની બાજુમાં રહેતા ધોરણ ૭-૮ ના બાળકને આપવામાં આવી. એસ.એમ.સી.સભ્ય તરફથી આ બાળકોને તમામ સ્ટેશનરી ભેટમાં આપવામાં આવે છે. (હિતેન્દ્રભાઈ પટેલ-વડોદરા- 9879722854)
- એક માનસિક એમ.આર.બાળક શાળા માં આવતું ન હતું આ બાળક અભ્યાસ માટે રેગ્યુલર આવે તે હેતુથી બાળકને રમકડાં, નાસ્તો, પાટી,દફતર આપી પ્રોત્સાહિત કર્યો તેમજ એક બાલમિત્ર વર્ગમાં રમકડાં, ચિત્રો, પુસ્તકો, ચાર્ટ, મૉડેલ મૂકી આખો દિવસ ત્યાં બેસી ભણે અને રોજ શાળા માં આવે તે માટે ગીત-સંગીત ની રચના રમત રમાડી. ગામના દાતા દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવ્યું.આમ આ બાળક રેગ્યુલર શાળાએ આવતું થયું. (હિરેનભાઈ સંઘાણી-બોટાદ- 9904994294)
- સરકાર તરફથી દિવ્યાંગ વ્યક્તિઓ માટે આપવામાં આવતી વિવિધ પ્રકારની સહાય તેમજ સરકારી ક્ષેત્રે આવા વ્યક્તિઓ માટે રિઝર્વ જગ્યાઓ ની માહિતી આપી તેઓ અભ્યાસ માટે પ્રેરિત થાય અને શિક્ષણનું મહત્વ સમજે તે માટે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવે છે. (સતીશભાઈ પરમાર-રાજકોટ- 9558554560,કરશનભાઈ મોરી-ભાવનગર- 9737807621)
- સરકાર તરફથી દિવ્યાંગ વ્યક્તિઓ માટે આપવામાં આવતી વિવિધ પ્રકારની સહાય તેમજ સરકારી ક્ષેત્રે આવા વ્યક્તિઓ માટે રિઝર્વ જગ્યાઓ ની માહિતી આપી તેઓ અભ્યાસ માટે પ્રેરિત થાય અને શિક્ષણનું મહત્વ સમજે તે માટે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવે છે. (સતીશભાઈ પરમાર-રાજકોટ- 9558554560,કરશનભાઈ મોરી-ભાવનગર- 9737807621)
- શાળા અને શાળાની આસપાસ રહેતા તેમજ ગામના અને અન્ય પાંચ શાળાના દિવ્યાંગ બાળકો અભ્યાસ મેળવે તે માટે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનીવર્સીટી દ્વારા તેમજ એસ.એસ.એ.એમ. કચેરી બનાસકાંઠા પાલનપુર દ્વારા તાલીમ આપવામાં આવી. • દિવ્યાંગ બાળકોને તાલુકાના રમતોત્સવમાં તેમજ હરીફાઈમાં ભાગ લેવડાવ્યો. • પ્રિન્ટેડ(લાર્જ) પુસ્તકો , ગણવેશ , દિવ્યાંગોને લગતા પરીપત્રો (જેવા કે તેમના પરીક્ષા બાબતે) વગેરે શાળામાં તેમજ અન્ય શાળામાં પણ આપી માહિતગાર કર્યા. (રામજીભાઈ રોટાતર-પાલનપુર- 9726658508)