Discussion Forum Teacher
05-10-2017 : પ્રશ્ન: અવોર્ડ દ્વારા બાળકોના આત્મવિશ્વાસ, ઉત્સાહ અને શિક્ષણમાં રસ રહે છે. તે માટે આપે કરેલ નવતર પ્રવૃત્તિ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.
તારણ:
- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
- શાળામાં બાળકો હાજર રહે તે માટે મહિનામાં જે બાળકની સરેરાશ હાજરી વધુ હોય તેને સ્ટાર આપવામાં આવે છે. (નાકરાણી ભાવેશભાઈ-અમરેલી-9974005480, મલયભાઇ જોશી-ભાવનગર- 9426624442)
- બાળકોને શાળા લેવલે, તાલુકા અને જીલ્લ્લા લેવલે યોજાયેલ રમત-ગમત તેમજ બીજી સ્પર્ધામાં વિજેતા બાળકને મળેલ અવોર્ડનું પ્રદર્શન ગોઠવવામાં આવે છે જેથી બીજા બાળકો તે અવોર્ડ મેળવવા માટે પ્રોત્સાહિત થાય.(દિલીપભાઈ વિહોલ-મહેસાણા- 9725871658)
- શાળામાં બાળકોને સાક્ષરી વિષયો પ્રત્યે નહીં પરંતુ સ્વચ્છતા વિશે થોડી રુચિની જરૂર હતી.આ સમસ્યા નિવારવા શાળામાં "સ્વચ્છ વર્ગખંડ એવોર્ડ" આપવાનું વિચાર્યું.જે વર્ગની સફાઈ,સાધનોની ગોઠવણી,બાળકોની સ્વચ્છતા સૌથી સારી તે વર્ગને સ્વચ્છ વર્ગ જાહેર કરીતે આખો દિવસ ટ્રોફી તે વર્ગમાં મુકવામાં આવતી. (સુતરીયા નિધીબેન-અમરેલી- 9825542629)
- શાળામાં દરમિયાન શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક બાબતમાં આગળ હોય તે વિદ્યાર્થીને “સ્ટુડન્ટ ઓફ યર” આપવામાં આવે છે.(મીરાબેન ડોડીયા-રાજકોટ- 8490822998, નીરવભાઈ ચૌહાણ-ભાવનગર- 9586116776)
- ઘડિયા કવિતા વિકલ્પ આધારિત પ્રશ્નો ની નાની લેખિત સ્વરૂપની કસોટી ગણિત મા ઝડપ અને ચોક્કસાઈથી ગણતરી કરતા દાખલાઓ અને ખાસ દરરોજ અંગ્રેજી મા એક નવો શબ્દ (New Words) શોધી લાવનાર ને ઇનામ આપી પ્રોત્સાહન આપવામા આવે છે.(હિરેનભાઈ જાની-ભાવનગર- 9737690179)
- વાર્ષિક પરિણામમાં જે વિદ્યાર્થીને ૬૦%, ૭૦%, ૮૦% અને ૯૦% ઉપર હોય તેવા વિદ્યાર્થીને દાતા શ્રી તરફથી આર્થિક ઇનામ આપવામાં આવે છે, બીજા બાળકો આ તક નો લાભ લેવા વધુ મહેનત કરતા થયા છે. (સુરેશભાઈ નાગલા-અમરેલી- 9925943358)
- બાળકમાં માનવીય મૂલ્યોનું ઘડતર થાય તે હેતુ સહ શાળામાં દિવ્યાંગ બાળકની જરૂરિયાત જે બાળક પૂર્ણ કરે તે બાળકને "સેવા અવોર્ડ" દર મહીને આપવામાં આવે છે.(રામાનુજ અતુલકુમાર-વઢવાણ- 9979497014)
- શાળામાં બાળકોનો રસ રૂચી બન્યા રહે તે હેતુથી અલગ અલગ કેટેગરી મુજબ અવોર્ડ નીચે મુજબ આપવામાં આવે છે, - શ્રેષ્ઠ વિદ્યાર્થી એવોર્ડ : બાળકો વાંચનમાં રસ લે અને પરીક્ષામાં ધ્યાન કેન્દ્રિત કરી વાંચન કરે તે માટે - નિયમિત વિદ્યાર્થી એવોર્ડ : નિયમિતપણે આવે તે માટે - સફાઈ એવોર્ડ : સાફ સફાઈ રોજ રાખે અને કરે તે માટે - સરદાર પટેલ એવોર્ડ : બીજા બાળકોને શિક્ષણમાં મદદ કરે તે માટે - સાંસ્કૃતિક એવોર્ડ : સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લે, રસ લે તે માટે અને ઉત્સાહથી કામ કરે છે તે માટે - અબ્દુલ કલામ એવોર્ડ : વિજ્ઞાન માં રસ લે તે માટે - ઈતિહાસકાર એવોર્ડ : સામાજિક વિજ્ઞાન વિષય પ્રત્યે રસ કેળવે (હિરેનભાઈ સંઘાણી-બોટાદ- 9904994294)