Discussion Forum Teacher

Discussion Forum Teacher

25-11-2017 : પ્રશ્ન: ધોરણ ૧ થી ૫ બાળકો સંખ્યાજ્ઞાન શીખી શકે તે માટે આપે કરેલ પ્રવૃત્તિ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • ધોરણ ૧ થી ૫ ના બાળકોને સંખ્યાજ્ઞાન શીખવાડવા માટે ધોરણ પ્રમાણે વિવિધ એકટીવીટી કરવામાં આવે છે જેમકે, ધો૧ ના બાળકોને રેતીમાં સંખ્યાના વળાંક, ધો ૨ ના બાળકોને સંખ્યા કાર્ડ, ધો ૩ ના બાળકોને સંખ્યાગાન, ધો ૪ ના બાળકોને સંખ્યા ચાર્ટ, ધો ૫ ના બાળકોને સંખ્યા પટ્ટીથી સંખ્યા શીખવાડવામાં આવે છે. (અશ્વિનભાઈ સોલંકી-ખેડા- 9979782719)
  • સંખ્યાજ્ઞાન શીખવાડવા માટે બાળકોને અંક લખેલા કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડ બાળકો ગ્રુપમાં અથવાતો પોતાની જાતે તે સંખ્યાને ઓળખી વાંચીને યાદ રાખે છે. (પંકજભાઈ પ્રજાપતિ-વડોદરા- 9714577656, કૃણાલભાઈ પંચાલ-પંચમહાલ-8866813188, કેતનભાઈ પટેલ-પાટણ-9687944848)
  • બાળકો સંખ્યાજ્ઞાન શીખવાડવા માટે 1 થી ૧૦૦ સંખ્યાનાં ૧ થી ૧૦, ૧૧ થી ૨૦....એમ ૯૧ થી ૧૦૦ સુધીના ૧૦ સંખ્યાચક્ર બનાવ્યા છે. શિક્ષક બોર્ડ પર સંખ્યા લખે છે, બાળકો બોર્ડમાં લખેલ સંખ્યા સંખ્યાચક્ર માંથી શોધે છે. (દીપાલીબેન મહીડા-આણંદ- 9408865196 )
  • ધોરણ 1 અને ૨ ના બાળકોને સંખ્યા જ્ઞાન તેમજ ગાણિતિક ક્રિયાઓ શીખવાડવા માટે તાસ ના પત્તા પર સફેદ કાગળ લગાડીને તેની પર સરવાળા, બાદબાકી અને ગુણાકારના દાખલાઓ તેમજ કોયડાને કાર્ડ પર લખીને અલગ-અલગ બોક્ષમાં રાખવામાં આવ્યા. બાળકો આ બોક્ષ લઈને પોતાની જાતે અથવાતો ગ્રુપમાં કાર્ય કરે છે. (પ્રકાશભાઈ નિરંજની-રાજકોટ- 9898380908)
  • બાળકોને ગાણિતિક મુદ્દા રમત દ્વારા શીખવાડવા માટે જુદી જુદી રમત રમાડવામાં આવે છે,જેમકે સ્થાનકિંમત શીખવાડવા સંગીતખુરશી, જુના રેકેટ દ્વારા 1 થી ૧૦૦ સંખ્યા તેમજ 1 થી ૧૦ ના ઘડિયા, સરવાળા બાદબાકી માટે કેટલા રે કેટલા રમત, લોહીચુંબક દ્વારા એકી-બેકી સંખ્યા જેવી રમત રમાડીને શીખવાડવામાં આવે છે. (દમયંતીબેન પટેલ-કચ્છ-9408837250, સતીશભાઈ પ્રજાપતિ-પંચમહાલ-9978779260, નીલેશભાઈ વાઘેલા-જામનગર-9429363474, પીન્ટુબેન પટેલ-પંચમહાલ-8980590817, નાગજીભાઈ દેસાઈ-બનાસકાંઠા-8758363490)
  • બાળકો શાળામાં પ્રવેશની સાથે સાથે સંખ્યાજ્ઞાન મેળવે તે હેતુથી દાદર, રેમ્પ અને રેલીંગ પર ચડતા ઉતરતા ક્રમમાં અંકો લખવામાં આવ્યા છે. (દિલીપસિંહ વિહોલ-મહેસાણા-9725871658, હિરેનભાઈ સંઘાણી-બોટાદ-9904994294)
  • ધોરણ 1 થી ૫ ના બાળકોને સંખ્યા જ્ઞાન શીખવાડવા માટે મોબાઈલમાં એનીમેશન વીડિઓ ડાઉનલોડ કરીને પ્રોજેક્ટર પર બતાવવામાં આવે છે. તદુપરાંત સંખ્યાજ્ઞાન શીખવાડતી વિવિધ મોબાઈલ-ટેબ્લેટ ગેમનો સહારો પણ લેવામાં આવે છે.આ પધ્ધતિથી બાળકો સરળતાથી સંખ્યા યાદ કરતા થયા છે. (ભરતસિંહ વાઘેલા-મહેસાણા-9879503835, મિતુલભાઇ પટેલ-પાટણ-9724641090, નીરવભાઈ ચૌહાણ-ભાવનગર-9586116776, પ્રેમજીભાઈ કરેલીયા-જામનગર-9898791013)
  • સરવાળા બાદબાકી શીખવાડવા માટે એક બોક્ષમાં અંકો અને બીજા બોક્ષમાં સરવાળા-બાદબાકીની નિશાની રાખવામાં આવી છે. બાળકો આ પ્રવુતિ બાળકોને જુદા જુદા જૂથ પાડીને કરવામાં આવે છે. (રજનીકાંતભાઈ પટેલ-બનાસકાંઠા-9974052199)