Discussion Forum Teacher

Discussion Forum Teacher

05-12-2017 : પ્રશ્ન: અંગ્રેજી ભાષાને સરળતાથી શીખવા માટે અંગ્રેજી ભાષાના શબ્દભંડોળમાં વધારો કરવા માટે આપે કરેલ પ્રવૃત્તિ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • બાળકોને અંગ્રેજી શબ્દોનું જ્ઞાન વધે તે માટે હાથની આંગળી પપેટ , સ્ટીક પર કાગળ લગાડેલ પપેટ વર્ગખંડમાં બાળકો સામે રજુ કરવામાં આવે છે. બાળકો આ પપેટ પર પોતાને શિક્ષક દ્વારા શિખવાડેલ વાકય રચના પ્રમાણે પોતાની જાતે એક પછી એક વાકય બોલે છે, આમ પપેટ પરથી જે વસ્તુનું પપેટ હોય તેનો નિબંધ તૈયાર થઇ જાય છે.(નીલમબેન રાણા-ભરૂચ-8128640015)
  • વર્ગમાં ૫ અંગ્રેજી શબ્દો બાળકોને લખાવવામાં આવે છે અને બીજા દિવસે વર્ગમાં વારાફરતી બધા બાળકો બોલે છે.જયારે ૧૦૦ સ્પેલિંગ થાય ત્યારે મૂલ્યાંકન માટે ટેસ્ટ લેવામાં આવે છે, ટેસ્ટમાં જેણે વધુ માર્ક આવ્યા હોય તેને પ્રોત્સાહન માટે ઇનામ આપવામાં આવે છે. (કિંજલબેન પટેલ-કચ્છ-8401495935, દિલીપભાઈ આહિર-જામનગર-9173325403, નીરવભાઈ ચૌહાણ-ભાવનગર-9586116776)
  • શાળામાં ભાષા પ્રત્યે બાળકોમાં સરુચી વધે તે માટે "ભાષા ડે" મનાવવામાં આવે છે જેમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાનો સમાવેશ કરેલ છે. જે ભાષાનો દિવસ હોય તે દિવસે શિક્ષક અને વિદ્યાર્થી આખો દિવસ તે જ ભાષાનો પ્રયોગ શાળામાં કરે છે. ફળશ્રુતિ રૂપે મહદ અંશે બાળકોમાં ભાષાને અંતર્ગત સુધારો આવ્યો છે. (પીયુશભાઇ પટેલ-પાટણ-8905955755)
  • વર્ગખંડની વસ્તુ ચીશે બાળકો અંગ્રેજીમાં જાણે તે માટે વર્ગખંડની દરેક વસ્તુ જેવી કે ટેબલ, દરવાજા, બારી, પંખો, ટ્યુબલાઈટ, કાળું પાટિયું વગેરેમાં કાગળ લગાડી અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચારણ અને અર્થ લખવામાં આવ્યો છે. (દમયંતીબેન પટેલ-કચ્છ-9408837250, સંગીતાબેન દલસાણીયા-સુરેન્દ્રનગર-9427669439, પ્રકાશભાઈ વણકર-સાબરકાંઠા-9427884557)
  • હાજરી પૂરતા સમયે વર્ગખંડમાં જેટલી સંખ્યા હોય તેમેને રોલ નંબરની સાથે એક એક અંગ્રેજી શબ્દ આપવામાં આવે છે, શિક્ષક જયારે હાજરી પૂરે ત્યારે યસ સર-મેમ ની જગ્યા એ અંગ્રેજી શબ્દ બોલે છે.(દીપલીબેન મહીડા-બોરસદ-9408865196)
  • અંગ્રેજી શબ્દો શીખવાડવા માટે નેટ પરથી ચિત્રો ડાઉનલોડ કરીને ટીવીમાં બતાવવામાં આવે છે, વિદ્યાર્થી ચિત્ર જોઇને અંગ્રેજી શબ્દ વાંચે છે.(ભગુભાઈ દેસાઈ-સુરેન્દ્રનગર-9427552125,પંકજકુમાર પ્રજાપતિ-દાંતીવાડા-9428557463)
  • વિદ્યાર્થીઓ પાસે ડીક્ષનરી બનાવવી.- જેમાં એક લેટર માટે વિદ્યાર્થીઓ ઓછામાં ઓછાં 150 સ્પેલિંગ શોધી લાવે ,તેવો આગ્રહ રાખવામાં આવે અને અંતે આમ એક વિદ્યાર્થીઓની પોતે બનાવેલી હસ્તલિખિત ડીક્ષનરી તૈયાર થઈ જાય છે.(શ્રધ્ધાબેન રાવલ-ભાવનગર- 9638304001)
  • મધ્યાહન ભોજન જયારે પીરસાતું હોય ત્યારે ધો ૪ કે તેની ઉપરના ધોરણના વિદ્યાર્થી ૨-૨ ના જુથમાં અંગ્રેજી શબ્દ અને તેનો અર્થ બોલે છે.(ચંદુભાઈ આહિર-નવસારી- 9825883869)