Discussion Forum Teacher
15-12-2017 : પ્રશ્ન: શાળામાં શૈક્ષણિક વાતાવરણ તૈયાર કરવા માટે SMC ની સક્રિય ભુમિકા માટે આપે કરેલ નવતર પ્રવૃત્તિ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.
તારણ:
- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
- એસ.એમ.સી. સભ્યો પોતાના શિરે આવતી શાળાકીય જવાબદારી સમજે અને જાણે તેમજ શાળાકીય નિર્ણયમાં પોતાનું યોગદાન આપે તે માટે એસ.એમ.સી. સભ્ય અને શાળાનું જોડાણ મજબુત કરવા માટે શાળામાં આયોજિત થતા દરેક કાર્યક્રમમાં તેમને બોલવવામાં આવે છે.(કેયુરભાઈ ડોડીયા-રાજકોટ-9725319802, દમયંતીબેન પટેલ-કચ્છ-9408837250, મેહુલભાઈ પટેલ-પાટણ-9978420305, વિલ્સન રાઠોડ-વડોદરા-9638252569)
- એસ.એમ.સી. સભ્યો દ્વારા યોગ્ય દાતા શોધીને દાન એકત્ર કરીને શાળાને ડીજીટલ સાધનો જેવા કે CCTV કેમેરા, કોમ્પ્યુટર, પ્રોજેક્ટર વગેરે સાધનો વસાવવામાં તેમજ શાળામાં ભૌતિક સાધનો વસાવવામાં અને શાળાના નવીનીકરણના કામ માટે મદદરૂપ થયા છે.(નગીનકુમાર પંચાલ-બનાસકાંઠા-9426336405, શ્રદ્ધાબેન રાવલ-ભાવનગર-9638304001 કાનાભાઈ-સુરત-7698076224, બ્રિજેશભાઈ નાગપરા-અમદાવાદ-9725605783)
- નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થી તેમજ અનાથ બાળકો માટે એસ.એમ.સી.સભ્યો દ્વારા "અનાથ નો નાથ " પ્રોજેક્ટ નુ અમલીકરણ કરવામાં આવ્યું છે.(કલામભાઈ વસાવા-નર્મદા- 9687056072)
- શાળામાં જરૂરિયાત કરતા ઓછા શિક્ષક હોવાથી ગણિત-વિજ્ઞાનના શિક્ષકની ઘટ હતી જે એસ.એમ.સી. અધ્યક્ષ (BA, B.ed) દ્વારા દરરોજ 1 કલાક વિદ્યાર્થીને અભ્યાસ કરાવતા હતા, આ પ્રવૃત્તિ ૬ માસ સુધી ચાલી જેના પરિણામરૂપે શિક્ષકની ઘટ દુર થઇ.(પ્રવીણભાઈ સરવૈયા-ભાવનગર-9714420077)
- શાળાના નબળા વિદ્યાર્થી પણ હોશિયાર વિદ્યાર્થીની બાજુમાં ઉભા રહે તે માટે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની દ્વારા શાળા સમય બાદ 1 કલાક નબળા બાળકોને ભણાવવામાં આવે છે.(સુરેશભાઈ નાગલા-અમરેલી-9925943358)
- શાળામાં આયોજિત થતી વિવિધ સ્પર્ધા, હરીફાઈ કે શૈક્ષણિક બાબતમાં જે વિદ્યાર્થીએ સારું પરફોર્મન્સ કર્યું હોય તેને પ્રોત્સાહન રૂપે ઇનામ અથવા કોઈ ગીફ્ટ આપવા માટે એસ.એમ.સી.સભ્યને બોલાવવામાં આવે છે. (જગતસિંહ મકવાણા-સાબરકાંઠા-9687664068)
- સરકારશ્રી તરફથી શાળામાં આવતી વિવિધ ગ્રાન્ટ તેમજ ઓર્ડર ની ચર્ચા કરવા માટે દર મહીને એસ.એમ.સી.સભ્ય અને શિક્ષક વચ્ચે આચાર્ય દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવે છે જેમાં આવતા સમયે કેવી રીતે કામ કરવું તેની ચર્ચા કરવામાં આવે છે.(જીજ્ઞાબેન ઠકરાર-અમરેલી-9426852504, પ્રજ્ઞાબેન જોશી-પોરબંદર-9737904660, સંજયભાઈ મેહરા-ખેડા- 7567073661, અશ્વિનભાઈ સોલંકી-ખેડા- 9979782719)
- એસ.એમ.સી.સભ્ય શાળાકીય કાર્યોમાં પોતાનું યોગદાન આપે જેથી શિક્ષક+એસ.એમ.સી. વિદ્યાર્થીનું તેમજ શાળાનું યોગ્ય ઘડતર કરી શકે તે માટે માસિક તેમજ એકમ પ્રમાણે લેવાતી કસોટી અને ક્વીઝમાં એસ.એમ.સી.સભ્યને વારાફરતી કસોટી મોનીટરીંગ કરવાની જવાબદારી સોપવામાં આવી છે.(ભાવેશભાઈ મેહતા-ગીરસોમનાથ-9426536382, પ્રવીણભાઈ મકવાણા-ભાવનગર-9428619809, દીપાલીબેન મહીડા-આણંદ-9408865196, નીરવભાઈ ચૌહાણ-ભાવનગર-9586116776, પ્રતિમાબેન જોશી-કચ્છ-9537027185, મેહુલભાઈ સોની-વિજાપુર-9426520266)
- શાળામાં ગેરહાજર રહેતા વિદ્યાર્થીને હાજર કરવા માટે એસ.એમ.સી.સભ્ય પણ ભાગ લે તે માટે એસ.એમ.સી.સભ્યને જે-તે મહોલ્લા તેમજ એરિયા પ્રમાણે જવાબદારી સોપવામાં આવી છે, જેમાં ગેરહાજર રહેતા વિદ્યાર્થીના વાલીની રૂબરૂ મુલાકાત કરવી તેમજ વિદ્યાર્થીને શાળામાં હાજર કરવાનું સમાવેશ કરવામાં આવ્યું. શિક્ષક દ્વારા ગેરહાજર બાળકોની યાદી એસ.એમ.સી.સભ્યને વોટ્સએપ પર અને રૂબરૂ વિદ્યાર્થી દ્વારા પહોચાડવામાં આવે છે.(સુશીલકુમાર પંચાલ-સુરત-8980813173, ગીરીશભાઈ વાળંદ-પંચમહાલ-9624645047, સુરેશભાઈ ઠક્કર-પાટણ-9825504972, માવજીભાઈ ચૌહાણ-ભાવનગર-9879659750, મનન પ્રજાપતિ-મેહસાણા-7574813425, કૃણાલભાઈ પંચાલ-પંચમહાલ-8866813188)