Discussion Forum Teacher
25-12-2017 : પ્રશ્ન: આપે શાળામાં ડીજીટલ લાયબ્રેરીના નિર્માણ અને તેના ઉપયોગ માટે કરેલ પ્રવૃત્તિ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.
તારણ:
- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
- લાયબ્રેરી માંથી કોને કયું પુસ્તક લીધું તે સરળતાથી નોંધવા અને રેકોર્ડમાં રાખવા માટે લાયબ્રેરીનું રજીસ્ટર કોમ્પ્યુટરમાં બનાવવામાં આવ્યું છે. આ રજીસ્ટર થકી લાયબ્રેરીના ડેડ સ્ટોકની પણ માહિતી મળી રહે છે. (અભિષેક સીંઘ-ખેડા-9998340117, જીતેન્દ્રકુમાર પરમાર-બનાસકાંઠા-9913586241, પ્રેમજી કારેલીયા-જામનગર-9898791013, સંજયભાઈ પટેલ-પાટણ-9998194404, મિતુલભાઇ પટેલ-પાટણ-9724641090)
- બાળકો શાળાનું પુસ્તકાલય ઘરે લઇ જઈને વાંચે તે માટે કાપડની થેલી અથવાતો પતરાની પેટી રાખવામાં આવી છે જેની અંદર ચોપડીના સેટ બનાવી રાખવામાં આવે છે વારાફરતી બાળકો આ પેટી થવા થેલી લઈને ઘરે લઇ જાય છે અને આ ચોપડી પોતે , માતા-પિતા તેમજ આજુબાજુના સાહિત્યપ્રેમી વાંચે છે.(સંજયકુમાર પટેલ-ગાંધીનગર-9979664643)
- શાળાની લાયબ્રેરીના પુસ્તકોના મુખ્ય પુષ્ઠને સ્કેન કરીને પ્રાર્થનાખંડમાં ધોરણને અનુરૂપ પુસ્તકોના મુખ્ય પુષ્ઠ બતાવવામાં આવે છે બાળકોને જે પુષ્ઠ ગમે તે બુકનું નામ લખે છે અને લાયબ્રેરીમાંથી પોતાની જાતે શોધીને લઇ લે છે.(પ્રવીણસિંહ ઝાલા-જામનગર-9974060933)
- ડીજીટલ લાયબ્રેરી માટે લાયબ્રેરીના પુસ્તકોની મળે તેટલી સીડી ભેગી કરી છે બાળકો તે સીડી માંથી પોતાની જાતે પ્લે કરીને શીખે છે.(ઈશ્વરભાઈ ડાભી-ડીસા-9879465315)
- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત શાળા મળેલ ૧૦૦ ટેબલેટ મળેલા હતા તેમાંથી ૨૫ ટેબલેટમાં ૨૩૦-૨૫૦ જેટલી વાર્તા અને વાર્તાની એપ્લીકેશના નાખવામાં આવે છે જેનો ધો ૫ ના વિદ્યાર્થી ઉપયોગ કરે છે. (અશ્વિનભાઈ પ્રજાપતિ-ગાંધીનગર-9724089181)
- શાળાના કોમ્પ્યુટરમાં વાર્તા, રમુજી ચોપડી, શૈક્ષણિક પુસ્તકો તેમજ સચિત્ર વાર્તાની સોફ્ટ કોપી ઓનલાઈન અથવા બીજા શિક્ષકો પાસેથી સોશિયલ મીડિયાના માધ્યમ થકી PDF સ્વરૂપે મેળવી તેને ડાઉનલોડ કરીને શાળાના કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે તેમજ બાળકોને જે ચોપડી પોતાની જાતે ઈન્ટરનેટ પર ના મળે તે શિક્ષકને કહે છે શિક્ષક પોતાની જાતે ઈન્ટરનેટ ની મદદ વડે શોધીને સોફ્ટ કોપી શોધીને આપે છે અથવા જો વિદ્યાર્થીને વીડિયો વાળી વાર્તા જોઈતી હોય તે કોમ્પ્યુટરમાં ઈન્ટરનેટના માધ્યમ થકી યુટ્યુબ પરથી પોતાની જાતે સર્ચ કરીને વીડિઓ વાળી વાર્તા સંભાળે છે.જેથી બાળકો ફ્રી તાસમાં તેનો ઉપયોગ કરી શકે. (લક્ષ્મીનારાયણ પટેલ-ઇડર-9714455702,ગૌતમભાઈ ગોહિલ-બોરસદ-9974395404,બાબુભાઈ મોર-કચ્છ-9925640338, પ્રિયદર્શી અંબાલાલ-જામનગર-9913691216, પ્રજ્ઞાબેન જોશી-પોરબંદર-9737904660, દીપકભાઈ ધરાવિયા-જામનગર-9898296367, જગતસિંહ મકવાણા-સાબરકાંઠા-9687664068, નીશીથભાઈ આચાર્ય-અમદાવાદ-9662359321, ભાવીનભાઈ કોરિયા-પોરબંદર-9586620719, દીપલીબેન મહીડા-આણંદ-9408865196,પંકજભાઈ પ્રજાપતિ-બનાસકાંઠા-9428557463)