Discussion Forum Teacher
15-01-2018 : પ્રશ્ન: બાળકને વાંચન રસરૂચી વધે તે માટે કરેલ નવતર પ્રયોગ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.
તારણ:
- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
- વર્ગખંડમાં વાંચન કરતા બાળકની સહેલાઈથી ઓળખ થાય અને તેને પ્રોત્સાહિત કરવામાં આવે જેથી કરીને બીજા બાળકો પણ વાંચન કરવા પ્રેરાય તે માટે વર્ગખંડમાં એક ચાર્ટ પેપર પર વિદ્યાર્થી પ્રમાણે સ્ટાર બનાવવી તેની પર તેનું નામ લખવામાં આવ્યું છે. જે બાળક સારું વાંચન કરે તેને તેના નામના સ્ટારની બાજુમાં બીજો સ્ટાર શિક્ષક આપે છે અઠવાડિયાના અંતે જે વિદ્યાર્થી પાસે વધુ સ્ટાર હોય તેને શાળા પરિવાર ઇનામ આપીને પ્રોત્સાહિત કરે છે. (સોઢા મહંમદસોએબ-કચ્છ-9979522899)
- શાળામાં વાંચન કોર્નર બનાવવામાં આવ્યું જેમાં બાળકોને વાંચવું ગમે તેવા સચિત્ર પુસ્તકો રાખવામાં આવ્યા જેવાકે બાલસૃષ્ટિ, જગમગ, બાળ સંદેશ, બાળ વાર્તા ના પુસ્તકો સાથે મહાન બાળકો ને લગતા પુસ્તકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકો ને ક્રમાનુસાર ગોઠવવામાં આવ્યા બાળકો પોતાની રીતે આ પુસ્તકો મેળવીને વાંચે અને તેને જે સારી બાબત લાગી હોય તેનું અવલોકન પ્રાર્થનામાં અથવાતો લાયબ્રેરીમાં મારું પ્રિય પુસ્તકમાં તેની નોંધ કરે છે. (પટેલ રજનીકાંતભાઈ-બનાસકાંઠા-9974052199, મહેરિયા કમલેશભાઈ-અમદાવાદ-94275 25959,પટેલ પીન્ટુબેન-પંચમહાલ-8980590917)
- બાળકો વીડિઓ જોઇને વાંચન શીખે તે માટે પ્રોજેક્ટર અને કોમ્પ્યુટર પર એનીમેશન અને સબટાઇટલ વાળા વીડિઓ તેમજ ફોટો વાળા સ્લાઈડ શો વર્ગમાં બતાવી અભ્યાસ કરાવવામાં આવે છે. અઠવાડિયાને અંતે વિદ્યાર્થીનું મૂલ્યાંકન માટે કસોટીનું આયોજન કરવામાં આવે છે જેને વધુ માર્ક્સ આવ્યા હોય તેનું પ્રાર્થનાખંડમાં બહુમાન કરવામાં આવે છે. (પરમાર શાંતીબેન-જુનાગઢ-9825193809, ચૌહાણ જગદીશભાઈ-જુનાગઢ-9824493809,રાવલ શ્રદ્ધાબેન-ભાવનગર-9638304001)
- જૂથ કાર્ય પદ્ધતિ દ્વારા વર્ગમાં ટીમ પાડવામાં આવે છે જેમાં ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન શૈક્ષણિક સ્તરના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે. આમ આવી વર્ગમાં છ ટીમો બનાવીને વાંચન કાર્ય કરાવવું જેમાં પ્રથમ બે હોંશિયાર વિદ્યાર્થીઓને કન્વીનર અને સહ કન્વીનર બનાવીને વાંચન કાર્ય સોંપવામાં આવે છે આ બંને કન્વીનર અને સહ કન્વીનર પોતે વાંચન પણ કરશે અને બીજા ટીમના નબળા બાળકોને પણ મદદ કરશે.આમ કરવાથી વિદ્યાર્થીઓના વાંચનમાં ઘણો બધો ફેર પડ્યો તેમજ વિદ્યાર્થીઓનું વાંચન પણ સુધર્યું છે.આ પ્રવૃતિમાં શિક્ષક માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. (પટેલ મિતુલભાઇ-પાટણ-9724641090)
- ધો ૫ અને ૬ ના વિદ્યાર્થી ગુજરાતી ભાષા સરળતાથી ટેકનોલોજીની મદદથી શીખી શકે તે માટે "જ્ઞાનકુંજ" પ્રોજેક્ટ અંતર્ગત શાળાને મળેલા ૧૦૦ ટેબ્લેટને સર્વર સાથે જોડીને ઓફલાઈન ચાલતી એપ્લીકેશન જેવીકે ગુજરાતી બાળવાર્તા તેમજ સોફ્ટવેર kolibri નો ઉપયોગ કરીને MP3 વાર્તા, એનીમેટેડ વાર્તા ટેબ્લેટમાં બતાવવામાં આવે છે. (પ્રજાપતિ અશ્વિનભાઈ-ગાંધીનગર-9724089181)
- શાળામાં ઓપન એર લાયબ્રેરી બનાવી છે જેમાં ધો ૧-૨, ધો ૩,૪,૫ અને ધો ૭-૮ એમ ૩ જ્ઞાનસંપટ મુક્ક્વામ આવ્યા છે. સાથે સાથે સમાચાર પત્રનું સ્ટેન્ડ પણ ત્યા રાખવામાં આવ્યું છે. બાળકો રીશેશના સમયે તથા ફ્રી તાસમાં ત્યાં વાંચન કરે છે.(મિસ્ત્રી ભામીનીબેન-બનાસકાંઠા-9429310192)
- બાળકો રમત દ્વારા પુસ્તકાલયના પુસ્તક વાંચવા પ્રેરાય તે માટે લાયબ્રેરીના પુસ્તકમાંથી જુદાજુદા પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેનો ઉત્તર લાયબ્રેરીના પુસ્તકમાંથી શોધી લાવવા કહેવામાં આવે છે, વાર્તાની ચોપડીમાંથી અધુરી વાર્તા કહેવામાં આવે છે જેથી બાળકો પુસ્તકાલયમાંથી આ પુસ્તક વાંચીને આ વાર્તા પૂર્ણ કરે છે. (લોખંડે જયશ્રીબેન-સુરત-9428243658, જોશી લખનભાઈ-ભાવનગર-9428182365)