Discussion Forum Teacher

Discussion Forum Teacher

15-02-2018 : પ્રશ્ન : શાળાના બાળકો અને વાલીઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્તિ વધે તે માટે આપે કરેલ નવતર પ્રયોગ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • ગામમાં ફળિયા પ્રમાણે ૫-૫ વિદ્યાર્થીની ટુકડી બનાવી અને તેમને સ્વચ્છતા અંગે જાણકારી આપતું ફોર્મ આપવામાં આવ્યું આ બાળકોએ ઘરે ઘરે જઈને આ ફોર્મ ભરાવ્યું જેમાં ઘરની આજુબાજુની સફાઈ, ગંદા પાણીનો નિકાલ,તેમજ ફળિયાની સફાઈ, છેલ્લા ૩ મહિનામાં કોઈ બીમાર પડ્યું છે કે નહિ વગેરે બાબતનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સર્વેનો સારાંશ ૨૬ મી જાન્યુઆરીના દિવસે શાળાના કાર્યક્રમમાં ગામલોકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો જેથી તેમને સમજાવી શકાય કે સ્વચ્છતાનો સ્વાસ્થ્ય સાથે કેવી રીતે સબંધ છે. (દીપકભાઈ ધારવૈયા-જામનગર-9898296367)
  • શિયાળાની શરૂઆતમાં સ્વાઈન ફ્લુ અને મેલેરિયા જેવા રોગોનો ફેલાવ ખુબ હતો, જેનું મુખ્ય કારણ મચ્છર હતા. આ રોગો અટકાવવા લોકોમાં જાગૃતિ ફેલાવવા મહિનાના કોઈ એક બુધવારે સાંજે ગામ લોકોની મીટીંગ ભરીને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ બીમારીથી કેવી રીતે બચવું તેના પેમ્પલેટ પણ આપવામાં આવ્યા. બીજા દિવસે ધો ૮ ના વિદ્યાર્થીની એક બાળદાકતરી સમિતિ બનાવી જેને ઘરે ઘરે જઈને જ્યાં પાણી ભરાય છે તે જગ્યાની માહિતી જે-તે ઘર વાળાને આપી અને તેને ચોખ્ખી કરવા જણાવ્યું.લગભગ એકાદ અઠવાડિયામાં પુરા ગામના ઘરની વિઝીટ આ સમિતિએ કરી શાળાને રીપોર્ટ આપ્યો.આમ ગામલોકોમાં મમચ્છરથી થતા રોગો વિષે જાગૃત થયા છે.(ફીચડીયા શૈલેશભાઈ-રાજકોટ-9824831771)
  • ગીતાપુર ગામના પિવાના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે હોવાના કારણે બાળકોના દાંતની બિમારી વધારે જોવા મળી.આના ઉપચાર માટે સૌ પ્રથમ શાળામાં દાંતની સફાઈ બાબતે જાગ્રતી આવે તે માટે દાંતની નિયમિત સફાઈ ના સૂચનો આપ્યા.અઠવાડીયામાં એક વાર સામુહિક દંત મંજન કાર્યક્રમ રાખવામાં આવતો.હાલમાં શાળામાં દરરોજ મધ્યાહન ભોજન બાદ 2:45 સમયે દરેક બાળકને શાળા તરફથી બ્રશ તથા ટુથપેસ્ટ દ્વારા દાંતની નિયમિત સફાઈ કરાવવામાં આવે છે.બાળકોની દાંતની તકલીફ ઓછી થઈ. દાંત પ્રત્યે જાગ્રતી આવી.શાળા કક્ષાએ આ પ્રયોગ હાલમાં નિયમિત ચાલે છે.(રસિકભાઈ પટેલ-અમદાવાદ-9687835010)
  • શાળામાં રિશેષ દરમિયાન બાળકો ન્યુટ્રીશયન વાળો નાસ્તો ખાય તે માટે દર શનિવારે વેંજીટેબલ સલાડ ડે, ફ્રુટ સલાડ ડે, કઠોળ ડે, ભેળ ડે,...જેવા અનેક ડે ઉજવવાનું શરુ કરવામાં આવ્યું છે, બાળકો હોશે હોશે ઘરેથી સલાડ નાસ્તામાં લાવે છે અને સમુહમાં આરોગે છે.(શ્રધ્ધાબેન રાવલ-ભાવનગર-9638304001)
  • ગામના લોકો સ્વાસ્થ્યમય જીવન જીવે તે માટે શાળાના ધો 6 અને 7 બાળકોનું ગ્રુપ પાડીને આ બાળકોને શનિવારે સાંજના સમયે અને રવિવારે સવારે ગામના દરેક ફળિયામાં વહેંચવામાં આવ્યા.બાળકો ધ્વારા ફળિયામાં રહેલો કચરો,પથ્થરો,વગેરે સફાઈ કરવામાં આવી.આમ બાળકો દ્વારા દર અઠવાડિયે આ પ્રવૃત્તિ કરવામાં આવી. બાળકોને જોઈ આજે ફળિયાના લોકો દરરોજ જાતે સફાઈ કરે છે અને બાળકો તથા ગામલોકોને સ્વાસ્થ્ય નું મહત્વ પણ સમજાયું.(નરેશકુમાર પટેલ-મહેસાણા-8980913082)
  • સ્વાસ્થ્ય સારું રાખવા માટે જરૂરી સ્વચ્છતા બરાબર જળવાય રહે તે માટે વ્યક્તિગત સ્વચ્છતાનું કાર્ડ બનાવ્યું છે તેમજ ગામમાં ઘર પ્રમાણે કાર્ડ બનાવ્યું છે. જ્યાં મૂલ્યાંકન દરમિયાન સ્વચ્છતા જોવા મળે તેના નામ મુજબ તેને પોઈન્ટ આપવામાં આવે છે અમુક સમયના નાતે જેના વધુ પોઈન્ટ હોય તેમને એસ.એમ.સી. તેમજ ગામલોકોની હાજરીમાં ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.(સંજયભાઈ પટેલ-8238406080-વડોદરા)