Discussion Forum Teacher
25-02-2018 : પ્રશ્ન: ગણિતમાં આવતાં ગણ-પરિચય તથા યુગ્મકોણ,અનુકોણ કે અંત:કોણ શીખવવા માટે આપે કરેલ નવત્તર પ્રવુતિ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.
તારણ:
- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
- ગણિતમાં આવતા ગણ પરિચય તથા યુગમાં કોણ, અનુકોણ કે અંત:કોણ શીખવવા માટે વાયરના ટુકડા કે દોરડાંના ટુકડા વડે આક્રુતિ બનાવી, કાગળ માંથી જુદા જુદા આકાર બનાવીને, દીવાસળી,દોરાની મદદથી અંને વાલ્વ ટ્યુબમાંથી મોડેલ બનાવીને તેમજ અનાજ મંગાવીને ગણ વિશેની સમજુતી આપવામાં આવે છે. આમ ગમ્મતની સાથે ભણતરની રીત આપનાવી જેથી બાળકોને શીખવામાં મજા આવી અને યાદ રાખવામાં સરળતા રહી.(દીપકભાઈ ધારવૈયા-જામનગર-9898296367, પ્રવીણસિંહ જે. ઝાલા-ખેડા-9904364971,અક્ષયકુમાર જાદવ-પંચમહાલ-9712096225)
- જેટલા યુગ્મકોણ, અનુકોણ અંતઃકોણનાં ખૂણા બને તે ને અનુરૂપ વિદ્યાર્થીઓના મિત્રોની જોડીઓ બનાવી ઝેડ અને ઉલ્ટા ઝેડ આકારની શાળા મેદાનમાં ગોઠવણ કરી યુગ્મકોણ ત્યારબાદ યુ આકારથી અનુકોણ અને છેદિકાથી બનતા અંતકોણની સમજ મેળવે છે(મેહુલકુમાર જોશી-ગીરસોમનાથ-9898985003, માલવભાઈ સોલંકી-જુનાગઢ-9714329193)
- મેદાનમાં વર્તુળમાં બાળકોને બેસાડીને આજ રીતે પ્રવૃત્તિ કરાવેલ છે...ઉપરાંત બાળકોને વર્ગખંડમા સમાંતર રેખાઓ મોડેલ દ્વારા, રંગીન ચોક દ્વારા જુદી જુદી રેખાઓ દર્શાવીને બાળકો જાતે તમામ ખૂણાઓ, છેદ બિંદુ ,આકારો યાદ રાખે છેબાળકો પણ આજ રીતે પોતાની જાતે નોટબુકમાં આકૃતિઓ દોરીને સમજણ મેળવે છે(નીરવભાઈ ચૌહાણ-ભાવનગર-9586116776)
- ગણિત કોર્નર બનાવ્યું છે ધો ૫ થી ૮ માં આવતા ગણિત વિષય ના પ્રકરણને લગતા કોયડા, સુત્રો, ચાર્ટ,પુસ્તક,TLM, પઝલ, જે બાળકો પોતાની જાતે શોધે અને બીજા બાળકોને પૂછીને જવાબ આપે છે.(બાબુભાઈ મોર-કચ્છ-9925640338)
- મલ્ટીમીડિયા સાધન તેમજ લર્નવીટા સોફ્ટવેર વડે દ્રશ્ય શ્રાવ્ય પધ્ધતિથી અભ્યાસ કરાવવામાં આવે છે જેથી બાળકો સરળતાથી શીખતા થયા છે. (હિતેશભાઈ સોલંકી-જુનાગઢ-9638631431,રાજેશકુમાર માછી-ગોધરા-9909457365)
- બાળકોને ગણ, યુગ્મકોણ, અનુકોણ અને અંત:કોણની સમજ આપવા માટે હાર્ડબોર્ડ પર સમાંતર રેખાઓ અને તેને જોડતી LED લાઈટ ગોઠવી તેમજ તેને શરુ-બંધ કરવા ૫ સ્વીચ ગોઠવી એક TLM બનાવ્યું જેના વડે બાળકો સરતાથી સમજતા થયા છે. (રામજીભાઈ રોટાતર-બનાસકાંઠા-9726658508, પીયુશભાઇ પંડયા-ભાવનગર-9924654220,કીન્જલ્બેન જાંબુચા-તાલાલા-7622836747)