Discussion Forum Teacher

Discussion Forum Teacher

05-04-2018 : પ્રશ્ન : વિદ્યાર્થીઓમાં સહભાગીતા અને ચર્ચાને પ્રોત્સાહન આપવા આપે કરેલ નવતર પ્રયોગ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • વિદ્યાર્થીઓમાં સહભાગિતા માટે વિવિધ પ્રવૃત્તિ વિદ્યાર્થી પાસે કરાવવામાં આવે જેવી કે, ચિત્રકામ, માટીકામ, અધૂરા વાક્ય પુરા કરી વાર્તા બનાવવી, શબ્દો ભેગા કરી ફકરો બનાવવો, શાળાસફાઈ, બગીચાકામ, વ્યક્તિગત સ્વચ્છતા, પાર્થના સભાની જવાબદારી, શાળા સંચાલન, ગૃહકાર્ય વગેરે. ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે ઇનામનું વિતરણ, જાહેરમાં સન્માન કરાવવામાં આવે છે. જેના પરિણામે જે વિદ્યાર્થી ઈત્તરપ્રવૃતિમાં ભાગ નથી લેતા તેવા વિદ્યાર્થીઓ પણ ચર્ચામાં ભાગ લેવા પ્રેરાય છે.(રોજસરા વાળાભાઈ જે.- સુરેન્દ્રનગર -૩૬૩૪૨૭ - ૭૦૧૬૬૨૦૮૧૨ , પ્રતિકકુમાર રૂડાણી- અમરેલી-૩૬૫૬૩૫- ૯૪૨૯૫૫૯૩૦૮, પઢીયાર મીતાબેન આર.-ખેડા-૩૮૭૬૩૦ -૯૭૨૩૦૮૬૫૭૨ )
  • વિજ્ઞાન જેવા વિષયમાં વૈજ્ઞાનિકના નામ પરથી વિદ્યાર્થીઓના ગ્રુપનું નામ આપીને હોશિયાર વિદ્યાર્થીને ગ્રુપના લીડર બનાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને ટીમમાં પ્રોજેક્ટ વર્ક માટે અલગ-અલગ માહિતી ભેગી કરી રમતો રમે છે. મહિનામાં જે ગ્રુપને વધારે પોઈન્ટ આવે તેને ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ ગ્રુપમાં કામ કરવામાં રસ દાખવે છે અને સહભાગિતા પણ ધરાવે છે. (કિંજલ એલ. જાંબુચા-ભાવનગર-૩૬૪૦૪૧ - ૭૬૨૨૮૩૬૭૪૭, ડો. જોશી જયદીપ એ.-જૂનાગઢ-૩૬૨૦૦૧ -૯૫૩૭૯૭૭૭૮૯ )
  • વિદ્યાથીઓને મુંજવતા પ્રશ્નો માટે પ્રશ્નપેટી બનાવવામાં આવી છે જેમાં બાળકો તેના પ્રશ્નો લખી તેમાં મુકે છે. દર સપ્તાહે તે પેટીમાંથી પ્રશ્નો વાંચી શિક્ષક અને વિદ્યાર્થી ચર્ચા , જુથમાં વિદ્યાર્થી ચર્ચા, પ્રવૃત્તિ, રમત રમાડવી જેના દ્વારા વિદ્યાર્થીમાં સહભાગિતા કેળવાય છે. (ભુવા આનંદકુમાર ડી.-મોરબી-૩૬૩૬૪૨ - ૮૯૦૫૧૭૫૯૬૨, કિશોર મકવાણા-જૂનાગઢ-૩૬૨૨૬૦ - ૯૬૩૮૭૬૦૪૦૩, જાદવ મનીષાબેન આર. –ગીર સોમનાથ -૩૬૨૫૩૦ - ૯૬૦૧૬૫૭૫૯૭)
  • વર્ગમાં વિદ્યાર્થીઓની ટુકડી બનાવીને સર્જનાત્મક પ્રવૃત્તિ, પ્રશ્ન બેંક, પ્રશ્નોતરી, નાટક, ચર્ચા, વકતૃત્વ, મુલ્ય નિષ્ઠાવાળા સવાલો, નિબંધ લેખન, ચલચિત્રો, શાળાની નજીકમાં જોવાલાયક સ્થળ પર સામુહિક ભોજનની વ્યવસ્થા કરવાથી સહભાગિતા કરવામાં આવે છે. ( સોલંકી ભરતભાઈ જે. –સુરત-૩૯૪૩૫૦- ૯૮૨૪૪૭૧૦૧૨ , સાંવ સચિનકુમાર આર. –સુરેન્દ્રનગર -૩૬૩૫૧૦ - ૯૮૭૯૩૦૭૩૫૬)
  • ) વિદ્યાર્થીઓને પર્ણપોથી બનાવવા તમામ વિદ્યાર્થીઓ ઘરેથી જુદા-જુદા પર્ણ લાવીને પર્ણપોથી બનાવે છે. તેમજ દરેક વિદ્યાર્થી ચિત્ર જોઈને ૨ લીટી માં લખે છે. એવી જ રીતે ઉખાણાના જવાબ, કોયડા રમત, પુસ્તક વાંચીને બીજા વિદ્યાર્થીઓ સાથે અદલાબદલી કરીને પુસ્તક વિશે ચર્ચા કરે છે. વિદ્યાર્થીઓમાં સમુહ્ભાવાના ના ગુણ કેળવાય છે. બાળકો વર્ગ સમક્ષ બોલતા થયા છે. (પટેલ હિતેન્દ્રકુમાર એન. –વડોદરા-૩૯૧૭૭૪ -૯૮૭૯૭૨૨૮૫૪ , વિહોલ દિલીપસિંહ પી. –વિસનગર-૩૮૪૩૧૫ -૯૭૨૫૮૭૧૬૫૮, ઝાલા પ્રવીણસિંહ જે. –ખેડા-૩૮૭૩૪૦ -૯૯૦૪૩૬૪૯૭૧, જોશી ભાવિક કુમાર સી. –બનાસકાંઠા-૩૮૫૦૦૧ -૯૯૨૪૫૩૩૮૭૮ )
  • ગણિત-વિજ્ઞાનની પ્રવૃતિ વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવે છે. જેમ કે આઈટમ દ્વારા એસીડ બેઇઝની કસોટી, હળદર પત્ર કે જાસુદ પત્ર બનાવાવા માઈક્રોસ્કોપ દ્વારા ઓનિયન સેલ લેવાની આવી પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ એકવાર જોઈને જાતે કરે છે.(પીયૂષ પંડયા –ભાવનગર-૩૬૪૦૦૨ -૯૯૨૪૬૫૪૨૨૦)
  • વિદ્યાર્થીઓને મીનીટની ગેઈમ બનાવીને રમવાથી બધા રસપૂર્વક ભાગ લે છે. જેવી કે, કોન બનેગા કરોડપતિની રમત રમવાથી બાળકો ગમ્મત સાથે શીખવાની મજા આવે છે. તે મુજબ બાળકોને ચાલેલ પાઠનું પુનરાવર્તન, કાવ્ય, સમાનાર્થી અને વિરુધાર્થી શબ્દો વગેરે રમત રમીને શીખે છે. (દિક્ષિત ઉષાબેન ડી. –ભાવનગર- ૩૬૪૧૪૦ - ૯૪૨૬૪૫૫૮૪૮, ભાલોડીયા કુસુમ બહેન –જૂનાગઢ- ૩૬૨૦૦૧ -૯૪૦૯૧૫૧૨૧૨ )