Discussion Forum Teacher
25-05-2018 : પ્રશ્ન:- આપની શાળામાં ન્યુજ પેપરનો શિક્ષણમાં ઉપયોગ માટે કરેલ કોઈ નવતર પ્રવૃત્તિ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.
તારણ:
- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
- વર્ગમાં એક કાગળનો બંચ રાખેલ છે જેમાં વિદ્યાર્થીઓ ન્યુઝ પેપરમાં આવતા વિજ્ઞાનના અને બીજા પ્રયોગોના તેમજ શિક્ષણને લગતા ન્યુઝ કટિંગ કરીને કાગળમાં ચોટાડે છે. જુદા જુદા અંક બનાવી સંગ્રહ કરે જેમકે રસોઈ , મેહેંદી ડિઝાઈન વગેરે બનાવવામાં આવે છે.વર્ષના અંતે જે વિદ્યાર્થીએ સારા ન્યુઝ ભેગા કર્યા હોય એમને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવે છે. (બોલણીયા વિજયભાઈ-સુરેન્દ્રનગર-૯૯૭૯૭૦૩૫૪૧)
- શાળાના બુલેટીન બોર્ડ પર ન્યુઝ પેપરમાંથી વાર્તા, વ્યક્તિ પરીચય, તફાવત શોધો, ટપકા જોડો, ચિત્ર પુરણી, વગેરે કટિંગ મુકવામાં આવે છે. રોજ અલગ-અલગ વિષયના કટિંગ લગાવવામાં આવે છે. (પટેલ લવ બી.-અમદાવાદ-૯૯૯૮૬૬૧૬૬૫, ભુવા આનંદકુમાર ડી.- મોરબી-૮૯૦૫૪૭૫૯૬૨, જોશી કિરણકુમાર એસ.-બનાસકાંઠા-૯૫૩૭૨૩૧૪૧૯)
- ન્યૂઝપેપરમાં જુદા-જુદા આકારો ગણિત માટે કાગળ જેમકે વિમાન, હોળી, દેડકો, ફૂલ, પોતાના નામથી શરુ થતા શબ્દો શોધવા, જોડાક્ષર, સાદા શબ્દો, અંગ્રેજી શબ્દો, ગણિતમાં વળતર (ડિસ્કાઉન્ટ) શોધવા માટે આવતી એડનું કટિંગ કરી ફાઇલ બનાવે છે. વળતર શોધવા ઉદાહરણ ખુબ જ સારી રીતે સમજાવી શકાય છે.(મકવાણા જેતેન્દ્રભાઈ બી.- બનાસકાંઠા-૯૦૧૬૩૪૩૭૫૫, વણકર પ્રકાશકુમાર કે.- સાબરકાંઠા-૯૪૨૭૮૮૪૫૫૭)
- ન્યુઝપેપર માંથી જુદા-જુદા વિભાગો જેવા કે મરણનોંધ, શ્રદ્ધાંજલિ, બેસણું, ધાર્મિક સમાચાર, રમત-ગમત, તંત્રીલેખ, ગુજરાતી મહિના, તિથી, નોકરી ધંધા વિષયક નોંધ વગેરે હેઠળના સમાચારોનું કટિંગ કરી વિભાગ અનુસાર અંકનું નિર્માણ કરવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીઓમાં ન્યુઝ વાંચવા સમજવાની ટેવ અને જીજ્ઞાશામાં વધારો થાય છે. (સોલંકી ગમનસિંહ ડી.-બનાસકાંઠા-૭૬૦૦૨૮૫૨૨૮, સુતરીયા દુલાબેન ડી.- સાબરકાંઠા- ૯૪૨૮૧૯૮૮૦૨, સતાસિયા ગીરીશકુમાર જી.- અમરેલી-૯૪૨૭૨૪૫૭૩૨)
- દર શનિવારે આવતી ન્યુઝ પેપરની પૂર્તિઓ એકઠી કરી વાર્તા, કવિતાઓનો સંગ્રહ કરે છે. ૫૦,૦૦૦ વાર્તાનો સંગ્રહ થયેલો છે જે પ્રાથના સભામાં પ્રશ્નોતરી, વાર્તા, કોયડા ઉકેલ કરે છે જેનાથી વિદ્યાર્થીઓમાં પુસ્તકની સાચવણી અને પેપર વાંચન કોર્નર ઉપયોગ કરી જ્ઞાનમાં વધારો થાય છે. (પ્રજાપતિ પંકજ કુમાર એમ.- બનાસકાંઠા-૯૪૨૮૫૫૭૪૬૩, ભાવસાર ચિરાગ બી.- આણંદ-૯૮૨૪૩૬૬૯૨૧)
- વિદ્યાર્થીઓ ન્યુઝ પેપર વાંચીને તેમાં આવતી વૈજ્ઞાનિકોની માહિતી, નવતર પ્રયોગ,સામાજિક વિજ્ઞાનને લગતી ,પશુ, પક્ષી, જીવજંતુ, વાહન વગેરે જેવા કટિંગ કરીને સંગ્રહપોથી બનાવે છે. અંગ્રેજી વાર્તાઓ ,અઘરા સ્પેલિંગ નોટબુકમાં લખી તેનું લીસ્ટ બનાવે છે. જેથી વાંચનનો રસ વધે છે. (શાહ ગાયત્રીબેન એન.-વડોદરા-૯૪૨૯૮૨૫૦૨૬, દવે શ્રેયા ડી.-પાટણ-૯૯૦૯૭૦૫૭૧૦, ભાલગમીયા દિલીપ સી.- બોટાદ-૯૯૨૪૩૨૦૯૩૦)
- વિદ્યાર્થીઓ ન્યુઝ પેપર વાંચીને તેમાં આવતી વૈજ્ઞાનિકોની માહિતી, નવતર પ્રયોગ,સામાજિક વિજ્ઞાનને લગતી ,પશુ, પક્ષી, જીવજંતુ, વાહન વગેરે જેવા કટિંગ કરીને સંગ્રહપોથી બનાવે છે. અંગ્રેજી વાર્તાઓ ,અઘરા સ્પેલિંગ નોટબુકમાં લખી તેનું લીસ્ટ બનાવે છે. જેથી વાંચનનો રસ વધે છે. (શાહ ગાયત્રીબેન એન.-વડોદરા-૯૪૨૯૮૨૫૦૨૬, દવે શ્રેયા ડી.-પાટણ-૯૯૦૯૭૦૫૭૧૦, ભાલગમીયા દિલીપ સી.- બોટાદ-૯૯૨૪૩૨૦૯૩૦)
- સૌપ્રથમ તો ન્યુઝપેપરથી બાળકમાં હકારાત્મક અભિગમ આવે છે. જેમકે દરરોજ ન્યુઝ માંથી gk તૈયાર કરી ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે ઝગમગ પૂર્તિનો ઉપયોગ કરી લેટેસ્ટ gk નો સંગ્રહ વાંચન અંગેની અભિરુચિ કેળવી શકે છે. (પટેલ જીતેન્દ્રભાઈ વી.- બનાસકાંઠા- ૯૯૨૪૦૭૦૭૦૩, સોલંકી પ્રવીણકુમાર આર- બનાસકાંઠા-૯૯૭૯૫૫૨૦૦૧, પટેલ હિતેશકુમાર બી.-બનાસકાંઠા-૯૮૭૯૫૭૮૯૧૪)
- શાળાની લોબીમાં સ્ટેન્ડમાં ન્યુઝ રાખવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ એમની અનુકુળતાએ વાંચન કરવાથી વિદ્યાર્થીઓની ભાષા શુદ્ધિ અને કંઠસ્થ શીખે છે. (સિંઘ અભિષેક કે- ખેડા-૯૯૯૮૩૪૦૧૧૭, દેથારીયા શ્રીકાંત જે.- મોરબી-૯૫૧૦૨૦૨૨૨૦)
- વિદ્યાર્થીઓ ન્યુઝ પેપર વાંચી દેશ અને દુનિયામાં બનતી વિવિધ ઘટનાથી પરિચિત થઈ પોતાની ક્ષમતાનો સારો વિકાસ કરે છે શિવાજી, મહારાણા પ્રતાપ, ક્રાંતિવીર, મહાપુરુષોના ચરિત્ર વિશેના લેખ વાંચવાથી વિદ્યાર્થીમાં ચારિત્ર્ય નિર્માણ થાય છે. (દવે નીરવ એમ-પાટણ- ૮૨૩૮૦૩૭૪૨૭, પ્રજાપતી હેમંત કુમાર- બનાસકાંઠા-૯૭૨૭૮૧૩૨૦૫, પ્રજાપતિ વિજયકુમાર એમ.-પાલનપુર-૯૯૨૪૫૧૯૭૪૩)