Discussion Forum Teacher

Discussion Forum Teacher

15-06-2018 : પ્રશ્ન:શાળામાં નવા પ્રવેશ મેળવનાર બાળકોને શાળાએ આવવું ગમે તે માટે આપે કરેલ નવતર પ્રવૃત્તિ અને પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • શિક્ષકોએ આપેલા જવાબો નીચે મુજબ આપેલા છે.
  • શાળામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એક મિનિટની રમત જેવી કે, ફેશન શો, સંગીત ખુરશી, ગોળગોળ ફરો, એકબીજાના હાથમાં તાલી મારો, અંગ ઓળખો, રમકડા બનાવવા, કાગળ કામ, અડકો દડકો, લીંબુ ચમચી, નારગેલ, ઠીકરી, લંગડી, આવી રમત રોજ એક કલાક રમાડવાથી ધોરણ ૧ નું બાળક શાળામાં સ્થાયીકરણ થાય. ઘર કરતા શાળામાં વધુ ગમે તેવું વાતાવરણ ઉભુ થાય છે.
  • વર્ગખંડમાં બાળકોને બાળગીતો ગવડાવવા, બાળ વાર્તાઓ,બાળ નાટક, ઉખાણા, જોડકણા, જૂથો પાડીને રમતો, કમ્પ્યુટરમાં ઓનલાઇન યુટ્યુબના માધ્મમાંથી બાળ વિડીયો, કાર્ટૂન વિડીયો બતાવવાથી વર્ગખંડનું વાતાવરણ ઉલ્લાસમય બને છે.
  • ધોરણ ૧ ના વિદ્યાર્થીઓ શાળામાં નહી મિત્ર સાથે રમે તે માટે જ્ઞાન સાથે ગમ્મત, બાળ મેળાની પ્રવૃતિઓ, વર્ગખંડનું એવું વાતાવરણ ઉભુ કરે જે ટૂંકમાં બાળજન્ય અને બાળકમય પ્રવૃત્તિ કરાવવામાં આવે છે.
  • શાળામાં બાળકોને આઈડી કાર્ડ બનાવે પોતાનો ફોટો જાતે ઓળખી પહેરે મનગમતી કલરની ટોપી પહેરે દરેક બાળક સાથે પર્સનલ વાત કરે બાળક પેટ ભરીને જમે મરજી મુજબ લીટા કામ અને બેસવા દેવામાં આવે છે.
  • શાળામાં વિદ્યાર્થીને ગમે તે માટે સરસ મજાના ફુગ્ગાની સજાવટ મંડપમાં કરવામાં આવે, બેન્ડવાજાથી સંગીતમય વાતાવરણ બનાવવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરીને બાળકોને સ્કુલ બેગ , સ્લેટ, પેન, ટી શર્ટ, પુસ્તકોનું વિતરણ કરવાથી બાળકો શાળાએ આવવા વધુ પ્રેરાય છે.
  • પ્રવેશોત્સવના દિવસે શાળામાં લાઈફસ્કીલ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ પ્રવૃત્તિ જેવી કે વેસ્ટમાંથી બેસ્ટ, મહેંદી, કેશ, ગૂંથન, નિશાનબાજી, ઇનામજીતો, બોટલ, શુટીંગ, રંગપુરણી, ડીઝાઇન, રેસીપી, બોલ ઇન ડોલ, સિક્કે કા જાદુ, તીરંદાજી, ડાન્સીંગ ક્લબ, વગેરે બાળકોનું કુમકુમ તિલક અને પુષ્પ ગુચ્છથી ઉષ્માભર્યું સ્વાગત કરવાથી બાળકો આનંદમય બને છે. બોજ વિનાની મોજ કરાવવામાં આવે છે.
  • શાળામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શાળાએ આવવું ગમે તે માટે ઉનાળુ વેકેશન પહેલા બાળકોની વાર્ષિક પરીક્ષા પછી શાળામાં આવકારવાનો કાર્યક્રમ કરે, બાળકોને શાળાના વાતાવરણ અને શિક્ષકોથી વાકેફ, શાળા તત્પરતાની પ્રવૃત્તિ, આનંદદાયી પ્રવૃત્તિ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેનાથી શાળા પ્રવેશોત્સવ થી બાળકો શાળામાં આવતા થાય છે.