Discussion Forum Teacher
25-06-2018 : પ્રશ્ન:- શીખવાની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની ભાગીદારી વધારવા માટે આપે કરેલ નવતર પ્રવૃત્તિ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.
તારણ:
- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
- શીખવાની પ્રક્રિયામાં બાળકોની ભાગીદારી આવશ્યક છે. આ માટે પર્યાવરણ વિષયમાં વૃક્ષનું ચિત્ર દોરી તેના વિવિધ અંગો દર્શાવતો ચરત બનાવીને તેનાથી બાળકો વૃક્ષના વિવિધ અંગો ઓળખે છે તેના કાર્ય વિષે જાણે છે આવી રીતે પ્રોજેક્ટ વર્ક, પર્ણપોથી, પશુ-પંખી, શાકભાજી –ફૂલ પોથી, પક્ષીઓ, પ્રાણીઓ વિશે માહિતી લખે આનાથી જીવંત શિક્ષણ મળી રહે છે.(વર્મા મનીષા એસ.-દાહોદ-૭૫૬૭૧૪૭૧૪૭, પ્રજાપતિ સતીષકુમાર પી.-પંચમહાલ-૯૯૭૮૭૭૯૨૬૦, ભાલોડિયા કુસુમ બેન એમ.-જુનાગઢ-૯૪૦૯૧૫૧૨૧૨)
- વિદ્યાર્થીઓની ભાગીદારી વધારવા જૂથચર્ચા, જુથકાર્ય, પ્રવૃતીલાક્ષી શિક્ષણ આપવામાં આવે છે. એકમ કસોટીનું આયોજન , ટી.એલ.એમનો ઉપયોગ કરવામાં આવે છે મુલાકાત પર્યટન, પ્રવાસનું આયોજન વગેરે પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેનાથી શીખવાની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની ભાગીદારી વધે છે.(સોલંકી અશ્વિનસિંહ એલ.- ખેડા-૯૯૭૯૭૮૨૭૧૯)
- શાળામાં કમ્પયુટરના ભાગો અને ઉપયોગની સમાજ આપવા માટે ચાર્ટ બનાવવાથી સમાજ વધુ ક્લીઅર થાય છે. કમ્પ્યુટર દ્વારા શિક્ષણ, ppt દ્વારા, જૂથ ચર્ચા શિક્ષણ, સંવાદ પદ્ધતિ અવલોકન દ્વારા શિક્ષણ દ્રશ્ય શ્રાવ્ય વગેરે પદ્ધતિથી શીખવાની પ્રક્રિયામાં સહભાગીદારી વધે અને શીખેલું જ્ઞાન ચીરદાયી બને અને બાળકોને શીખવામાં રસ અને રૂચી જાગે છે.(બારોટ સુનીલભાઈ એ.-નડિયાદ-૯૯૯૮૯૬૫૫૯૮, પટેલ મીતુલકુમાર બી.-પાટણ-૯૭૨૪૬૪૧૦૯૦)
- શીખવાની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની ભાગીદારી વધારવા મોટે ભાગે દરેક વિષય શિખવવા માટે થીયરી કરતા પ્રેક્ટીકલ જ્ઞાન સમજ આપવામા આવે છે. પ્રેકટીકલમાં વધારે રસ હાય જેમ કે, વિજ્ઞાન તેમજ સામાજિકવિજ્ઞાન માં પૃથ્વી ફરે છે. તેમજ દિવસ - રાત તેમજ સૂયૅ મંડળ સમજાવવા માટે પ્લાસટીક ના બોલ , બલ્બ તેમજ લાકડા ના, પ્લાસટીક ના પાઇપ નો ઉપયોગ કરીને ટી.એલ.એમ બનાવીને સમજાવવામાં આવે છે. બકરા ની લીડીં તેમજ બાવળ ના કાંટા ,ડાળીઓ નો ઊપયોગ કરીને સૂયૅમંડળ ની રચના કરે છે. તેમજ સામાજીકવિજ્ઞાન ના દરેક પાઠને અનુરુપ તાજમહલ, પથ્થર ના ઔજારો, અશોક નો શિલાલેખ, જુના માટીના વાસણો, પથ્થરના આભૂષણો બનાવીને અભ્યાસમાં ઉપયોગ કરવામાં આવે છે.(કોરિયા ભાવિનકુમાર કે.-પોરબંદર-૯૫૮૬૬૨૦૭૧૯, વણકર ઉમેશકુમાર જી.-હિમંતનગર-૯૪૦૯૩૪૬૩૧૯)
- લેસન શીખવ્યા પહેલા જ ૫-૧૦ પ્રશ્નો આપી દેવા આવે અને જાતે શોધવા પ્રયત્ન કરવા દેવામાં આવે જેથી તેઓ વાંચવા અને જાણવા માટે આતુર બને વિદ્યાર્થીને પ્રશ્ન ગમે તેવો હોય તેમને પૂછવા દેવામાં આવે છે. જેથી વિદ્યાર્થીને પોતાની વાતને ન્યાય મળતો હોવાથી તેમની ભાગીદારી વધે છે. (વણકર હેમલતા-ગાંધીનગર-૯૪૨૭૩૧૪૮૮૩, દવે નીરવ એમ.- પાટણ-૮૨૩૮૦૩૭૪૨૭)
- શીખવાની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને ભાગીદારી વધારવા માટે ઓપન ક્લાસ સિસ્ટમ, ક્વિઝ ચર્ચા વાર્તા વકતૃત્વ મુલ્ય નિષ્ઠા સંવાદો નાટક નવલકથા કવિતા તેમજ ન્યુજ પેપરની બાળપૂર્તિ નું સવિશેષ વાંચન ગેઈમ ગરબાના રૂપે ઘડિયાગાન દ્વારા કરાવી શકાય છે.(સોલંકી ભરતભાઈ જે.-સુરત-૯૮૨૪૪૭૧૦૧૨, રમેશભાઈ બી.-દાહોદ-૯૨૬૫૬૬૧૦૫૩)
- વિદ્યાર્થીઓ દ્વારા વસ્તુઓનું નિર્માણ કરાવ્યું જેનાથી નાની વસ્તુઓ જે સ્થાનિક બજારમાં ઉપલબ્ધ હોય આજુબાજુના વાતાવરણમાંથી મળતી વિવિધ વસ્તુઓ પદાર્થો મંગાવી તેની મદદથી નવું કઈક બનાવવામાં આવે તો વિદ્યાર્થી રસ દાખવે છે. (મેડા દિલહરસિંહ એમ.-દાહોદ-૯૮૭૯૮૧૪૦૯૨, દેસાઈ નાગજીભાઈ પી.-બનાસકાંઠા-૮૭૫૮૩૬૩૪૯0)