Discussion Forum Teacher

Discussion Forum Teacher

05-07-2018 : પ્રશ્ન: શાળાના વિદ્યાર્થીઓને તારાજુથ, ગ્રહો અને આકાશગંગા વગેરે ટોપિક સમજાવવા માટે આપે કરે નવતર પ્રવૃત્તિ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • ખગોળ દર્શન માટે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારવા સૂર્યમંડળની સમજ આપવા NASAની મોબાઈલ એપની મદદથી ગમે તે સમયે કયો ગ્રહ કે નક્ષત્ર કઈ જગ્યાએ છે તે લાઈવ જોઈ શકાય છે.વિદ્યાર્થીઓ અને તેના માતાપિતા ને આકાશ દર્શન ટેલીસ્કોપની મદદથી કરવામાં આવે છે. તેમજ પ્રવાસમાં લઈ જઇને તારામંડળની મુલાકાત કરવામાં આવે છે. (સીમા વ્યાસ- અમરેલી -૯૪૩૬૪૨૫૫૪૨, ઠાકોર રોહિત બી.-દેહગામ-૯૭૧૨૨૨૨૧૨૫)
  • વિદ્યાર્થીઓને વર્ગમાં જુથ પ્રોજેક્ટ આપી જેમાં તેમના ઘરેથી પ્લાસ્ટિક, રબ્બરના બોલ, મેગેઝીનમાંથી તારા જૂથની માહિતી ચિત્રો સાથે ભેગી કરવાથી ડીટેઇલમાં અભ્યાસ કરી શકાય છે. રબ્બરના બોલ લાવ્યા પછી વર્ગખંડમાં તેના વડે શિક્ષકના માર્ગદર્શન હેઠળ સુર્યમંડળની રચના કરવામાં આવી જેનાથી વિદ્યાર્થીને તરત ખ્યાલ આવે છે કે કયો ગ્રહ નાનો ને મોટો તે સમજે છે.(પરમાર શૈલેશકુમાર એમ -છોટાઉદેપુર -૯૯૦૯૪૫૬૭૭૯, પંચાલ સુનીલકુમાર પી.-૮૯૮૦૮૧૩૧૭૩)
  • વર્ગખંડમાં અંધારુ કરીને માટીના માટલામાં તારાજુથ દોરી ત્યારબાદ અમુક અંતરે નાના મોટા કાણા પાડીને અંદર એક બલ્બ મુકીને અંધારામાં તેમનો બલ્બ ચાલુ કરી તારાજુથ, નક્ષત્રની સમજ આપી શકાય છે. (મોર બાબુભાઈ જી. -કચ્છ-૯૯૨૫૬૪૦૩૩૮, રબારી મશરુભાઇ કે. -બનાસકાંઠા-૯૪૨૬૨૩૬૮૪૨)
  • ધોરણ-૬ ના વિદ્યાર્થીઓને તારાજુથ સારી રીતે સમજાય તે માટે વિવિધ તારાજુથ જેમકે ધ્રુવનો તારો, શર્મિષ્ઠા તારાજુથ, સપ્તર્ષિ વગેરે જૂથ કાર્ડ શીટ પર આકાશમાં જે આકારે દેખાય તેવી જ રીતે જોઇને દોરે અને રંગ પૂરે છે. ત્યારબાદ કાર્ડ પેપર પર અગરબતીની મદદથી કાણા પડી રૂમમાં અંધારું કરી ટોર્ચની દીવાલ પર બતાવવામાં આવે છે. કાર્ડ પેપરની મદદથી ગ્રહો બનાવી વિદ્યાર્થીના ગાળામાં પહેરાવી તેને જ ગ્રહ બનાવી સાથે સાથે તારાજુથના આકાર અને સ્થાન વિશેની જાણકારી મળે અને બાળકોની સક્રિયતામાં પણ વધારો થાય છે.(બોલણીયા વિજયભાઈ જી. -સુરેન્દ્રનગર-૯૯૭૯૭૦૩૫૪૧, ધારવીયા દીપક એલ. -જામનગર-૯૮૯૮૨૯૬૩૬૭)
  • વિદ્યાર્થીઓને નાટક દ્વારા અને યુટ્યુબ પરથી વીડિઓ બતાવીને ગ્રહો વિષે પરિચય, તારાજુથ, આકાશગંગા શીખવવા આવે છે.(પટેલ રસિકભાઈ એન. -અમદાવાદ-૯૬૮૭૮૩૫૦૧૦, પટેલ જયેશકુમાર પી. -છોટાઉદેપુર-૯૭૨૫૦૭૯૮૭૬)
  • રેડીયમને વિવિધ આકારમાં કાપી વર્ગખંડની છત અને બાજુની દીવાલો પર અંધકાર કરી આકાશદર્શન બતાવવામાં આવે છે. આ પ્રયોગથી વિદ્યાર્થીઓમાં ખગોળવિજ્ઞાન અને બ્રહ્માંડમાં રૂચી વધે અને ઉત્સાહથી શીખે અને રાત્રે આકાશનું અવલોકન કરી ચર્ચા કરે છે.(બામભણીયા લલીતકુમાર ટી. -સોમનાથ-૯૨૭૪૭૭૮૭૩૨, પંડયા ભાવેશકુમાર જે. -મહેસાણા- ૯૮૨૪૬૧૩૯૬૯)
  • શાળામાં ખગોળ દર્શન કરાવવા માટે એક લાકડાની પેટીમાં ૧૨ રાશી અને ૨૭ નક્ષત્રના ચિત્રો અને આકૃતિઓને ગોઠવી રાત્રે આકાશમાં કઈ રાશી ક્યારે અને કેવી દેખાય છે તેનું એક ખુબ જ સુંદર વર્કિંગ મોડેલ બનાવ્યું આ નાનકડા એવા પ્રયોગથી શાળા કક્ષાએ એક પ્લેનોટોરીયમ બનાવે છે. આ વર્કિંગ મોડેલમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી એમ દરેક મહિના પ્રમાણે આકાશમાં કઈ રાશી અને નક્ષત્ર દેખાશે તે સ્પષ્ટ દર્શાવે છે. આ વર્કિંગ મોડેલથી બાળકો પોતાની રાશી જોઇને ઉત્સાહી બને છે.(સાકરિયા વિજયભાઈ-ભાવનગર-૯૭૨૪૩૪૧૯૪૮, ઠક્કર સુરેશભાઈ ટી. -પાટણ-૯૮૨૫૫૦૪૯૭૨)
  • તારલિયા વાળું ગીત અભિનય સાથે ગવડાવીને તારા જૂથની સમજ આપવામાં આવે છે.(પટેલ પરેશકુમાર એન. -મહીસાગર-૯૯૭૯૬૮૩૦૯૩)