Discussion Forum Teacher

Discussion Forum Teacher

25-07-2018 : પ્રશ્ન: આપ વર્ગખંડમાં ICT નો ઉપયોગ કરતા પહેલા પુર્વતૈયારીમાં શું કરો છો તે જણાવો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • ICTનો ઉપયોગ કરતા પહેલા ઈન્ટરનેટ કનેક્શન તપાસી લેવું, કમ્પ્યુટરને /પ્રોજેકટરને ચાલુ કરીને બાળકોને વર્ગમાંથી લઈ જવા, એકમ અંગે જરૂરી સાહિત્ય સાથે રાખવું, બાળકોને સાધનોના ઉપયોગ અંગે પૂરી સમજ આપવી, ઓનલાઈન ભણાવવાને બદલે ડાઉનલોડ કરીને ભણાવવામાં આવે છે.(ઝાપડિયા ચતુરભાઈ બી.- બોટાદ -૯૮૯૮૫૭૪૨૯૫, સૈયદ મુસ્તુફમીયા આઈ.-આણંદ-૯૯૨૪૦૯૭૦૮૫)
  • વિષયવસ્તુ ICT પધ્ધતિથી ભણાવવાની હોય ત્યારે તેના વિડીયો, સ્લાઈડ, ફોટા, ઓડિયોને એકત્ર કરી ક્રમમાં ગોઠવી દેવામાં આવે છે. આઈસીટી માટેના સાધનોમાં કોઈ ટેકનીકલ ખામી જણાય તો તરત રીપેર કરવામાં આવે છે. તેમજ વર્ગખંડમાં ઉંચાઈ પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવવામ આવે છે. (મન્સૂરી આકિબહુસેન એ.-૭૮૭૮૭૧૧૧૯૨-અમદાવાદ, સોલંકી નીતાબેન કે.- મહેસાણા -૯૫૩૭૨૮૯૫૭, ચૌધરી પારૂલબેન ડી.- મહેસાણા -૮૧૫૩૦૦૩૬૪૩, વાળા જગદીશ એચ.-ભાવનગર-૮૨૩૮૧૮૪૨૩૬)
  • વર્ગખંડમાં યોગ્ય પ્રમાણમાં પ્રકાશ જળવાય રહે, શક્ય હોય તો મોટી સ્ક્રીન ઉપર માહિતી બતાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને સી આકારમાં બેસાડવામાં આવે છે.(વામજા સંદીપ- અમરેલી -૯૪૨૭૨૩૧૫૮૬)
  • ઈન્ટરનેટની મદદથી શક્ય હોય તેટલા ટોપીકને લગતા સંદર્ભ સાહિત્ય ઓડિયો, વિડીયો, ફોટોગ્રાફ, પીડીએફ વગેરે મેળવીને કઠીન મુદ્દા માટે જરૂરી સાઈટ કે ગુગલનો ઉપયોગ કરવામાં આવે છે. દ્રશ્ય શ્રાવ્ય સાધનોની ગોઠવણી કરી તેની ઉપયોગીતાથી અભ્યાસ કરાવવામાં આવે છે.(ચ્રીસ્તૈન રીચીકુમાર એ.-ખેડા-૯૦૧૬૬૬૮૨૮૬, ચૌધરી કિરણભાઈ પી.-મહેસાણા-૮૨૩૮૦૭૮૦૯૨)
  • યુટ્યુબમાંથી વિડીયો ડાઉનલોડ કરી એકવાર જોઈને બતાવવામાં આવે છે વિકિપીડિયામાંથી વિવિધ માહિતી સર્ચ કરી એકઠી કરે ગુગલની માહિતી સર્ચ કરે, a, b, c, d, ઘડિયા, કવિતા વિડીયો દ્વારા બોલાવવામાં આવે છે. ઓનલાઈન ફોટા અને ક્વિઝ સર્ચ કરી બાળકોને આપવામાં આવે છે.(શાહ ગાયત્રીબેન એન.-વડોદરા-૯૪૨૯૮૨૫૦૨૬, પ્રજાપતિ રાજેશકુમાર જી.-અમરેલી-૯૪૨૭૯૭૦૨૧૬)
  • વિદ્યાર્થીઓને એકમની પૂર્વભૂમિકા બાંધવી, જરૂરી નોંધ માટે નોટ પેન સાથે રાખે, પાઠયપુસ્તક સાથે રાખે, પ્રશ્ન ઉપસ્થિત થાય તેની નોંધ કરે, એકમને અનુરૂપ એક્ટીવી, ગેઈમ્સ, પ્રોજેક્ટની તૈયારી કરે, અન્ય વિષયો સાથે અનુબંધ જોડવું, વાંચન લેખન કૌશલ્ય વિકસાવવું, માનવ મુલ્યો જાળવે, એકમનો હેતુ સિદ્ધ થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે.(ચૌહાણ કિશોરસિંહ ઍસ.-પંચમહાલ-૭૫૭૫૮૦૯૪૦૯)
  • એકમ પ્રમાણે QR કોડ સ્ટીકર ચોંટાડી ડાઉનલોડ કરી બતાવવામાં આવે છે.(વણકર પ્રકાશભાઈ કે.-સાબરકાંઠા-૯૪૨૭૮૮૪૫૫૭)