Discussion Forum Teacher
05-08-2018 : પ્રશ્ન : વર્ગમાં ICT ના ઉપયોગ કરવાથી બાળકો પર તેની અસર જણાવો.
તારણ:
- શિક્ષકમિત્રોએ વર્ગમાં ICT ના ઉપયોગથી થતા ફાયદા અને ગેરફાયદા વિષે નીચે મુજબ જણાવેલ છે.
- ICT ના ફાયદાઓ :- આ પ્રશ્નનો જવાબ આપેલ શિક્ષકમિત્રો માંથી વર્ગમાં ICT ના ઉપયોગ વડે શૈક્ષણિક પધ્ધતિમાં અને બાળકોમાં નીચે મુજબના ફાયદાઓ જોવા મળ્યા છે.
- ૧) શૈક્ષણિક પધ્ધતિમાં થયેલ ફાયદા
- શિક્ષકની ઘટ હોય ત્યારે વર્ગમાં જે-તે ધોરણ પ્રમાણે તેનો અભ્યાસ કરાવવામાં મદદરૂપ થાય છે.
- વિજ્ઞાન વિષયમાં પ્રાયોગિક પ્રવૃત્તિ, જીવ સૃષ્ટી, માનવ રચના વગેરે સમજાવવા માટે તેને અનુરૂપ ફોટા, વીડિયો બતાવી શકાય છે.
- દ્રશ્ય-શ્રાવ્ય સાધન વડે કઠીન મુદ્દાઓ સરળતાથી સમજાવી શકાય છે.
- મૂલ્યાંકન માટે ઓનલાઈન તેમજ ઓફલાઈન ક્વીઝ રમાડી શકાય છે.
- વિદ્યાર્થીને નવી માહિતી વિષે જાણકારી આપવા માટે ઉપયોગ લેવામાં આવે છે.
- અધ્યયનની અસરકારકતા, અધ્યયન અધ્યાપન કાર્ય અસરકારક, અધ્યયન નિષ્પત્તિ સિધ્ધ કરવામાં મદદરૂપ થાય છે.
- ૨) વિદ્યાર્થીઓ માટે ફાયદાઓ
- કઠીન મુદ્દાઓ સરતાથી શીખી શકે છે.
- મુલ્યાંકન માટે લેવાતી એકમકસોટી પ્રત્યે રહેલો ડર દુર થયો જેથી હાજરીમાં વધારો, કસોટીમાં રસપૂર્વક અને ઉત્સાહભેર ભાગ લેતા થયા.
- ચોક-ટોક પધ્ધતિ દ્વારા મેળવેલ અભ્યાસ કરતા દ્રશ્ય-શ્રાવ્ય સાધન વડે કરેલ અભ્યાસ સમજવામાં સરળતા રહે છે તેમજ લાંબા સમય સુધી યાદ રાખી શકે છે.
- બાળકનો દ્રષ્ટિકોણ વિશાળ બને છે.
- ICT ના ગેરફાયદાઓ :- આ પ્રશ્નનો જવાબ આપેલ શિક્ષકમિત્રો માંથી વર્ગમાં ICT ના ઉપયોગ વડે શૈક્ષણિક પધ્ધતિમાં અને બાળકોમાં નીચે મુજબના ગેરફાયદાઓ જોવા મળ્યા છે.
- ૧) શૈક્ષણિક પધ્ધતિમાં થયેલ ફાયદા
- ગ્રામ્ય વિસ્તારમાં પાવર અને નેટ કનેકટીવીટીની , ટેકનીકલ , પૂરતા ICT સાધનોનો અભાવ જેવી સમસ્યા હોવાથી ICT દ્વારા અભ્યાસ કરાવવો અટકે છે.
- ICT દ્વારા શિક્ષણ સમયને આધીન કરવું જોઈએ કારણ કે લાંબા સમય સુધી વપરાશ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પ્રત્યે અરુચિ, કંટાળો ચડે છે.
- વર્ગમાં જયારે ICT દ્વારા અભ્યાસ કરાવવાનો હોય તેના એક દિવસ આગળ શિક્ષકે પૂર્વ તૈયારી ના કરી હોય તો બીજા દિવસે શું કરવું તેનો ખ્યાલ હોતો નથી જેના પરિણામે સમયનો બગાડ થાય છે.
- ૨) વિદ્યાર્થીઓ માટે ફાયદાઓ
- ICT માં વાંચન-લેખન ક્ષમતાનો અભાવ હોવાથી વાંચન અને લેખન કૌશલ્યમાં ફરક પડે છે.
- મેદાન અને કુદરતી સૌંદર્યના ખોળે રમાતી રમતો અને તેના વડે મળતું જ્ઞાનનો વિકાસ અટકે છે.
- આ પધ્ધતિ દ્વ્રી તરફી પ્રક્રિયા ના હોવાથી વિદ્યાર્થીને જયારે પ્રશ્નો ઉદભવે અથવા કોઈ સમસ્યા હોય તો કહી શકતા નથી.
- નબળા વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીઓ સાથે અભ્યાસમાં સાથે રહી નથી શકતા.
- વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, જીજ્ઞાશાવૃતિ અને મૌલિકતાનો નાશ થાય છે.